
Indian Students Situation in Canada: ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડા જવાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ભારતીયોએ તો ભારે રૂપિયા ખર્ચીને કેનેડા અને અમેરિકા ઉપડી રહ્યાં છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. કેનેડા ગયેલાં ભારતીયોની હાલત હાલ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને અહીંથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં ગુજરાતીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. આ દેશમાં ભારતીયો અને બીજા વિદેશી સ્ટુડન્ટની સંખ્યા રેકોર્ડ લેવલ પર છે પરંતુ કેનેડામાં બેરોજગારી (Unemloyment In Canada)એ અને મોંઘવારી (Inflation in Canada)એ ભરડો લીધો છે અને તેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. ખાસ કરીને જેઓ નાણાકીય રીતે સદ્ધર નથી તેમની હાલત ખરાબ છે અને પૂરતા પ્રમાણમાં રાશન પણ ખરીદી શકતા નથી. કેનેડામાં મકાન (Housing Crisis)ની પણ ખુબ જ અછત છે. જેના લીધે ત્યાં રહેવા માટે ભાડે મકાન પણ મળી રહ્યા નથી. અનેક લોકો બેઘર અથવા સેલરમાં રહેવા મજબુર બન્યા છે. હવે કેનેડામાં જતા પહેલાં તમે 10 વાર વિચાર કરશો. લોકો રિટર્ન આવવા માગે છે પણ લાખોનું દેવું કરીને વિદેશ ગયા હોવાથી ઘરે કંઈ રીતે રીટર્ન આવવું એ મુશ્કેલીમાં છે.
ઉચ્ચ અભ્યાસ અને પૈસા કમાવવા માટે ભારતીયોમાં કેનેડાની હોડ લાગેલી રહે છે. એમાંય ખાસ કરીને ગુજરાતીઓ તો ભારે રૂપિયા ખર્ચીને કેનેડા અને અમેરિકા ઉપડી રહ્યાં છે. પણ હવે સ્થિતિ બદલાઈ છે. કેનેડા ગયેલાં ગુજરાતીઓની હાલત હાલ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને અહીંથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલાં ગુજરાતીઓની સ્થિતિ વધુ કથળી રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેનેડામાં હવે પહેલાની જેમ છૂટથી જોબ નથી મળતી. જોબ માર્કેટ બહુ ટાઈટ છે અને ઈમિગ્રેશનમાં એટલો બધો વધારો થયો છે કે નીચા પગારની જોબ લેવા માટે પણ પડાપડી થાય છે. તેથી આવી જોબ શોધવી અને પછી તેના આધારે ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. કેનેડામાં છેલ્લા 67 વર્ષમાં સૌથી વધુ ઝડપથી વસતી વધારો થયો છે. પરંતુ જોબ માર્કેટમાં એટલો વધારો નથી થયો. તેથી બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. તાજેતરમાં બેરોજગારી(Unemloyment In Canada)નો આંક 6.1 ટકા નોંધાયો હતો અને અનુભવી ન હોય તેવા યુવાન સ્ટુડન્ટ્સમાં તો બેરોજગારીનો દર 12 ટકાથી પણ વધુ છે. હાલમાં બધી જગ્યાએ ઈમિગ્રન્ટ દેખાઈ રહ્યા છે જેના કારણે સિઝનલ વર્કર અને વિદેશી સ્ટુડન્ટનો સપ્લાય વધી ગયો છે અને તેની સામે જોબ ઉપલબ્ધ નથી.
કેનેડામાં હાલમાં લગભગ 10 લાખ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે જેમાંથી મોટા ભાગના નીચા પગારની, પાર્ટ ટાઈમ જોબ કરે છે. ક્યાંય પણ જોબ ઓપનિંગ હોય તો ઢગલાબંધ સ્ટુડન્ટ તે જોબ લેવા માટે પહોંચી જાય છે અને લાઈન લગાવે છે. કોઈ જગ્યાએ કેશિયરની સામાન્ય જોબ હોય તો પણ તેના માટે ઘણા બધા ઉમેદવારો આવી જાય છે. આ દરમિયાન કેનેડામાં મોંઘવારી પણ વધી છે અને ઘણા ભારતીય સ્ટુડન્ટને મકાનના ભાડા, ભોજનનો ખર્ચ કે ટ્રાન્સપોર્ટેશન પોસાતું નથી.
ઈન્ડિયાથી ગયેલી એક વિદ્યાર્થીએ કહ્યું કે, કેનેડામાં અત્યારે રહેવું પોસાતું નથી અને જોબની તક સતત ઘટતી જાય છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ અહીં તગડી ફી ભરીને આવે છે અને પછી હાઉસ રેન્ટનો બોજ પણ ભારે પડે છે. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ નાણાકીય પ્રેશરમાં આવી ગયા છે. તે કહે છે કે મારા સર્કલમાં ઘણા સ્ટુડન્ટ એકથી વધુ પાર્ટટાઈમ જોબ લેવા લાગ્યા છે કારમ કે તેમને ડોલરની જરૂર છે. મારા કેટલાક મિત્રો પૂરતા પ્રમાણમાં ગ્રોસરી ખરીદી શકતા નથી અને માત્ર ખપ પૂરતી ખરીદી કરીને ચલાવે છે. કેટલીક વખત તો ગ્રોસરી ખરીદ્યા પછી નાણાં ન હોવાના કારણે તેમણે માલ પાછો રાખી દેવો પડે છે.
ભારતમાંથી સૌથી વધુ માઈગ્રેશન પંજાબમાંથી થાય છે અને એ પછી ગુજરાત, કેરળ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. ઘરેથી ફોન આવે ત્યારે મોટા ભાગના ઘરના ચિંતા ના કરે એ માટે બધુ ઠીક-ઠાક છે એવો જ જવાબ આપતા જોવા મળે છે. પરંતુ રોજબરોજની નોકરીની તલાશ અને સંઘર્ષ અહીં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાબત બની ગઈ છે. આ અંગે વાત કરતાં એક એજન્ટ જણાવે છે કે ઘણાં પૂરતા પૈસા કમાઈને પણ ઘણાં પાછા આવી રહ્યા છે.
કેનેડામાં અત્યારે ૩,૪૫,૦૦૦ મકાનોની અછત સામે નવા વિદ્યાર્થીઓમાં ૩૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ તો સાવ મશીન જેવા થઈ ગયા છીએ. જેવું વીડિયોમાં જોયું હતું એવું જ કેનેડા છે પરંતુ વધુ ઊંડા ઊતરીએ તો અહીંનું જીવન ખૂબ જ સંઘર્ષ ભર્યું છે. નોકરીઓ છે નહીં અને રહેવા- 5. જમવાના સામાન્ય ખર્ચ પણ વધારે મોંઘા છે. આવી સ્થિતિમાં અહીં રહેવું ખૂબ કપરું છે. એક નાનકડી નોકરી માટે પણ સવારથી યુવાનોની લાંબી લાઈનો લાગેલી હોય છે. એમાંય માંડ ચાર-પાંચ જણાને કામ મળે છે.' આમ પોતાની આપવીતી જણાવતા યુવાન આગળ વાત કરે છે કે તમે અહીંની જમીન પર ઉતરો પછી તમને ખબર પડે છે કે તમારે રહેવાનું ક્યાં છે ? ભણવાનું ક્યાં છે? કામચલાઉ રીતે કોઈ મોલના એક રુમમાં ચાલતી દુકાન જેવી કોલેજોમાં હાજરીનું કોઈ મહત્ત્વ નથી હોતું પરંતુ તેની સામે કામ મળવું અહીં ખૂબ મુશ્કેલ છે.
કેનેડામાં ગુજરાતીઓ ઉચ્ચ અભ્યાસનું બહાનું કાઢીને મેઈન તો રૂપિયા કમાવવા માટે જ જતા હોય છે. જોકે, એ વાત હવે ત્યાંની સરકાર પણ સમજી ગઈ છે. તેથી કેનેડામાં હવે ગુજરાતી વિદ્યાર્થીઓની સ્થિતિ વિકટ બની છે. આ વિદ્યાર્થીઓને રહેવા, ખાવા અને હરવા ફરવા અથવા ત્યાંના લોકલ લેવલ પર ક્યાંય જવા આવવાની પણ સમસ્યા સર્જાય છે. ખાસ કરીને મોંઘવારી, નોકરી અને રહેવાની અછતના કારણે ગુજરાતથી કેનેડા ગયેલાં વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યાં છે. પરંતુ મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે ત્યાંથી ઈન્ડિયા પરત આવવા માટે ઘણા વિદ્યાર્થીઓ પાસે ટિકિટના પૈસા પણ નથી. અને ત્યાં જીવન ગુજરાન પણ કરી શકતા નથી. એવામાં અહીંથી જો તમે લોન લઈને કેનેડા ભણવા જવાનું અને ત્યાં સેટ થવાનું વિચારતા હોય તો તમારી ફરી વિચાર કરવો જોઈએ..
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - wildfire canada - Canadas Latest News In Gujarati - Gujju news channel - Abroad Latest News In Gujarati - NRI Latest News In Gujarati - in canada due to inflation lack of jobs housing high Price rationing - Unemloyment Immigrates Suffers A lot and most gujaratis return To india - Canada - Canada india News - Gujarat and Canada - Gujarati in canada - Canada Inflation - Canada Home crisis - Gujarat Students Canada Latest News in Gujarati - Unemloyment In Canada