
SBI FD Interset Rates Hikes : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકો માટે મોટા સમાચાર આપ્યા છે. બેન્કે એફડી પર મળતા નવા વ્યાજ દર (fixed deposit interest rates)ની જાહેરાત કરી દીધી છે. જે આપની ઈન્કમ વધારવામાં મદદ કરશે. SBIએ 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર ગ્રાહકો માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ નવા FD દરો 15 મે, 2024 થી ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યા છે. ફિક્સ્ડ ડિપોઝિટ પર SBIના નવા વ્યાજ દરોથી ગ્રાહકોને 0.75 ટકા સુધીનો ફાયદો થશે.
SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે અને આ વધારો રૂ. 2 કરોડ સુધીની છૂટક થાપણો અને રૂ. 2 કરોડથી વધુની બલ્ક ડિપોઝીટ પર કરવામાં આવ્યો છે. FD પરના નવા વ્યાજ દરો આજથી લાગુ થઈ ગયા છે. બેંકે FD વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. હવે તેને 4.75 ટકાથી વધારીને 5.50 ટકા કરવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંકે આ સમયગાળા માટે FD પર વ્યાજ દર 5.25% થી વધારીને છ ટકા કર્યો છે.
SBIએ 46 દિવસથી 179 દિવસ, 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસની 1 વર્ષથી ઓછી મુદતવાળી FD પરના વ્યાજ દરમાં 0.25 થી 0.75 ટકાનો વધારો કર્યો છે. SBIએ છેલ્લે 27 ડિસેમ્બર, 2023ના રોજ FD પર વ્યાજ દરમાં વધારો કર્યો હતો.
• SBIએ 46 દિવસથી લઈને 179 દિવસની મુદત માટેના વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. પહેલા વ્યાજ દર 4.75 ટકા હતો જે હવે વધીને 5.50 ટકા થયો છે.
• FD પર 180 દિવસથી 210 દિવસ સુધી 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે. જેમાં વ્યાજ દર 5.75 ટકાથી વધીને 6 ટકા થયો છે.
• 211 દિવસથી લઈને 1 વર્ષ સુધીની FD પર 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો પણ થયો છે. આના પર વ્યાજ 6 ટકાથી વધીને 6.25 ટકા થશે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વ્યાજ 6.50 ટકાથી વધીને 6.75 ટકા થશે.
જો કોઈ વ્યક્તિ 2 કરોડ રૂપિયાથી વધુની FD કરે છે તો તેના પર પણ વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 3 વર્ષથી 7 વર્ષની થાપણો પર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ સમયગાળા કરતા વધુ સમય માટે FD કરે છે, તો તેને વધારાનો લાભ નહીં મળે.
- 7 દિવસથી 45 દિવસ સુધી 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર હવે વાર્ષિક 5 ટકાથી વધીને 5.25 ટકા થઈ ગયો છે.
- 46 દિવસથી 179 દિવસ માટે 50 બેસિસ પોઈન્ટ વધારીને 5.75 ટકાથી વધીને 6.25 ટકા થઈ ગયો છે.
- 180 દિવસથી 210 દિવસની FD પર વ્યાજ 6.5 થી વધીને 6.6 ટકા થયું છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - SBI FD Interset Rates Hikes : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એફડી પર મળતા નવા વ્યાજ દર વધાર્યા -SBI fixed deposit interest rates Hike - SBI FD rate hike: State Bank of India raises fixed deposit