GST on Petrol-Diesel: GST કાઉન્સિલની એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. મોદી 3.0 સરકારની આ પહેલી GST કાઉન્સિલની બેઠક હતી. કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પેટ્રોલ અને ડીઝલ પર GSTને લઈ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો ઈરાદો હંમેશાથી પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો રહ્યો છે અને હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને તેના દર નક્કી કરે.પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાની જોગવાઈ કરી છે. હવે તમામ રાજ્યોએ ભેગા થઈને રેટ નક્કી કરવા ચર્ચા કરવાની છે.
GST કાઉન્સિલની 53મી બેઠક પછી બોલતાં નિર્મલા સીતારમણે કહ્યું કે GST લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારનો ઈરાદો થોડા સમય પછી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો હતો. તેને GSTમાં લાવવાની જોગવાઈ પહેલેથી જ કરવામાં આવી છે. હવે માત્ર એક જ નિર્ણય લેવાનો છે કે રાજ્યો GST કાઉન્સિલમાં સંમત થાય અને પછી નક્કી કરે કે તેઓ કયા દર માટે તૈયાર છે. એકવાર નિર્ણય લેવામાં આવે તો તે અધિનિયમમાં લાગુ કરવામાં આવશે.
અમદાવાદમાં હાલ પેટ્રોલની કિંમત 94.44 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 90.11 રૂપિયા છે. હાલમાં પેટ્રોલ પર અંદાજે 35 રૂપિયા જેટલો ટેક્સ ચાર્જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલે છે. જે મૂળ કિંમતમાંથી બાદ કરીએ તો પેટ્રોલની કિંમત 55.46 રૂપિયા થાય. જો તેના પર 28 ટકા GST સ્લેબ લાગુ કરાય તો પ્રતિ લીટરે 15.58 રૂપિયા વધારે ચૂકવવા પડે, ઉપરાંત ડીલરનું કમિશન પણ તેમાં ઉમેરાય છે અને તે 75 રૂપિયા પ્રતિ લીટરે મળે તેવું અનુમાન છે. આવી જ રીતે ડીઝલની વાત કરીએ તો તેના પર 33.91 રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે, અને તેની મૂળ કિંમત અંદાજે 56.20 રૂપિયા થાય છે. જો તેના પર 28 ટકા GST લગાવાય તો 15.73 રૂપિયા વધૂ આપવા પડશે. આમ તેની કુલ કિંમત 72 રૂપિયા આસપાસ આવી શકે છે.
જ્યારે 1 જુલાઈ 2017માં જીએસટી લાગૂ કરવામાં આવ્યો હતો, તેમાં એક ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય શુલ્ક શામેલ હતા, તો પાંચ વસ્તુઓ- ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, પેટ્રોલ-ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ને જીએસટી કાયદામાં સામેલ કરવામાં આવ્યું હતું, પણ પછી એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આના પર જીએસટી હેઠળ ટેક્સ લાગશે.
આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર તેમના પર તે ઉત્પાદ પર શુલ્ક લાગાવતી રહી, જ્યારે રાજ્ય સરકારો વેટ વસૂલતી રહી. આ ટેક્સમાં, ખાસ કરીને ઉત્પાદ શુલ્કમાં સમયે-સમયે વધારો કરવામાં આવ્યો છે. સીતારમણે કહ્યું કે, GST લાગુ કરતી સમયે કેન્દ્ર સરકારનો ઈરાદો હતો કે આખરે પેટ્રોલ અને ડીઝલને પણ GSTના દાયરામાં લાવવામાં આવશે.
તેમણે કહ્યું ,"આ વાતનો પ્રાવધાન પહેલાથી જ કરવામાં આવ્યો છે કે તેને GSTમાં સામેલ કરી શકાય છે. એક માત્ર નિર્ણય જે અપેક્ષિત છે કે રાજ્યો સહમત થાય અને GST કાઉન્સિલમાં આવે અને પછી નક્કી કરે કે તેઓ ક્યા દર પર સહમત છે." સીતારમને 53મી GST કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, "એકવાર રાજ્યો કાઉન્સિલમાં સહમત થઈ જાય, તો તેમને આ નક્કી કરવું પડશે કે દર શું હશે. એકવાર આ નિર્ણય લેવામાં આવે, ત્યાકબાર કાયદામાં મૂકવામાં આવશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવશેઃ બંને ઇંધણના ભાવ ખૂબ જ ઘટી જશે નિર્મલા સીતારમણ - Allusion to Nirmala Sitharaman; Central Govt to Bring Petrol, Diesel Under GST: Prices of Both Fuels to Big Come Down - government big statement on considering petrol diesel under gst slab - GST Council Meeting