
100+ Gujarati Suvichar for School | ગુજરાતી સુવિચાર શાળા માટે | Collection of Gujrati Suvichar Quotes With Image
ઉનાળુંં વેકેશન ખુલતા જ શાળાઓમાં બાળકોની કિલકારી શરૂ થઈ ચૂકી છે. અને આ સાથે પ્રાર્થના સભામાં સુવિચાર અને પ્રાર્થના પણ તૈયાર કરવામાં આવી છે. એવામાં અમે ફરી શાળા માટેના એકદમ નવા સુવિચાર અર્થ સાથે લઈને આવ્યા છે. અગાઉ અમારા Studnet School Suvichar In Gujarati 2024 સુવિચારના આર્ટીક્લને ખુબ જ પ્રેમ મળ્યો હતો. જે બાદ અમે ફરી નવા સુવિચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે. મહત્વનું છે કે શાળામાં દરરોજ અલગ અલગ સુવિચાર બોલવાના હોય છે. જે માટે શિક્ષકો તેમજ બાળકો ગુજરાતી Suvichar for School in Gujaratiમાં સુવિચાર શોધતા રહે છે. જો તમે પણ ગુજરાતીમાં સુવિચાર શાળા માટે શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો! આ આર્ટીકલમાં અમે 125+ સારા ગુજરાતી સુવિચાર શાળા માટે રજુ કરી રહ્યા છે અને છેલ્લે ની PDF પણ Download કરી શકશો. અહીં ગુજરાતીમાં નાના સુવિચાર શાળા માટે - જ્ઞાન સુવિચાર - જીવન ગુજરાતી સુવિચાર - સમજણ સુવિચાર - સત્ય સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - વિદ્યા સુવિચાર - વિદ્યાર્થી સુવિચાર - રજુ કર્યા છે જે નીચે આપેલ છે. New Gujarati Suvichar - suvichar in gujarati - positive suvichar in gujarati - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - best suvichar in gujarati
1. તમે તમારી આદતો બદલીને તમારૂં ભવિષ્ય બદલી શકો છો.
2. અસીમ સુખ ખરેખર સખત મહેનતની પ્રતિક્રિયા છે.
3. જ્યારે તમે કોઈ કામ કરી રહ્યા હોવ ત્યારે આગળનું કંઈ જ ન વિચારો. તેમાં જ તમારૂં સર્વશ્રેષ્ઠ કરો.
4. તમારા ભૂતકાળને નહીં, પરંતુ તમારી કલ્પનાને જીવનમાં માર્ગદર્શક બનાવો.
5. પ્રત્યેક ઠોકર એક જ સબક શીખવાડે છે. રસ્તો કોઈ પણ હોય, બસ પોતાના નિર્ણયો પર ભરોસો રાખો.
6. જે વ્યક્તિ કોઈ મહાન લક્ષ્ય સાથે ચાલે છે, એ ક્યારેય અધવચ્ચેથી પાછી નથી ફરતી.
7. જ્યારે વિકલ્પ મળતો નથી, ત્યારે તમે લક્ષ્ય સુધી પહોંચવા પૂરી તાકાત લગાવો છો.
8. જો તમે પ્રેમ અને કરૂણા રાખશો તો એ વ્યર્થ નહીં જાય. ક્યારેકને ક્યારેક એનું ફળ મળશે.
9. એક લક્ષ્ય સુધી પહોંચવું એ બીજા લક્ષ્ય સુધી પહોંચવા માટેનું પ્રારંભિક બિંદુ છે.
10. સારા મિત્રની સાથે યાત્રા કરશો તો કોઈ પણ માર્ગ લાંબો નહીં લાગે.
11. જીવનનો અર્થ એવા વૃક્ષ લગાવવાનો છે, જેમના છાયડામાં તમે બેસવાની આશા પણ રાખતા નથી.
12. દેશ આર્થિક મહાશક્તિ નહીં પરંતુ એક ખુશખુશાલ દેશ બને તેવી મહત્વકાંક્ષા રાખવી જોઈએ.
13. વિજય તરફ વધવા માટે પરાજય અને નિષ્ફળતા ક્યારેક જરૂરી હોય છે.
14. કમ્ફર્ટ ઝોન છોડશો તો જ પ્રયોગ કરવાની હિંમત એકત્ર કરી શકશો અને સફળ થશો
15. સારા કર્મો પોતાને શક્તિ આપે છે. અને બીજાને સારા કર્મ કરવા માટે પ્રેરણા આપે છે.
16. જો માનવી શિક્ષણ પ્રત્યે ઉદાસિનતા દાખવે છે. તો તે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈને સંઘર્ષ કરતા જીવનના અંત તરફ વધે છે.
17. દયા-કરૂણાનું કોઈ પણ કામ ભલે ગમે તેટલું નાનુ હોય ક્યારેય વ્યર્થ જતું નથી.
18. દરેક તક માટે તૈયાર રહેવું એ જ સફળતાનું સૌથી મોટું રહસ્ય છે.
19. ટીકા કરવાનો અધિકાર એ જ વ્યક્તિને છે જે બીજા પ્રત્યે મદદની ભાવના રાખે છે.
20. તમે એકવાર દ્રઢ નિશ્ચય કરી લેશો તો પ્રારબ્ધે(નસીબે) પણ તમને સાથ આપવો પડશે.
21. લડાઈ ગમે તેટલી કઠિન કેમ ન હોય, તે પણ જીતી શકાય છે.
22. ક્યારેય પાછું વળીને ન જોવું એ સફળતાનો એક માત્ર માર્ગ છે.
23. ગંભીર પરિસ્થિતિ જ અંતમાં મજબૂત લોકોનું નિર્માણ કરે છે, એટલા માટે તેનો સામનો કરો.
24. જીવનનો દરેક નાનો તબક્કો આપણી સફળતા માટે સિંહફાળા સમાન હોય છે.
25. જ્યારે તમે વાયદો કરો છો તો તે આશા બંધાય છે. તમે તેને પૂરો કરો તો તે ભરોસો બની જાય છે.
26. તમે કેટલા સારા છો એ મહત્વનું નથી પરંતુ તમે કેટલા સારા બનવા માંગો છો એ મહત્વનું છે.
27. સફળતા તો ત્યારે જ મળશે જ્યારે માથા પર કફન બાંધી લેશો
28. મુશ્કેલી અને અડચણો આપણને વિચારવાની શક્તિ આપે છે.
29. ક્રોધ એક એવું શસ્ત્ર છે જે તમારું હોવા છતાં તમારા પર જ હુમલો કરે છે.
30. પોતાની સુંદરતાને વધારવાની સૌથી સારી કુદરતી રીત સ્મિત છે.
31. તમે જ્યારે કશું જ કરી શકવાની સ્થિતિમાં ન હોવ ત્યારે પણ પ્રયાસ ચોક્કસ કરો.
32. દુનિયામાં કોઈપણ સમસ્યા મનની શક્તિ કરતા વધારે શક્તિશાળી નથી.
33. વિપરીત પરિસ્થિતિઓ વિરૂદ્ધ લડવું એ દુનિયાનું સૌથી સાહસિક કાર્ય છે.
34. સારાં પુસ્તકો વાંચવા એ મહાન વ્યક્તિ સાથે વાત કરવા જેવું છે.
35. આગળ વધવા માટે આપણે આપણા લક્ષ્યને સતત ઊંચું બનાવતાં રહેવું જોઈએ.
36. તમે ઈશ્વરમાં ત્યાં સુધી વિશ્વાસ નહીં કરી શકો જ્યાં સુધી તમે સ્વ પર વિશ્વાસ નહીં કરી શકો.
37. આશા ક્યારેય ન છોડશો. તોફાનો આપણને મજબુત કરે છે અને તે હંમેશા માટે રહેતા નથી.
38. તમારી યાત્રા પણ તમારા મુકામ જેટલી જ મહત્વની છે.
39. કંઈક ઉત્તમ કરવા ઈચ્છો છો, તો પહેલાં તમને મળેલા સમયની કદર કરો.
40. જ્યારે કોઈ કામ સંપૂર્ણ લગન અને કૌશલ્ય સાથે કરવામાં આવે તો તેની સફળતા નિશ્ચિત છે.
41. સર્વસ્વ ગુમાવ્ય પછી પણ જો તમારામાં જુસ્સો હોય તો તમે કશું જ ગુમાવ્યું નથી.
42. તમારી સફળતા વચ્ચે માત્ર તમારા વિચારો ઊભા છે.
43. વિજય માત્ર એ લોકો માટે છે જે નિષ્ફળતા છતાં પ્રયાસો કરે છે.
44. મહેનત સીડીની જેમ હોય છે, જે હંમેશા ઊંચાઈ તરફ જ લઈ જાય છે.
45. ધનવાન બનવા માટે સ્વાસ્થ્યને જોખમમાં ન મુકો, કારણ કે સ્વાસ્થ્ય જ મોટી સંપત્તિ છે.
46. જીવન હંમેશા નવી તકો આપે છે. સરળ ભાષામાં આને આજે કહેવામાં આવે છે.
47. મુશ્કેલ કામ પડકાર રૂપે સ્વિકારીને તેને ખુશીથી કરીએ, તો ચમત્કાર થાય છે.
48. સંઘર્ષના સમયમાં પણ તમારા મોં પર સ્મિત હશે તો સમજવું કે તમે સફળતાની એક સીડી ચઢી ગયા છો.
49. તમારી સૌથી મોટી મૂડી તમારો મજબૂત ઈરાદ જ છે. એને કોઈ ચોરી શકે તેમ નથી.
50. જેમણે શિખવાની ધગશ હોય છે. તેમણે જગ્યા અને સમયથી કોઈ ફરક પડતો નથી.
51. તમારી વિચારસરણી સકારાત્મક હોય તો તમારા માટે કશું જ અશક્ય નથી.
52. ચિંતાની વાત એ નથી કે તમે નિષ્ફળ ગયા, પરંતુ એ છે કે તેનાથી કેટલા સંતુષ્ઠ છો.
53. સમય અને શબ્દનો ઉપયોગ સાવધાની પૂર્વક કરો, કેમ કે તે બંને મહત્વપૂર્ણ છે.
54. સત્ય અને તથ્યમાં બહુ મોટું અંતર છે. તથ્ય સત્યને છુપાવી શકે છે, નષ્ટ નથી કરી શકતું.
55. દરેક ઠોકર એક જ સબક શીખવે છે. રસ્તો ગમે તેવો હોય તમારા કદમ પર ભરોસો રાખો.
56. તમે જો પડકારો-મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોવ તો તમે સફળતાના માર્ગે છો
57. એક સાખે આવવું તે એક નવી શરૂઆત છે, એક સાથે રહેવું પ્રગતિ છે, એક સાથે કામ કરવું સફળતા છે.
58. ચાલવાની ગતિ કરતાં મહત્વની ચાલવાની દિશા છે.
59. શબ્દોમાં તાકાત હોય છે, આ ઊર્જાનો પ્રયોગ આશા જગાડવામાં કરો.
60. કિરણ ભલે સૂર્યનું હોય કે આશાનું, જીવનના તમામ અંધકાર દૂર કરે છે
61. ખુશી માટે અગાઉની વાતો પર વધારે વિચાર નહીં કરવાની જરૂર.
62. લક્ષ્ય અને સિદ્ધિ વચ્ચે સેતુ શિસ્ત છે.
63. એકલા ચાલવું પડે તો ડરો નહીં, શિખર અને સિંહાસન પર વ્યક્તિ હંમેશા એકલો જ હોય છે.
64. આશા એ શબ્દ છે જે દરેક વ્યક્તિના હિસ્સામાં છે. આ જ તેની સૌથી મોટી મુડી પણ છે.
65. મહેનતથી કોઈ પરિભાષા અને પરીક્ષા હોતી નથી. આને આપણે પોતે નક્કી કરીએ છીએ.
66. સમયને ઓળખવો તે શીખવામાટેની ઉત્તમ કળા છે, તેનાથી જ સફળતાનો રસ્તો સરળ બને છે.
67. આપણે એ વ્યક્તિઓનો આભાર માનવો જોઈએ જે આપણને પ્રસન્નાતાથી ભરી દે છે.
68. જ્યાં, જે ને જેટલાં સાધન હોય તેનાથી શરૂઆત કરો... એ જ મંજિલનું પહેલું ડગલું છે...
69. તમે પરિસ્થિતિઓને નિયંત્રિત નથી કરી શકતા, પણ પોતાને હંમેશા નિયંત્રિત કરી શકો છો.
70. તમારી ખુશીઓનું નિયંત્રણ તમારી પાસે રાખો. અન્ય કોઈને તે નક્કી કરવાની છૂટ ન આપો.
71. સકારાત્મકતાની માટીમાં વિકસતો છોડ જ એક દિવસ વિશાળ વટવૃક્ષ બને છે.
72. આત્મવિશ્વાસથી આત્મનિર્ભરતા તરફ આગળ વધો જેનાથી નેતૃત્વની કળાનો વિકાસ કરી શકાય છે.
73. સત્યનો માર્ગ ચોક્કસથી મુશ્કેલ છે. પણ તે જીવનને સરળ બનાવે છે.
74. કર્મોને પ્રાથમિકતા આપવાવાળા દરેક વ્યક્તિની કદર થાય છે.
75. કોણ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કોણ કેવું જીવે છે એ અગત્યનું છે.
76. મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારૂ જીવન તો મારા શિક્ષકને આભારી છે.
77. ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ, પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.
78. શિક્ષણ એટલે જીવનની વિકટ પરિસ્થિતિઓનો મુકાબલો કરવાની શક્તિ.
79. તકની મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેના કરતા જતી રહે ત્યારે મોટી લાગે છે.
80. મારૂ એ સાચું નહિ પણ સાચું એજ મારૂ – આ સિદ્ધાંત જીવનમાં અપનાવાથી સુખી થવાય છે.
81. દાન કેટલું આપ્યું તે મહત્વનું નથી, દાન ક્યાં માર્ગે વપરાયું તે મહત્વનું છે.
82. કોણ સાચું છે તે વાત મહત્વની નથી, પણ શું સાચું છે તે વાત મહત્વની છે.
83. ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.
84. શિક્ષણ આજીવિકા ના સાધન તરીકે હોય તો કલા છે ,જીવનવિકાસ માટે હોય તો વિદ્યા છે.
85. તરસ્યા ને પાણી પાવું, ભુખ્યાને રોટલો આપવો, અંધને રસ્તો બતાવવો – એ ઉત્કૃષ્ટ કર્મદાન છે.
86. જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.
87. શિક્ષક અર્કવાળો, તર્કવાળો, મધુપર્કવાળો અને સતત સંપર્ક વાળો હોવો જોઈએ.
88. જાત ને બદલશો તો આખું જગત બદલાઈ જશે.
89. દૂનીયામાં ઉધમ સિવાય કોઈ મિત્ર નથી, અને આળસ સમાન કોઈ શત્રુ નથી.
90. પ્રસન્ન ચિત્ત ઉત્તમ સ્વાસ્થ્યની નિશાની છે.
91. સફળ થવું હોય તો બે જ રસ્તા છે, ગમતું કામ કરો યા કામને ગમતું કરો.
92. સમય અને સમજ બંને એક સાથે નસીબવાળાને જ મળ છે કારણ કે સમય પર સમજ આવતી નથી અને સમજ આવે ત્યા સુધી સમય નીકળી જાય છે
93. જીત અને હાર તમારા વિચાર પર આધારિત છે, માની લો તો હાર થશે અને મક્ક્મ રહો તો જીત થશે
94. નફરતને નફરતથી ખતમ નથી કરી શકાતી તે ફક્ત પ્રેમથી જ ખતમ થઈ શકે છે આ એક પ્રાકૃતિક સત્ય છે
95. આરોગ્ય વગર જીવન જીવન નથી તે માત્ર એક કષ્ટદાયક સ્થિતિ છે મોતની છબિ છે
96. ફક્ત ઈચ્છા રાખવાથી કશુ નથી થતુ, ભૂખ હોવી જોઈએ કંઈક પામવાની
97. ભગવાનથી નહી આપણા ખોટા કાર્યોથી ડરવુ જોઈએ કારણ કે ભગવાન તો માફ કરી દે છે પણ કર્મ ક્યારેય માફ નથી કરતા જે કર્યુ છે તેનુ ફળ મળે જ છે.
98. ભગવદ્દ ગીતામાં લખ્યુ છે કે જ્યારે એક સમસ્યાનો જન્મ થાય છે ત્યારે જ તેના સમાધાનનો પણ જન્મ થાય છે
99. સુખ એ એકમાત્ર અત્તર છે, તમે અન્ય લોકો પર સ્પ્રે કરો છો તો કેટલાક ટીપાં તમારા પર પણ પડે છે.
100. એક સુખી જીવન જીવવા માટે માણસને 'સાધુ" નહી 'સીધુ' થવાની જરૂર છે અને 'યોગી' નહિ 'ઉપયોગી' થવાની જરૂર છે
101. સૌથી મોટો રોગ, લોકો શું કહેશે? જો તમે તેના વિશે વિચારતા રહો, તો તમે જીવી શકશો નહીં
102. વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ કારણ કે આજે જે છે તે જ સૌથી મોટી તક છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે - ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર - good morning suvichar - life suvichar gujarati - school suvichar gujarati - suvichar good morning radhe radhe - student school suvichar gujarati - best suvichar in gujarati