
PM નરેન્દ્ર Modi આજે સાંજે 7.15 વાગ્યે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ Oath Ceremony And Cabinet લેવા જઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વની નજર તેમના કેબિનેટ પર પણ રહેલી છે. કારણ કે આ વખતે તેઓને ગઠબંધનમાંથી પણ ઘણા નેતાઓને મોટા પદ આપવા પડશે. એવામાં અત્યાર સુધી NDA ગઠબંધનમાં રહેલી પાર્ટીઓના નેતાઓને પણ મંત્રી બનવા માટેના ફોન કોલ આવી ગયા છે. પરંતુ કોને ક્યાં પદ મળશે તેના પરથી રાત્રે જ પડદો ઉંચકાશે. મહત્વનું છે કે ભાજપ મહત્વના અને મોટા પદ પોતાની પાસે રાખી શકે છે.
મોદી સરકારમાં 2024 થી 2019 સુધી અમિત શાહથી લઈને રાજનાથ સુધીના ભાજપના વરિષ્ઠ નેતાઓ પાસે મહત્વપૂર્ણ મંત્રાલયો રહ્યા છે, પરંતુ આ કેબિનેટમાં મંત્રાલયની તસવીર બદલાઈ શકે છે. જેમાં કેટલાક નવા નેતાઓને મંત્રાલય સોંપવામાં આવશે, જ્યારે રાજનાથ સિંહ, અમિત શાહ સહિત અન્ય બીજેપી નેતાઓના મંત્રાલયો બદલવામાં આવી શકે છે.
નવી સરકારમાં NDAના અલગ-અલગ પક્ષોની ભાગીદારી અંગે આંતરિક વાતચીત ચાલી રહી છે. આમાં રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા, એકનાથ શિંદે, એન ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર સહિત અન્ય સહયોગી નેતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જોકે, કયું મંત્રાલય કોને મળશે? આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. સૂત્રોનું માનીએ તો ભાજપ પોતાની પાસે વિશેષ મંત્રાલય રાખી શકે છે. જેમાં રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયનો સમાવેશ થાય છે. શિવરાજ સિંહ, બસવરાજ બોમાઈ, મનોહર લાલ ખટ્ટરને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.
ભાજપ નેતાઓ - અમિતભાઈ શાહ • રાજનાથ સિંહ • નીતિન ગડકરી • શિવરાજસિંહ ચૌહાણ • પ્રહલાદ જોશી • જ્યોતિરાદિત્ય સિંધિયા • અર્જુન મેઘવાલ • મનોહર ખટ્ટર • સરબંદા સોનોવાલ • કિરેન રિજિજુ • અન્નામલાઈ • ઇન્દ્રજીત રાવ • રક્ષા ખડસે • કમલજીત સેહરાવત • સી આર પાટીલ • નિમુબેન બાંભણિયા
નવા એનડીએ પ્રધાનમંડળમાં ભાજપના સાથી પક્ષોના પ્રધાનો: • કે રામમોહન નાયડુ • સી પેમ્માસાની • લલ્લન સિંહ • રામ નાથ ઠાકુર • જયંત ચૌધરી • ચિરાગ પાસવાન • એચડી કુમારસ્વામી • પ્રતાપરાવ જાધવ • ચંદ્ર ચૌધરી • રામદાસ આઠવલે. આ તમામને નવા પ્રધાનમંડળમાં શપથ લેવાના ફોન આવી ગયા છે.
રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા આ સમારંભ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ શપથવિધિ સમારોહ માટે દેશભરમાં અલગ અલગ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી પણ 1,040 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ વિશ્વભરમાંથી કુલ 8000 કરતા પણ વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ તકે સુરક્ષાની વાત કરીએ તો, શપથ સમારોહની સુરક્ષામાં SPG, રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), દિલ્હી પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, અર્ધ સૈનિક દળના જવાનો, NSG, NDRFની ટીમ તૈનાત રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - PM Modi - PM MODI OATH CEREMONY AND CABINET WHO ALLOTED MAINS CABINET SECTOR