
ભારતમાં લગ્ન હોય કે અન્ય કોઈ ફંકશન હોય, સોનાના દાગીના ઘરની મહિલાઓની પહેલી પસંદ હોય છે. આપણા દેશમાં દરેક ઘરની મહિલાઓ પાસે થોડું સોનું હોય જ છે. ધાર્મિક દૃષ્ટિએ આપણા દેશમાં સોનાના આભૂષણો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દેશની તમામ મહિલાઓ પાસે કુલ કેટલું સોનું હશે? તો આવો આજે જાણીએ...
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ભારતીય મહિલાઓ પાસે લગભગ 24,000 ટન સોનું છે. આ સોનાને વિશ્વનો સૌથી મોટો સોનાનો ખજાનો ગણી શકાય. WGCના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય મહિલાઓ વિશ્વના કુલ સોનાના 11 ટકા જવેલરી તરીકે પહેરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા સોનાની માત્રા વિશ્વના ટોચના 5 દેશોના કુલ સોનાના ભંડાર કરતા પણ વધુ છે.
જ્યારે અમેરિકા પાસે કુલ 8000 ટન અને જર્મની પાસે 3,300 ટન સોનું છે. આ સિવાય ઈટાલી પાસે 2450 ટન, ફ્રાન્સ પાસે 2400 ટન અને રશિયા પાસે 1900 ટન સોનું છે.
ભારતમાં મહિલાઓ દ્વારા સોનાના ઉપયોગ વિશે વાત કરીએ તો, દક્ષિણ ભારતની મહિલાઓ આપણા દેશમાં સૌથી વધુ સોનાના ઘરેણાં પહેરે છે. દેશમાં હાજર કુલ સોનું 40 ટકા દક્ષિણ ભારતમાં છે, જ્યારે માત્ર તમિલનાડુ રાજ્યમાં 28 ટકા સોનું છે.
ભારતમાં ફિલ્મની હિરોઇન હોય કે મોટા ઉદ્યોગપતિઓ અથવા કોર્પોરેટ ગૃહોની મહિલાઓ, દરેકને ખાસ પ્રસંગો અને લગ્ન સમારોહમાં સોનાના દાગીના પહેરવાનું પસંદ છે. આપણા દેશમાં મોટા તહેવારો પર સોનાની ખાસ ખરીદી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને અક્ષય તૃતીયા અને દિવાળી જેવા પ્રસંગોએ સોનાનું વેચાણ થાય છે. આપણા દેશમાં મોટા ભાગના પૈસા સોનાના દાગીના પર ખર્ચવામાં આવે છે, જેની કિંમત અબજો છે. લગ્ન સમારોહમાં સોનાના દાગીના ગિફ્ટ કરવાનો ચલણ પ્રાચીન સમયથી ચાલી આવે છે. ભારતમાં સોનાના દાગીના સૌની પ્રથમ પસંદગી રહે છેે. જેમાં મોંઘા અને આકર્ષક દાગીના દરેક મહિલાઓને ગમતા હોય છે. માટે ભારતીય મહિલાઓ પાસે સોનાનું ચલણ સૌથી વધુ જોવા મળે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - today gold price in ahmedabad - 24 carat gold price in ahmedabad today - today gold price in ahmedabad, 22 carat - gold price in ahmedabad live - current gold price in ahmedabad - what is the price of gold today in ahmedabad - what is the price of gold today - happy dhanteras - dhanteras muhurat 2023 - સોનાનો ભાવ આજે અમદાવાદ - આજનો સોનાનો ભાવ - 10 ગ્રામ સોનાના ભાવ - 1 તોલા સોનાનો ભાવ આજે - 24 કેરેટ સોનાનો ભાવ - આજનો સોનાનો ભાવ ગુજરાતમાં - Today Gold Silver Price In Ahmedabad, Gujarat - Indian women have so much gold that even countries like America and France would be surprised to know