Lok Sabha Election Results 2024, Share Market Live, શેર માર્કેટ અપડેટ્સ : લોકસભા ચૂંટણી પરિણામ 2024 મતગણતરીના દિવસે શેર બજારમાં ભયંકર અસર જોવા મળી રહી છે. શરુઆતની ટ્રેન્ડમાં જ શેર બજારમા હાહાકાર મચી ગયો હતો. શેર માર્કેટ મંગળવારના સેશનમાં શેર બજારમાં મોટો કડાકો બોલાયો હતો. શરુઆતની તબક્કે સેન્સેક્સમાં 3700 અને નિફ્ટીમાં 1100 પોઈન્ટ્સનો કડાકો બોલાયો હતો.
આજે શેર બજાર લાલ નિશાન પર ખુલ્યું છે. થોડા દિવસોથી મળી રહેલી બઢતને ગુમાવીને બંને ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે સ્ટોક માર્કેટના બંને ઇન્ડેક્સ ઓલ ટાઇમ પર બંધ થયા હતા. સેન્સેક્સ 4000થી વધુ પોઈન્ટ ઘટીને 72000ની અંદર આવ્યું હતું. તે જ સમયે, NSE નિફ્ટી-50 1100થી વધુ પોઈન્ટ ઘટીને 22,100 સુધી પહોંચ્યું હતું.
ગઈકાલે એટલે કે સોમવારે, એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારની વાપસીનો સંકેત આપ્યા બાદ, શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. વૈશ્વિક બજારના સારા સંકેતો છતાં, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. આ સિવાય શેરબજારના રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા હતા.
શેરબજારમાં આજની સુનામીથી મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપ શેરોમાંથી કોઈ બચ્યું નથી. NSE પર કુલ 2595 શેર ટ્રેડ કરી રહ્યા છે. તેમાંથી 2373 લાલ નિશાન પર છે. 66માં કોઈ ફેરફાર થયો નથી. માત્ર 156 શેર જ લીલા રંગમાં રંગાયા છે. કુલ 345 શેરોમાં લોઅર સર્કિટ અને 37માં અપર સર્કિટ છે.
ભારતીય શેરબજારમાં તીવ્ર વેચવાલીથી રોકાણકારોને નુકસાન થયું, મંગળવાર, જૂન 4ના રોજ ઇન્ટ્રાડે ટ્રેડમાં તેમની સંપત્તિમાં અંદાજે ₹26 લાખ કરોડનો ઘટાડો થયો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન (mcap) સવારે 11:05 વાગ્યાની આસપાસ ₹400 લાખ કરોડ થયું. જે અગાઉના સેશનના અંતે લગભગ ₹426 લાખ કરોડ હતા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં ઘટાડાનું તોફાન છે. તેમાં 10%ની લોઅર સર્કિટ લાગી છે. એનટીપીસીમાં પણ 10 ટકાની લોઅરર સર્કિટ છે. પાવર ગ્રીડમાં પણ 9.83 ટકાનો ઘટાડો થયો છે. ઇન્ડસઇન્ડ બેન્ક પણ 9.19 ટકા તૂટ્યો છે. અદાણી ગ્રુપના શેર તૂટ્યા છે. અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટ્સ 6.50% , અદાણી એન્ટરપ્રાઈઝ 5.91%, અદાણી ગ્રીન એનર્જી 5.11% , ACC 4.52%, અદાણી વિલ્મર 3.94%, અદાણી પાવર 2.81% ઘટ્યો હતો. HDFC બેંક, રિલાયન્સ, ICICI બેંકમાં વેચવાલીથી માર્કેટમાં નબળાઈ જોવા મળી છે. HDFC બેન્ક, રિલાયન્સ, ICICI બેન્ક, LT અને SBI જેવા શેરોમાં વેચવાલીથી સેન્સેક્સ નબળો છે. ઘટાડામાં HDFC બેંકનો ફાળો 254 પોઈન્ટ છે. જ્યારે HDFC બેંકનું યોગદાન 235 પોઈન્ટ અને ICICI બેંકનું યોગદાન 177 પોઈન્ટ છે. બીજી તરફ, ટાઇટન, એશિયન પેઇન્ટ, નેસ્લે સન ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલિવર બજારને નજીવી રીતે મજબૂત બનાવી રહ્યા છે.
નોંધ : શેરબજારમાં રોકાણ જોખમ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો. Gujjunewschannel.in કોઈપણ નાણાકીય નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - india stock market Capitalaziation hits 5 trillion dollar milestone - in one year 1 trillion market cap Achieve- indian share market all time high nifty 50 cross 23300 and sensex cross 76000 all time high - Share Market News in Gujarati - stocks to buy before election result insiders scanning these 5 sectors to invest in gujarati - lok-sabha-election-exit-poll-impact-seen-on-share-market-Nifty-sensex- indian-stock-market-live-today-loksabha-election-results-2024-gift-nifty-sensex-nifty-bank-nifty-stocks-law