
Indian Origin And NASA Astronaut Sunita Williams Made A History : ભારતીય મૂળની નાસા અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ છેવટે બુધવારે સાંજે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટથી અંતરિક્ષ માટે ઉડ્ડાન ભરી છે. તેમણે ત્રીજા લોંચ અટેમ્પ માટે ડિઝાઈનમાં મદદ પણ કરી હતી. આ અગાઉ અનેક ટેકનિકલ મુશ્કેલીને લીધે ઉડ્ડાનના થોડી મિનિટ અગાઉ લોંચને બે વખત અટકાવવામાં આવ્યું હતું. વિલિયમ્સ તથા તેમના સહયોગી બુચ વિલ્મોર બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં ઉડ્ડાનનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી અસફળતા વચ્ચે સુરક્ષિત ઉડાન સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે
1લી જૂન 2024ના રોજ નિર્ધારિત ઉડ્ડાન ભરવાથી ચાર મિનિટ અગાઉ તેને રદ્દ કરવામાં આવ્યું હતું. કારણ કે ગ્રાઉન્ડ કમ્પ્યુટર પૈકી એક દ્વારા રોકેટમાં એક ટેકનિકલ સમસ્યાના સંકેત આપ્યા હતા. ULAએ કહ્યું કે ત્યારબાદ કોમ્પ્યુટરના તે ભાગને બદલવામાં આવ્યા હતા, જેમાં મુશ્કેલી સર્જાઈ હતી. બે લોંચ રદ્દ થવાને લીધે સ્ટારલાઈનરમાં ઘણો વિલંબ થઈ ચુક્યો છે અને તે બજેટથી ઘણું વધારે છે. કેટલાક લોકોનું કહેવું છે કે બોઈંગના વિમાનન વ્યવસાયમાં આવી રહેલી સમસ્યાની અસર તેમના અંતરિક્ષ વ્યવસાય પર પણ થઈ શકે છે. સ્ટારલાઈનર વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી લઈ જશે, જે સંકટગ્રસ્ત બોઈંગ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ તથા લાંબા સમયથી પ્રતીક્ષિત જીત હોઈ શકે છે.
વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઈટ ટેસ્ટ મિશન ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. વિલિયમ્સ, 58, ફ્લાઇટ ટેસ્ટ પાઇલટ છે, જ્યારે વિલ્મોર, 61, મિશન કમાન્ડર છે. આ મિશન પહેલા પણ ઘણી વખત પ્રભાવિત થઈ ચૂક્યું છે. ગુરુવારે બપોરે 12:15 વાગ્યે તે સ્પેસ સ્ટેશન પર પહોંચે તેવી શક્યતા છે.
બોઇંગનો ઈરાદો સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલ સાથે સ્પર્ધા કરવા માટે સ્ટારલાઇનરને મોકલવાનો છે, જે 2020 થી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના ક્રૂ સભ્યોને સ્પેસ સ્ટેશન પર મોકલવા માટે નાસાનું એકમાત્ર અવકાશયાન છે. બોઇંગ ડિફેન્સ, સ્પેસ એન્ડ સિક્યોરિટીના પ્રમુખ અને સીઇઓ ટેડ કોલ્બર્ટે કહ્યું કે, આ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ અવકાશ સંશોધનના નવા યુગની શરૂઆત છે. અમે અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે સ્પેસ સ્ટેશને લઈ જઈને ઘરે પાછા લાવવા માટે આતુર છીએ. વિલ્મોર અને વિલિયમ્સ એટલાસ વી રોકેટમાં સવાર થયેલા પ્રથમ મુસાફરો બન્યા છે. ક્રૂ મેમ્બર્સની સાથે સ્ટારલાઈનર પણ લગભગ 345 કિલો કાર્ગો વહન કરે છે. વિલિયમ્સ અને વિલ્મોર પૃથ્વી પર પાછા ફરતા પહેલા સ્પેસ સ્ટેશન પર લગભગ એક સપ્તાહ પસાર કરશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian-origin-NASA-astronaut-Sunita-Williams-made-history-again-first-woman-to-fly-in-space-for-third-time - ભારતિય મૂળની અંતરીક્ષ યાત્રી (નાસા એસ્ટ્રોનોટ્સ) સુનિતા વિલિયમ્સએ રચ્યો ઈતિહાસ