
PM Modi લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક(Varanasi LokSabha Seat) પરથી ઉમેદવારી પત્ર (Nomination Form) ભર્યું છે. આજે સમગ્ર કાશી મોદીના રંગે રંગાયુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાને ૧૧.૪૦ના શુભ મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી એ સમયે એનડીએ દ્વારા શકિત પ્રદર્શન કરવામાં આવ્યું છે. ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે એટલું જ નહિ ગૃહમંત્રી શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સહિત ૨૦ જેટલા કેન્દ્રીય અને યુપીના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. આજે નામાંકન પૂર્વે સવારે વડાપ્રધાને ગંગા સ્નાન - ગંગાપૂજા કરી હતી અને તે પછી કાળ ભૈરવના દર્શન કરી તેમના આશીર્વાદ પણ ગ્રહણ કર્યા હતા. તેમણે એનડીએના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી.
સવારે પીએમ મોદી દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા હતા. અહીં વેંકટરામન ઘનપાઠીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. PMએ ગંગાની પૂજા - આરતી કરી હતી. 1 કલાક સુધી તેઓ ઘાટ પર રહ્યા હતા. પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કર્યું હતું. ગંગા પૂજા કરનાર પંડિત વેંકટરામન ઘનપતિએ કહ્યું- PMએ ખૂબ જ ભક્તિભાવથી માતા ગંગાની પૂજા કરી. 6 પંડિતોએ ગંગા પૂજા કરાવી હતી. તેમણે માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે પ્રબુદ્ધ સંમેલનને સંબોધ્યા બાદ તેઓ માલદહિયામાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
જ્યોતિષાચાર્ય ઋષિ દ્વિવેદીનું કહેવું છે કે, જે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પસંદ કર્યો છે, તે ગંગા સપ્તમીનો પવિત્ર દિવસ છે, જે ગંગા માતાની ઉત્પત્તિનો દિવસ માનવામાં આવે છે. માતા ગંગા આ દિવસે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી હતી. ગંગાની ઝડપી ગતિને નિયંત્રિત કરવા માટે મહાદેવે પોતાની જટાથી તેમને રોક્યા હતા. લીકાશીમાં આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે વૈશાખ શુક્લ સપ્તમી પોતાનામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે નક્ષત્ર રાજ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગનો સંયોગ છે. આ બધા શુભ યોગનો સમય 11:40 થી 12:30 છે. તમામ કાર્યોને પૂરા કરવા માટે આ સૌથી શુભ સમય છે, તેથી વડાપ્રધાન આ સમયે જ પોતાનું નામાંકન દાખલ કરશે.
કોંગ્રેસે પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. જાણીતું છે કે પીએમ મોદી વારાણસી લોકસભા સીટ પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. વારાણસી લોકસભા સીટ પરથી તેઓ બે વખત મોટી જીત મેળવી ચૂક્યા છે.
વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર 20મી મેએ, છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં 57 બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 - લોકસભા ચૂંટણી 2024 - Loksabha Election 2024 PM Modi Files Nomination from Varanasi LokSabha Seat Uttar Pradesh - PM Modi At Varanasi Visit UttarPradesh 2024 -