
Earn Easy Money At Home : આજના આધુનિક અને ઝડપી યુગમાં અનેક લોકો ઘરે બેઠા લાખો રુપિયાની કમાણી કરે છે. આજકાલ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન હોય છે અને આખો દિવસ તેના પર આંગળીઓ ફેરવવામાં ઘણો સમય પસાર થાય છે. જો તમે પણ મોબાઈલ પર માત્ર રીલ્સ જોવામાં કલાકો પસાર કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવો જાણીએ મોબાઈલ ફોન દ્વારા ઘરે બેઠા પૈસા કમાવવાની કેટલીક રીતો વિશે જાણીએ. Work From Home For Women - મહિલાઓ માટે ઘરે બેઠા બિઝનેસ - Packaging Bussiness - વર્ક ફ્રોમ હોમ - Work From Home Business idea For women girls | મહિલાઓ માટે ઘરે બેઠા પૈસા કમાવવાની રીત
આ પણ વાંચો : ઘરે બેઠા કમાણી કરવી છે ? પરિણીત કે અપરિણીત મહિલા કરી શકે છે આ કામ...
1. POSP તરીકે વીમાનું વેચાણ કરો:- POSP અથવા પોઈન્ટ ઓફ સેલ્સપર્સન બનવું અને ઈન્સ્યોરન્સનું વેચાણ વિદ્યાર્થીઓ માટે આકર્ષક પાર્ટ ટાઈમ નોકરી હોઈ શકે છે. POSP એ વીમા એજન્ટ છે જે વીમા કંપની સાથે તેમના વીમા ઉત્પાદનોને ઑનલાઇન વેચવા માટેનું કામ કરે છે. તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તમે ધોરણ 10 પૂર્ણ કર્યું હોવું જોઈએ. તમારે IRDAI દ્વારા આપવામાં આવતી 15-કલાકની ફરજિયાત તાલીમ પણ પૂર્ણ કરવી પડશે. તમારી આવક તમે કેટલી પોલિસીઓ વેચો છો તેના પર નિર્ભર રહેશે. જેથી, તમે જેટલી વધુ પોલિસીઓ વેચશો, તેટલી વધુ આવક તમે મેળવશો. જો તમારી પાસે વેચાણ અંગેની યોગ્યતા છે, તો તમે તેને બાદમાં ફુલ ટાઈમની નોકરી તરીકે ચાલુ રાખી શકો છો.
2. એપ્લિકેશન સોફ્ટવેર ડેવલપર:- આજકાલ નવા-નવા ફીચર્સ સાથે સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્સ લોંચ થતા રહે છે. જેના કારણે એપ્સ અને સોફ્ટવેર ડેવલપર્સની ઘણી માંગ છે. તમે ઓનલાઈન એપ ડેવલપમેન્ટ દ્વારા પણ પૈસા કમાઈ શકો છો. કેટલીક કંપનીઓ આવા પ્રોજેક્ટ આપે છે. આના દ્વારા તમે દર મહિને 20,000થી 30,000 રૂપિયા કમાઈ શકો છો. નવા સોફ્ટવેર ડેવલપિંગ આઇડિયા, નવી એપ્લિકેશન ડિઝાઇન અને પ્રોગ્રામ્સ, ફીચર્સ જનરેટ કરી શકાય છે.
3. ઓનલાઈન એકાઉન્ટન્ટ:- ઓનલાઈન એકાઉન્ટન્ટની નોકરીની હાલ સૌથી વધુ માંગ છે. કંપનીઓ સાથે ટાઈઅપ કરીને તેમના એકાઉન્ટ્સ હેન્ડલ કરી શકો છો. ઘરે બેસીને તમે કોઈપણ કંપનીનું એકાઉન્ટ ઓનલાઈન હેન્ડલ કરી શકો છો. આ માટે કંપનીઓ દર મહિને 15,000થી 20,000 રૂપિયા આપે છે. આ માટે લેટેસ્ટ એકાઉન્ટિંગ સોફ્ટવેરનું જ્ઞાન હોવું જરૂરી છે. ઘણા એકાઉન્ટિંગ સોફ્ટવેર ઓનલાઈન ઉપલબ્ધ છે.
4. વ્યક્તિગત નાણાં સલાહકાર:- તમે પર્સનલ ફાઈનાન્સ એડવાઈઝર બનીને કમાણી કરી શકો છો. આ માટે તમારે લેપટોપ અને ઇન્ટરનેટની જરૂર પડશે. ઘણી મોટી કંપનીઓ આમાં સામેલ છે. આમાં તમારે ક્લાયન્ટને મળવું પડશે, મુસાફરી કરવી પડશે અને કોન્ફરન્સમાં હાજરી આપવી પડશે.
5. શેરબજાર:- ઓનલાઇન તમે શેરોની લેવેચ કરી ને પૈસા કમાઈ શકો છો. સ્વાભાવીક રીતે જ એના માટે તમારી પાસે રોકાણ કરવાની મૂડી હોવી જોઈએ અને સાથેસાથે શેરબજારનું જ્ઞાન. જો કે આ માર્ગે પૈસા કમાવવામાં તમે કરેલું રોકાણ ધોવાઈ જવાનું જોખમ રહેલું છે.
6. વેબસાઈટ પર સર્વેના ફોર્મ ભરીને:- ઘણી વેબસાઇટો અને એપ્લિકેશનો સર્વે કરવાના કે કોઈ ટેસ્ટ કરવાના પૈસા આપતી હોય છે, તમે એવી વેબસાઇટો શોધી ને તેમની સાથે જોડાઈ શકો છો. આમાં તમારે કોઈ મૂડી રોકવાની જરુર નથી અને નથી તો કોઈ વિશેષ જ્ઞાનની જરુર. અને કેમક્દ્ તમે ખિસ્સામાંથી કોઈ પૈસા મૂક્યા નથી તમારું જોખમ શૂન્ય છે. અહીં થોડીક સર્વેે વેબસાઈટના નમુના આપ્યા છે. જેવી કે Toluna , MyLead , Valued Opinions , IPanelOnline , Swagbucks વગેરે..
7. ગિફ્ટકાર્ડ, રિવોર્ડ, નાણાં:- તેવી અનેક વેબસાઇટ હોય છે જેની પર તમે રજીસ્ટ્રર કરીને તમે ગ્રીફ્ટ રૂપે નાણાં, કે ગિફ્ટ કે ગિફ્ટ વાઉચર મેળવી શકો છો. સ્વાગબક્સ ડોટકોમ એક પ્રસિદ્ધ વેબસાઇટ છે. જેમાં તમે ફ્રીમાં રજિસ્ટર થઇને કમાણી શરૂ કરી શકો છો. તેમને આમાં પૈસા તો ઓછા મળશે પણ જીવનજરૂરી વસ્તુઓ જેવી કે મોબાઇલ, હાર્ડ ડિસ્ક, મગ, ટીશર્ટ જેવી ગિફ્ટ મળતી રહેશે.
8. યૂટ્યૂબ વિડિયો:- આ માટે તમારે ગૂગલ પર એકાઉન્ટ બનાવું પડશે. પછી ગૂગલ એડ્સ પર તમારે તમારું તમામ વિવરણ આપવું પડશે. તે પછી આ જ ગૂગલ એકાઉન્યથી તમે યૂટ્યૂબ, youtube.com પર એક ચેનલ બનાવો. હવે હેન્ડીકેમ કે મોબાઇલ કેમેરા કે ડિઝિટલ કેમેરાથી રોચક વિષયો પર વિડિયો બનાવી તેને એડિટ કરી અપલોડ કરો. જેમ જેમ આ વિડિયોના વ્યૂઅર વધશે અને તમારી ચેનલ પ્રસિદ્ધ થશે તેમ તમારી ચેનલ માટે વિજ્ઞાપન આવતા જશે અને તે બાદ ગૂગલ તમને આ માટે પેમેન્ટ પણ આપવાનું શરૂ કરશે. જેટલા વધુ વ્યૂઅર તેટલા વધુ પૈસા.
9. ફ્રિલાન્સિંગ અને અનુવાદ:- ફિલાન્સર એટલે કે વિભિન્ન વેબસાઇટ માટે લેખક તરીકે અને અનુવાદક એટલે કે વિભન્ન વેબસાઇટમાં અનુવાદક તરીકે તમે કામ કરીને સરળતાથી મહિનાના 10 થી 15 હજાર રૂપિયા કમાઇ શકો છો. લેખકા ડોટ કોમ જેવી અનેક વેબસાઇટ કે પછી ટ્રાંસ્લેટર ગ્રુપ જેવા ફેસબુકના ગ્રુપમાં જોડાઇને તમે આ કામ કરી શકો છો.
10. પ્રોડક્ટ ટ્રાયલ:- અનેક કંપનીઓ તેમના ઉત્પાદનને બજારમાં ઉતારતા પહેલા લોકોને ટ્રાયલ માટે આપે છે. ફ્રીબી ટ્રેડિંગ દ્વારા તમે આ કંપનીઓ સાથે જોડાઇ શકો છો. આમાં તમે સાઇન અપ કર્યા બાદ આ કંપની તમને તેમનો પ્રોડક્ટ મોકલશે. તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને પોતાનો મંતવ્ય આપો. વધુમાં કંપની તમારા રિવ્યૂ માટે તમને નાણાં પણ આપી શકે છે. આવી કેટલીક વેબસાઈટ છે - Free Netflix trial, emusic.com
11. ઓનલાઈન શિક્ષણ (ટ્યૂટરિંગ) શરૂ કરો:- ઓનલાઈન પૈસા કમાવવાની એક સરળ રીત એ છે કે તમારું થોડું જ્ઞાન વહેંચવું. તમે શાળાના બાળકોને શીખવવા માંગતા હોવ અથવા કંઈક નવું શીખવા માંગતા પુખ્ત વયના લોકો માટે અભ્યાસક્રમો પૂરા પાડવા માંગતા હો, તમારે ફક્ત ઝડપી ઇન્ટરનેટ કનેક્શનના ઍક્સેસની જરૂર છે. તમે Udemy,,SkillShare, અથવા Coursera જેવા વર્ચ્યુઅલ ટ્યુટરિંગ મંચ સાથે સાઇન અપ કરી શકો છો અથવા તમારા ઑનલાઇન ટ્યુટરિંગ ક્લાસનું પ્રસારણ કરવા માટે મિત્રો અને સંબંધી વર્તુળો સુધી સોશિયલ મીડિયા પર પહોંચી શકો છો. આમાં બહુ ઓછું નાણાકીય રોકાણ સામેલ છે, જો કે તમારે અમુક શિક્ષણ કૌશલ્યોને ધારદાર બનાવવાની જરૂર પડશે. અને તમારી કુશળતાના સ્તર અને વિષયના આધારે, તમે પ્રતિ કલાક રૂ.200-500 સુધીની કમાણી કરી શકો છો. તમે આ પાર્ટ-ટાઇમ ચાલુ રાખી શકો છો અથવા જો તમે તેના માટે યોગ્યતા દર્શાવો છો, તો તમારા અભ્યાસના ક્ષેત્રમાં શિક્ષણની નોકરીઓ પણ શોધી શકો છો.
12. ડેટા એન્ટ્રીનું કામ શોધો:- રોકાણ વિના ઓનલાઈન પૈસા કમાવા માંગતા વિદ્યાર્થીઓ માટે બીજો વિકલ્પ એ ડેટા એન્ટ્રી જોબ છે. કારણ કે તે નમ્યતા પ્રદાન કરે છે, આ પાર્ટ-ટાઇમ કામ માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તમારે Freelancer, Data Plus, Axion Data Entry Services અથવા Guru, જેવી વિશ્વસનીય વેબસાઇટ પર નોંધણી કરવાની જરૂર છે અને તમે વિશ્વભરની કંપનીઓ પાસેથી ડેટા એન્ટ્રીનું કામ લેવાનું શરૂ કરી શકો છો. જો કે, તમારી એકાઉન્ટ વિગતો ટ્રાન્સફર કરતા પહેલા તેમની કાયદેસરતા તપાસવાનું યાદ રાખો. કઈ જરૂરિયાતો છે? - તમારી પાસે કમ્પ્યુટરનો ઍક્સેસ હોવો જરૂરી છે, તેમજ એક્સેલ અને અન્ય માઇક્રોસોફ્ટ ટૂલ્સની સારી જાણકારી હોવી જરૂરી છે. કેટલી કમાણી તમે કરી શકો છો? - ડેટા એન્ટ્રી જોબ સાથે, તમે પ્રતિ કલાક રૂ. ₹300 થી ₹રૂ. 1,500 કમાઈ શકો છો. શું તમે આ નોકરી ચાલુ રાખી શકો છો? – સામાન્ય રીતે ડેટા એન્ટ્રી જોબ પાર્ટ-ટાઇમ કરવામાં આવે છે.
13. સોશિયલ મીડિયા માર્કેટિંગ:- આજકાલ, મોટાભાગના લોકો સોશિયલ મીડિયા યૂઝ કરે છે, તેથી કંપનીઓ પણ તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેવામાં જો સોશિયલ મીડિયા પર તમારી રીચ સારી છે, તો તેને થોડી વધુ વધારવાનો પ્રયાસ કરો. આ પછી, તમે કંપનીના ઉત્પાદનોનો પ્રચાર કરીને પણ પૈસા કમાઈ શકો છો. સોશિયલ મીડિયા માર્કેટિંગને લગતા ઘણા ઓનલાઈન કોર્સ પણ ઉપલબ્ધ છે જેમાંથી તમે આ કામ સરળતાથી શીખી શકો છો.
14.ખુદનો બ્લોગ શરુ કરો:- જો તમે કોઈ બીજા માટે અથવા આપેલા વિષય પર લખવાનું પસંદ નથી, તો તમે તમારો પોતાનો બ્લોગ પણ શરૂ કરી શકો છો. આ માટે, blogger.com જેવી ઘણી વેબસાઇટ્સ તમને મફતમાં સુવિધા પૂરી પાડે છે. આના પર તમને પેજ વ્યૂ અનુસાર પૈસા આપવામાં આવે છે. તમારો પોતાનો બ્લોગ શરૂ કરવા પર, શરૂઆતમાં તમારે તમારા પેજ પર વ્યૂજ મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે. આ પછી, તમે Google Adsense સાથે તમારા પેજ પર જાહેરાતો મૂકીને પૈસા કમાઈ શકો છો.
15.ઘરે બેઠા રેડીમેડ કપડાનો બિઝનેસ:- કોઈ પણ જગ્યાએ ગયા વગર ઘર બેઠા રેડીમેડ કપડાનો બિઝનેસ આરામથી શરુ કરી શકાય છે. તમે ઓનલાઇન હોલસેલ ભાવે કપડાંની ખરીદી કરી ડિજિટલ માર્કેટિંગ કરીને ઓનલાઇન કપડાનો સ્ટોર શરુ કરી શકો છો. જે તમે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, શેરચેટનો ઉપયોગ કરી શકો છો. તમે કપડાના બિઝનેસ માટે આકર્ષિક વેબસાઈટ બનાવી શકો, અને તેના દ્વારા ઓનલાઇન ગ્રાહકો સુધી પહોંચી શકો છો. ઓનલાઇન ખરીદી ને કારણે તમે એમેઝોન, ફ્લિપકાર્ટ, આજીઓ, મિન્ત્રા,મિશો જેવી ફેશન એપ્લિકેશન સાથે પણ જોડાઈ શકો છો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ સામાન્ય માહિતી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો. Gujju News Channel નું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી.)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Work From Home For Women - મહિલાઓ માટે ઘરે બેઠા બિઝનેસ - Packaging Bussiness - વર્ક ફ્રોમ હોમ - Work From Home Business idea For women girls