
TRAI Calling Name Presentation : કોઈને પણ સ્પેમ એટલે કે બિનજરૂરી અથવા અજાણ્યા નકામા ફોન કોલ્સ નથી ગમતા. ખાસ કરીને તમારા સ્માર્ટ ફોનમાં જ્યારે કોઈનો નંબર સેવ નથી અને તમારી પાસે કોઈ અજાણ્યા નંબરથી કોલ આવે છે તો તમને સૌથી પહેલો સવાલ એવો આવશે કે આખરે કોનો કોલ હશે? આ પ્રશ્નનો હંગામી ઉકેલ એ હતો કે લોકોએ લોકો થર્ડ પાર્ટી એપ True Caller અને Live Caller ID જેવી એપ્સનો ઉપયોગ કર્યો. પરંતુ હવે તમારે મુંજાવાની જરૂર નથી. તમારી આ મૂંઝવણનો અંત આવી રહ્યો છે. હાલમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ પણ તમામ ટેલીકોમ કંપનીઓને કોલિંગ નેમ આપવા આદેશ કરાયો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે TRAI દ્વારા દેશભરની ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશનને અમલમાં મૂકવાનો આદોશ આપ્યો છે. આ આદેશને પગલે હવે જયારે તમને કોઈ અજાણી વ્યક્તિ કોલ કરશે તો એનું નામ તમને તમારા મોબાઈલ ફોનની સ્ક્રીન પર જોવા મળશે.
અત્યાર સુધી સ્માર્ટફોન યુઝર્સ પોતાના ફોનમાં અજાણ્યા કોલર્સની માહિતી જાણવા માટે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરે છે. થર્ડ પાર્ટી એપમાં પણ લોકો મોટા ભાગે ટ્રુ કોલર્સનો ઉપયોગ કરે છે. પણ આ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતી વખતે અનેક પ્રકારની પરમિશન માંગે છે જેમાં કોન્ટેક્ટ ડિટેઈલ્સ, સ્પીકર, કેમેરા અને કોલ હિસ્ટ્રીની માહિતીનો સમાવેશ થાય છે. જો તમે આમાંથી કોઈ પણ પરવાનગી તમે નથી આપતા તો આ એપ્સ કામ નથી કરતી. પણ જો તમે પરવાનગી આપો છો તો તમારી પર્સનલ માહિતી લીક થવાનું જોખમ પણ રહેલું છે.
TRAIએ દેશભરમાં રહેલી તમામ ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચર રોલઆઉટ કરવાનો આદેશ આપ્યો છે. પરિણામે દેશમાં સર્વિસ પૂરી પાડનાર તમામ કંપનીઓએ ટ્રાયલ રન શરૂ કરી દીધું છે. TRAI અનુસાર જો આ ટ્રાયલ સફળ રહેશે તો આખા દેશમાં આ ફીચર લાગુ કરવામાં આવશે. જેને કારણે તમને કોઈ પણ અજાણ્યા નંબરની માહિતી મેળવવા માટે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નહીં પડે. TRAIએ કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચરને ટેસ્ટ કરવા માટે દેશના સૌથી નાના સર્કલની પસંદગી કરી છે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડ કરનાર કંપનીએ કોલિંગ નેમ પ્રેઝેન્ટેશન ફીચરના ટેસ્ટિંહગ માટે હરિયાણા પર પસંદગી ઉતારી છે. આ મહિનાથી જ હરિયાણામાં આ ફીચરનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે, એવી માહિતી પણ સામે આવી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - TRAI Calling Name Presentation