Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા છે. તેમાંથી, Jio અને Airtelના રિચાર્જ પ્લાનની નવી કિંમતો 3 જુલાઈથી લાગુ થશે અને Vodafone-Ideaના નવા દરો 4 જુલાઈથી લાગુ થશે. આવી સ્થિતિમાં, જો તમે આ તારીખો પહેલા રિચાર્જ કરો છો, તો તમે 600 રૂપિયા સુધીની બચત કરી શકો છો. અહીં નીચે જીઓ, એરટેલ વોડાફોન આઈડિયાના નવા તેમજ જુના રિચાર્જ પ્લાન ના ભાવ લખેલા છે. સાથે જ અત્યારે રિચાર્જ કરવાથી તમે કેટલા રૂપિયાની બચત કરી શકો છો. તેના વિશે પણ માહિતી લખેલી છે.
ખરેખર, Jio અને Airtelનો 2999 રૂપિયાનો પ્લાન વધીને 3599 રૂપિયા થઈ જશે. તે જ સમયે વોડાફોન-આઈડિયાનો 2899 રૂપિયાનો પ્લાન 3499 રૂપિયાનો થઈ જશે. કિંમત વધતા પહેલા, જો તમે આ રિચાર્જ કરો છો જે 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે, તો 600 રૂપિયાની બચત થશે. એ જ રીતે, કિંમતમાં વધારો થતાં પહેલાં તમે અન્ય રિચાર્જમાં પણ અલગ-અલગ રકમ બચાવી શકો છો. ચાલો જાણીએ કે ત્રણેય કંપનીઓના અલગ-અલગ પ્લાનમાં કેટલી બચત થઈ શકે છે.
રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં 15% થી 25% સુધીનો વધારો કર્યો છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. હવે 239 રૂપિયાનો સૌથી લોકપ્રિય પ્લાન 299 રૂપિયાનો બની ગયો છે. 239 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. તેની વેલિડિટી 28 દિવસની છે.
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ પછી, વોડાફોન-આઈડિયા (VI) એ પણ શુક્રવાર, જૂન 28 ના રોજ મોબાઈલ ટેરિફમાં લગભગ 20% વધારો કરવાની જાહેરાત કરી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. હવે VI નો 179 રૂપિયાનો સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયામાં મળશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Jio, Airtel અને Vodafone-Idea, ત્રણેય કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનના નવા ભાવ - Jio, Airtel, and Vodafone Idea announce massive tariff hikes - Jio અને Airtel બાદ વોડાફોન આઈડિયાના ભાવ માં વધારો, જાણો નવા ભાવ