Indian Cricket Team Head Coach : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ મામલે ગંભીરનો સંપર્ક કર્યો છે. ભારતીય બોર્ડ ગંભીર પાસેથી જાણવા માંગે છે કે, શું તે ભારતીય ટીમનો મુખ્ય કોચ બનવા માંગે છે? ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ આગામી T20 વર્લ્ડ કપ સુધીનો છે. BCCIએ તાજેતરમાં કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા ભૂતપૂર્વ ખેલાડીઓ 27મી મે સુધી અરજી કરી શકે છે.
ESPN cricinfo અનુસાર, BCCIએ ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે અને પૂછ્યું છે કે શું તેને આ નોકરીમાં રસ છે. ગંભીર હાલમાં IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સનો મેન્ટર છે. IPL 2024 ના અંત પછી BCCI અને ગંભીર વચ્ચે વધુ ચર્ચા થવાની અપેક્ષા છે. IPL ફાઇનલ 26 મેના રોજ રમાશે જ્યારે કોચના પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ IPL ફાઇનલના એક દિવસ પછી છે.
રિપોર્ટ અનુસાર રાહુલ દ્રવિડ પોતાનો કાર્યકાળ વધારવા માંગતો નથી. તેણે પોતાના નિર્ણય અંગે બીસીસીઆઈને જાણ કરી છે. 42 વર્ષીય ગૌતમ ગંભીરને આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી. તેણે આઈપીએલની બે ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ ઈન્ચાર્જ તરીકે સેવા આપી છે. ભૂતપૂર્વ ડાબોડી ઓપનર ગૌતમ ગંભીર 2022 અને 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો જ્યારે તે 2024માં KKRનો મેન્ટર બન્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ, KKR એ IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. KKR નંબર વન પર રહીને પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - T20 World Cup 2024 Latest News - T20 World Cup 2024 Match Day - T20 World Cup 2024 first match - T20 World Cup 2024 news - when T20 World Cup 2024 will start - when is T20 World Cup 2024 starting - T20 World Cup મેચ 2024 - T20 World Cup મેચ લાઇવ - T20 World Cup સ્કોર - T20 World Cup ક્યારે ચાલુ થશે - T20 World Cup માટે Team Indiaની સંભવિત Playing XI - ICC-Mans T20 world cup 2024 Indian Team australian Team Newzeland Team - south africa team announced - Indian Cricket Team Head Coach Gautam Gambhir In Gujarati Sports News