
Beauty Parlour Sahay Yojana: બ્યુટી પાર્લર સહાય માટે સરકાર આપી રહી છે રૂ.11,800ની કીટ, અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી આ એક યોજનાનું નામ છે બ્યુટી પાર્લર સહાય યોજના બ્યુટી પાર્લર લોન યોજના 2024 | Beauty Parlour Sahay Yojana 2024 | બ્યુટી પાર્લર સહાય યોજના શું છે? બ્યુટી પાર્લર સહાય યોજના નો હેતુ શું છે ?આ યોજનાનો લાભ ક્યા લોકોને મળશે? આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટો જોઈએ ?અને બ્યુટી પાર્લર સહાય યોજનામાં કેવી રીતે અરજી કરવી? આ તમામ માહિતી આપણે આર્ટીકલ દ્વારા જાણીશું...
બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદી શકતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,800 ની સહાય આપવામાં આવે છે.
બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી કરી શકતા તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર શકે
જે પણ લોકો આ યોજનાનો લાભ મેળવવા માંગે તેમના માટે ચોક્કસપાત્રતાઓ નક્કી કરેલી છે જે પાત્રતાનું પાલન તમારી સાથે થશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે ? જે પાત્રતાઓ નીચે પ્રમાણે છે
• લાભાર્થી ગુજરાત રાજ્યનું વતની હોવો જોઈએ
• આ યોજનાનો લાભ સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને મળે છે
• જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે તે લોકોને જ આ યોજનાનો લાભ મળે છે
• જો લાભાર્થી ગ્રામીણ વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 હોવી જોઈએ
• જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહે છે તો તેના કુટુંબની વાર્ષિક આવક 150000 હોવી જોઈએ
સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને જે બ્યુટી પાર્લર કી ખરીદવા માંગે છે પરંતુ તેની પાસે પૈસા ન હોવાના કારણે બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી પરંતુ જો તેમને બ્યુટી પાર્લર કી જ ખરીદવી છે તો આ બ્યુટી પાર્લર કીટ સહાય યોજના તેમને ₹11,800 ની સહાય આપવામાં આવે છે
બ્યુટી પાર્લર સહાય યોજના નો લાભ લેવા માટે આ યોજનામાં તમારા અરજી કરવાની રહેશે જેના માટે તમારે નીચે પ્રમાણે ડોક્યુમેન્ટ ની જરૂર પડશે
• આધાર કાર્ડ ની ઝેરોક્ષ
• ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ
• રેશનકાર્ડ
• આવકનો દાખલો
• ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથે નો દાખલો
• શહેરી વિસ્તારમાં રહેતા હોય તો સુવર્ણ કાર્ડની નકલ
• ઉંમરનો પુરાવો
• જાતિ નો દાખલો (જો જાતિનો હોય તો)
• વિધવા મહિલા હોય તો વિધવા હોવાનું પ્રમાણપત્ર
• તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
બ્યુટી પાર્લર સહાય યોજનામાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે
• સૌપ્રથમ તમારે google માં સર્ચમાં જઈને એ કુટીર પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
• પછી તમારી સામે આ યોજનાની અધિકૃત વેબસાઈટ એ કુટીર પોર્ટલનું હોમ પેજ ખુલશે
• કુટીર પોર્ટલના હોમ પેજ પર ઘણી બધી યોજનાઓ દેખાશે જેમાં માનવ કલ્યાણ યોજના પહેલી યોજના પર ક્લિક કરો
• જો તમે પહેલા કોઈ દિવસ કુટીર પોટર પર ઓનલાઇન અરજી કરી છે તો યુઝર આઇડી અને પાસવર્ડ બનાવેલ હોય તો લોગીન ટુ પોર્ટલ કરવાનું રહેશે
• લોગીન કર્યા બાદ માનવ કલ્યાણ યોજનામાં ચાલતી વિવિધ નામની અલગ અલગ યોજના બતાવશો
• જેમાં આ તમારી સામે આ યોજનાનું ફોર્મ ખુલશે
• જેમાં આવે તમારે માગ્યા મુજબની તમામ વ્યક્તિગત માહિતી ભરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે
• અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને બ્યુટી પાર્લર કીટ સહાય માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે
• તેના પછી આ કામ માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્ર ની વિગત દાખલ કરવાની રહેશે
• અરજદાર હવે આધાર કાર્ડ ની નકલ રેશનકાર્ડની નકલ બીપીએલના ડોક્યુમેન્ટ અને ધંધાના અંગેના ડોક્યુમેન્ટો દાખલો વગેરે માગ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
• ત્યાર પછી આપેલા નિયમો અને શરતો વાંચીને કન્ફોર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે
• છેલ્લે ઓનલાઇન અરજી કર્યા બાદ જ એપ્લિકેશન નંબર આવે તેને તમારે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો છે
• આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - beauty parlour sahay yojana 2024 in gujarati - બ્યુટી પાર્લર સહાય યોજના શું છે? Beauty Parlour Sahay Yojana 2024 - બ્યુટી પાર્લર સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? - બ્યુટી પાર્લર સહાય યોજના નો લાભ ક્યા લોકોને મળશે? - બ્યુટી પાર્લર સહાય યોજના શું છે? Beauty Parlour Sahay Yojana 2024