• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • સ્પોર્ટસ
  • T20 World Cup 2024નું શેડ્યુલ, ટીમ ઈન્ડિયાની મેચ ક્યારે, કોની સાથે અને ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે ? જાણો તમામ અપડેટ્સ

T20 World Cup 2024નું શેડ્યુલ, ટીમ ઈન્ડિયાની મેચ ક્યારે, કોની સાથે અને ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે ? જાણો તમામ અપડેટ્સ

10:54 AM May 30, 2024 admin Share on WhatsApp



T20 World Cup 2024: ICC T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થઈ રહી છે અને તે 29 જૂન સુધી રમાશે. ટી20 વર્લ્ડકપ માટેનું શેડ્યૂલ પણ જાહેર થઈ ચુક્યું છે. ટી20 વર્લ્ડકપ 2024માં કુલ 55 મેચ રમાશે. જે વેસ્ટઈન્ડીઝ અને યુએસએના કુલ 9 મેદાનમાં રમાશે. ટી20 વર્લ્ડકપ 2024ની શરુઆતની મેચ યુએસએ અને કેનેડા વચ્ચે 1 જૂનના રોજ રમાશે. તેમજ 26 સેમિફાઈનલ અને 27 જૂનના રોજ ફાઈનલ મેચ રમાશે. સેમિફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. T20 વર્લ્ડ કપની આ નવમી સિઝન છે અને તેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. સૌથી પહેલા 2007માં T20 વર્લ્ડ કપ રમાયો હતો. જેને ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં જીત્યો હતો. T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની બોલબાલા રહી છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે વખત ખિતાબ જીત્યો છે જ્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો માત્ર એક જ વાર ખિતાબ જીતવામાં સફળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2012 અને 2016માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ ઈંગ્લેન્ડે 2010 અને 2022માં ખિતાબ જીતીને કમાલ કર્યો હતો.  T20 World Cup Indian Team Schedual

icc mens t20 world cup 2024 fixture - T20 World Cup Indian Team Schedual - આઈસીસી  ટીટવેન્ટી વર્લ્ડ કપ 2024 માટે ઈન્ડિયન ટીમનું શેડ્યુઅલ

► T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ (T20 World Cup Winners List from 2007 to 2024)

2007 - ભારત

2009- પાકિસ્તાન    

2010- ઈંગ્લેન્ડ    

2012- વેસ્ટ ઈન્ડિઝ

2014- શ્રીલંકા

2016- વેસ્ટ ઈન્ડિઝ

2021- ઓસ્ટ્રેલિયા

2022- ઈંગ્લેન્ડ

T20 વર્લ્ડ કપનું ફોર્મેટ (What is the format for the T20 World Cup 2024)

આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. જ્યાં T-20 વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે. T-20 વર્લ્ડ કપ 1 જૂનથી 20 જૂન સુધી રમાશે. તમામ 20 ટીમોને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. ત્યારબાદ ફરી 8 ટીમોએ સુપર 8 રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.

► T20 વર્લ્ડ કપ મેચ ક્યાં શહેરમાં રમાશે?

2024 T20 વર્લ્ડ કપની મેચો 9 વેન્યૂ પર રમાશે. ડલાસ અને બ્રિજટાઉન ઉપરાંત પ્રોવિડેન્સ, ન્યૂયોર્ક, લોડરહિલ, નોર્થ સાઉન્ડ, ગ્રોસ આઈલેટ, કિંગ્સટાઉન અને તારૌબામાં મેચો રમાશે. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં આવેલું છે. આ એક એવું અસ્થાયી સ્ટેડિયમ છે જે ખાસ કરીને આ જ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

► T20 વર્લ્ડ કપ 2024 ક્યાં સ્ટેડિયમમાં રમાશે?

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગા અને બારબુડા

કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બારબાડોસ

પ્રોવિડેન્સ સ્ટેડિયમ, પ્રોવિડેન્સ, ગયાના

ડૈરેન સેમી સ્ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા

આર્નોસ વ્હેલ સ્ટેડિયમ, કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સ

બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમ, સૈન ફર્નાન્ડો, ત્રિનિદાદ એન્ડ ટોબેગો

સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક, લોડરહિલ, ફ્લોરિડા, અમેરિકા

ગ્રાન્ડ પ્રીરી સ્ટેડિયમ, ડલાસ (ટેક્સાસ), અમેરિકા

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, લોન્ગ આઈલેન્ડ (ન્યૂયોર્ક), અમેરિકા

► T20 વર્લ્ડ કપમાં ટાઈ થઈ તો સુપર ઓવર થશે!

જો T20 વર્લ્ડ કપની મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્યાં સુધી સુપર ઓવર રમાશે જ્યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય.

► વરસાદ પડે તો મેચનું શું થશે?

જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. DLS માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 માટે DLS નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવરની મેચ રમાઈ હોય. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવું અનિવાર્ય છે.

 

► T20 વર્લ્ડ કપમાં થશે 'સ્ટોપ ક્લોક' નિયમનો ઉપયોગ

આ વખતે T20 વર્લ્ડ કપમાં 'સ્ટોપ ક્લોક' નિયમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમ પ્રમાણે દરેક ઈનિંગનો સમય 1 કલાક 25 મિનિટનો રહેશે અને 20 મિનિટનો ઈન્ટરવલ રાખવામાં આવ્યો છે. વિશેષ પરિસ્થિતિને છોડીને મેચ 3 કલાક 10 મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

 

► T20 વર્લ્ડ કપ 2024માં કઈ ટીમોનો સમાવેશ 

T20 વર્લ્ડ કપ 2024માં આ વર્ષે 20 ટીમો ભાગ લઈ રહી છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને USA ઉપરાંત આઠ સર્વશ્રેષ્ઠ ટીમો- ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ છે જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે પણ T20I ટીમ રેન્કિંગના માધ્યમથી પોતાનું સ્થાન T20 વર્લ્ડ કપમાં હાંસલ કર્યું છે. આ ઉપરાંત આયર્લેન્ડ અને સ્કોટલેન્ડે યુરોપિયન ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે કેનેડાએ અમેરિકા ક્વોલિફાયર જીત્યું હતું. નેપાળ અને ઓમાન એશિયા ક્વોલિફાયરથી આગળ વધી છે, જ્યારે આફ્રિકામાંથી નામિબિયા અને યુગાન્ડા બે ક્વોલિફાઈંગ ટીમો હતી. પાપુઆ ન્યુ ગિનીએ પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયર જીતીને T20 વર્લ્ડ કપ 2024માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

► પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે 

ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટના વધારાના સમય ઉપરાંત વિશેષ સ્થિતિમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઈનલ માટે માત્ર 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ બીજા દિવસે મેચ નહીં રમશે. કારણ કે ફાઈનલ 29મી જૂને છે અને બીજી સેમીફાઈનલ મેચ 27મી જૂને રમાશે. તેથી 28 જૂનના રોજ ટીમ ટ્રાવેલ કરીને પોતાના વેન્યૂ પર પહોંચી શકે છે. 

► ભારતમાં કેટલા વાગ્યે લાઈવ જોઈ શકાશે મેચ?

ભારતીય ટીમની મેચો T20 વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. આ ઉપરાંત પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટીવીમાં Star Sports Network પર મેચનું લાઈવ પ્રસારણ નિહાળી શકાશે. તો મોબાઈલમાં Disney+Hotstar ની એપ પર લાઈવ મેચ નિહાળી શકાશે.

 

► દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે

20 ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. તમામ 20 ટીમને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8માં એન્ટ્રી કરશે. ત્યારબાદ તમામ 8 ટીમને 4-4 ગ્રુપમાં વહેંચવામાં આવશે, સુપર-8 સ્ટેજમાં બંન્ને ગ્રુપની 2-2 ટોપ ટીમને સેમિફાઈનલમાં એન્ટ્રી મળશે.

► T20 વર્લ્ડ કપ 2024માં ઈન્ડિયન ટીમનું શેડ્યુઅલ | T20 World Cup Indian Team Schedual

5 જૂન- ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

9 જૂન- ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

12 જૂન- ભારત Vs યુએસએ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

15 જૂન - ભારત Vs કેનેડા, ફ્લોરિડા, સમય- રાત્રે 8:00 વાગ્યે

T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Schedual - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team India Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team - T20 World Cup Indian Team Schedual

► સુપર-8 અને નોકઆઉટનું શેડ્યૂલ 

• બુધવાર, 19 જૂન, 2024 – A2 vs D1

• બુધવાર, 19 જૂન, 2024 – B1 vs C2

• ગુરુવાર, 20 જૂન, 2024 – C1 vs A1

• ગુરુવાર, 20 જૂન, 2024 – B2 vs D2

• શુક્રવાર, 21 જૂન , 2024 – B1 vs D1

• શુક્રવાર, 21 જૂન , 2024 – A2 vs C2

• શનિવાર, 22 જૂન , 2024 – A1 vs D2

• શનિવાર, 22 જૂન, 2024 – C1 vs B2

• રવિવાર, 23 જૂન , 2024 – A2 vs B1

• રવિવાર, 23 જૂન, 2024 – C2 vs D1

• સોમવાર, 24 જૂન , 2024 – B2vs A1

• સોમવાર, 24 જૂન, 2024 – C1 vs D2

► સેમિફાઇનલ અને ફાઇનલ મેચ

• બુધવાર, 26 જૂન, 2024 – સેમી 1, ગયાના

• ગુરુવાર, 27 જૂન, 2024 – સેમી 2, ત્રિનિદાદ

• શનિવાર, 29 જૂન 2024 – ફાઇનલ, બાર્બાડોસ


gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/Follow Us On google News Gujju News Channelhttps://t.me/gujjunewschannel

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Schedual - T20 World Cup 2024 first match -  T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team India Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team - T20 World Cup Indian Team Schedual



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

મલાઈકાએ જેકેટ ખોલીને આપ્યા કિલર પોઝ, તેેના સેક્સી ફોટોએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

  • 05-07-2025
  • Gujju News Channel
  • AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની શા માટે કરાઈ અટકાયત ? પોલીસની કાર્યવાહી સામે સમર્થકોમાં રોષ
    • 05-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 જુલાઈ 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-07-2025
    • Gujju News Channel
  • Gold Silver Rate : સોના-ચાંદીમાં અચાનક ઘટાડો, જાણો આજનો ભાવ શું છે ?
    • 04-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 જુલાઈ 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-07-2025
    • Gujju News Channel
  • ગુજરાતને ધમરોળશે મેઘરાજા, છ દિવસ પડશે 10 ઈંચ વરસાદ, અંબાલાલની ડરામણી આગાહી
    • 03-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 જુલાઈ 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-07-2025
    • Gujju News Channel
  • અમદાવાદમાં કેજરીવાલ ગર્જયા, કહ્યું, "કોંગ્રેસ ભાજપ બંન્ને પ્રેમી-પ્રેમિકા છે, બહાર અલગ હોવાનો ડોળ કરે છે અંદરથી એક"
    • 02-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-07-2025
    • Gujju News Channel
  • ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, જૂનમાં GSTની આવક 6100 કરોડ રૂપિયાને પાર
    • 01-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us