• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • T20 World Cup 2024: વર્લ્ડ ચેમ્પિયન બનતા જ ઈન્ડિયન ક્રિકેટ ટીમ થઈ માલામાલ, જાણો પ્રાઈઝ મની રૂપે કેટલા રુપિયા મળ્યા ?

T20 World Cup 2024: વર્લ્ડ ચેમ્પિયન બનતા જ ઈન્ડિયન ક્રિકેટ ટીમ થઈ માલામાલ, જાણો પ્રાઈઝ મની રૂપે કેટલા રુપિયા મળ્યા ?

08:55 AM June 30, 2024 gujjunewschannel.in Share on WhatsApp



ICC T20 World Cup 2024 : ભારતીય ક્રિકેટ ટીમે Indian Cricket Team શનિવારની રાત્રે દેશભરમાં દિવાળી જેવો માહોલ બનાવી દીધો હતો. 11 વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી હતી તેનો અંત રોહિત શર્મા એન્ડ કંપનીએ લાવી દીધો છે. T20 વિશ્વકપ ભારતીય ટીમે 17 વર્ષ બાદ જીત્યો છે. રોહિત શર્મા ભારતીય ટીમનો બીજો સુકાની છે કે, જેણે એમએસ ધોની બાદ T20 વિશ્વકપ જીતાડ્યો છે. ભારતીય ટીમ T20 વિશ્વ ચેમ્પિયન બનવા સાથે જ ધનવર્ષા થઈ છે. ત્યારે આપને જણાવી દઈએ કે ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને પ્રાઈઝ મની રૂપે કેટલી રકમ મળી?

t20 world cup 2024 prize money for winners runners up and semi finalists - ર્લ્ડ ચેમ્પિયન બનતા જ ક્રિકેટ ટીમ ઈન્ડિયા થઈ માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Final Match Day

ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ભારતીય ટીમ T20 વિશ્વકપ 2024 વિજેતા થઈ છે. ગ્રુપ અને સુપર-8 તબક્કામાં ભારતીય ટીમે હરીફોને ધૂળ ચટાડી હતી. સેમીફાઈનલમાં પણ ઈંગ્લેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઈનલની રોમાંચક મેચમાં પણ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકી છે. આ સાથે જ ભારતીય ટીમને કરોડો રુપિયા પ્રાઈસ મનીના રુપમાં મળ્યા છે.

► ઈન્ડિયન ટીમને પ્રાઈઝ મની કેટલી મળી?

ભારતીય ટીમ હવે T20 ક્રિકેટમાં વિશ્વ વિજેતા છે. દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી ભારતીય ટીમે શનિવારે રાત્રે પોતાને નામ કરી છે. આ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમને 2.45 મિલિયન ડોલર રકમ ઈનામ મળી છે. એટલે કે ભારતીય ટીમને 20.42 કરોડ રુપિયા ભારતીય ચલણ મુજબ ઈનામ રુપે મળ્યા છે. જ્યારે આ ઉપરાંત ટૂર્નામેન્ટમાં દરેક મેચ જીતવા બદલ 31,154 ડોલરનું અલગ ઈનામ પ્રતિ મેચ મળ્યું છે. આમ પ્રતિ જીત દીઠ 26 લાખ રુપિયા અલગથી ઈનામ મળ્યું છે. ભારતીય ટીમે કુલ 22.76 કરોડ રુપિયા કુલ ઈનામ ટૂર્નામેન્ટમાં મેળવ્યું છે.

► દક્ષિણ આફ્રિકાને કેટલી પ્રાઈઝ મની મળી?

જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ વાર વિશ્વકપ ફાઈનલમાં પહોંચીને રનર-અપ રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની ટીમને પણ કરોડો રુપિયા પ્રાઈઝ મની મળી છે. દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન ડોલર ઈનામ મળ્યું છે. જે ભારતીય ચલણ મુજબ 10.67 કરોડ રુપિયાની રકમ મળી છે. જે રકમ ચેમ્પિયન ટીમથી અડધી જેટલી છે. દક્ષિણ આફ્રિકાને ટૂર્નામેન્ટમાં 8 મેચમાં જીત બદલ 2.7 કરોડ રપિયા અલગથી મળ્યા છે. આમ દક્ષિણ આફ્રિકાને 12.7 કરોડ રુપિયા ઈનામી રકમ મળી છે.

► સેમીફાઈનલમાંં રનર અપ રહેનારી ટીમને કેટલી રકમ મળી?

ICC એ સેમીફાઈનલમાં પહોંચનારી ટીમનો પણ ઈનામની રકમ આપી છે. એટલે કે સેમીફાઈનલ હારીને પણ કરોડો રુપિયા તે ટીમને ઈનામ રુપે રકમ મળી છે. જેમાં અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમોને 7,87,500 ડોલરની રકમ અપાઈ છે. એટલે કે, 6.65 કરોડ રુપિયાની રકમ મળી છે. જ્યારે આ આ બંને ટીમોને દરેક જીત માટે અલગથી 26 લાખ રુપિયાની રકમ મળી છે.

► સુપર-8માં પહોંચનારી ટીમને આટલી રકમ મળી, જાણો

T20 વિશ્વકપ 2024ના સુપર-8 તબક્કામાં પહોંચેલી ટીમોને પણ ICC એ રકમ આપી છે. સુપર-8 સુધી પહોંચનારી ટીમોને 3.18 કરોડ રુપિયાની રકમ મળી છે. વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અમેરિકા પણ બહાર ફેંકાઈ ગયા હતા. આ ટીમોને પણ અહીં સુધી પહોંચવા બદલ 3.18 કરોડ રુપિયાની રકમ મળી છે, જ્યારે 26 લાખ રુપિયા પ્રતિ વિજયી મેચના રુપમાં રકમ મળી છે.

► ગૃપ સ્ટેજ વાળી ટીમોને પણ અપાઈ રકમ

તો વળી ગૃપ તબક્કામાં રહેલી ટીમોને પણ રકમ આપવામાં આવી છે. અહીં દરેક મેચ જીતવા બદલ 26 લાખ રુપિયા તો ટીમને મળ્યા છે. સાથે જ આ તબક્કામાં રમવા બદલ 2 કરોડ 6 લાખ રુપિયાની રકમ પણ 9 થી 12 રેન્કમાં રહેનારી ટીમને ચૂકવવામાં આવી છે. જ્યારે 13 થી 20 સુધીમાં રહેનારી ટીમનો 1.87 કરોડ રુપિયાની રકમ અપાઈ છે.


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - t20 world cup 2024 prize money for winners runners up and semi finalists - T20 World Cup 2024: વર્લ્ડ ચેમ્પિયન બનતા જ ક્રિકેટ ટીમ ઈન્ડિયા થઈ માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Final Match Day - T20 World Cup 2024 final -  T20 World Cup 2024 news -T20 World Cup 2024 final - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup ફાઈનલ સ્કોર 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us