• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • Crime: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: મંત્ર સિદ્ધ કરવા પિતાએ જ પુત્રીનુ આપ્યુ બલીદાન

Crime: અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: મંત્ર સિદ્ધ કરવા પિતાએ જ પુત્રીનુ આપ્યુ બલીદાન

03:33 PM August 04, 2022 admin Share on WhatsApp



Crime: બિહારના સીતામઢીમાં અંધશ્રધ્ધામાં દ્યુત એક પિતાએ પોતાની 11 વર્ષની માસૂમ પુત્રીનું બલિદાન આપી દીધુ. દીકરીની બલિ ચઢાવતા આસપાસના લોકો ગુસ્સે થઈ ગયા હતા. અને પોલીસને જાણ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

બિહારના સીતામઢી જિલ્લામાં એક હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અહીં એક ઉદ્ધત પિતાએ તેની 11 વર્ષની પુત્રીનું બલિદાન આપ્યું છે. અને બાદમાં પિતાએ દીકરીના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો, પરંતુ ઘરમાં વેરવિખેર પડેલા લોહીના ડાઘાથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. પિતાની કરતુત પરથી પડદો ઉંચકાતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

સમગ્ર ઘટના સીતામઢી જિલ્લાના રીગા ધાના વિસ્તારની કુશમરી પંચાયતના ફરોલિયા ગામની છે. મળતી માહિતી અનુસાર આરોપી ઈન્દલ મહતો તેની પુત્રી સાથે ઘરમાં એકલો હતો. તેની પત્ની બીજી પુત્રીને લઈને ઘરે ગઈ હતી. દેવીને પ્રસન્ન કરવા માટે અચાનક ઈન્દલે પોતાની 11 વર્ષની દીકરીનુ અંધશ્રદ્ધામાં બલિદાન આપી દીધું હતુ. આ પછી દીકરીના મૃતદેહને ઘરથી થોડે દૂર સ્થિત સ્મશાનમાં દફનાવી આવ્યો હતો.

ગ્રામજનોએ જણાવ્યું કે, ઈન્દલ ગામમાં મજૂરીનું કામ કરે છે. આ સાથે તે મેલીવિદ્યા અને તાંત્રિકોના ચક્કરમાં પણ રહે છે. તે મંત્ર સિદ્ધિ કરવા માટે દેવીને પ્રસન્ન કરવા માગતો હતો. તેમનું માનવું હતું કે બલિ ચઢાવવાથી દેવી પ્રસન્ન થશે અને તેમને વધુ શક્તિ મળશે. આ ઈચ્છા પૂરી કરવા માટે તેણે પોતાની દીકરીની હત્યા કરી હોવાનુ અનુમાન છે.

લોહીના ડાઘાઓએ ખોલ્યું રહસ્યઃ ત્યારબાદ 24 કલાક સુધી જ્યારે ગામલોકોએ ઈન્દલ મહતોની દીકરીને ઘરે જોઈ નહીં. એટલે ગ્રામજનોને શંકા ગઈ. જ્યારે ગ્રામજનો ઈન્દલના ઘરે પહોંચ્યા તો ઘરમાં લોહીના ડાઘા જોવા મળ્યા. આ પછી લોકોએ તેને પકડી લીધો અને બંધક બનાવી લીધો અને માર માર્યો. આ દરમિયાન કોઈએ પોલીસને આ ઘટનાની જાણ કરી. અને રીગા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. અહીં, પોલીસ ટીમે સ્મશાનમાંથી બાળકીનો મૃતદેહ મેળવ્યો હતો.

“આરોપી પિતા ઈન્દલ મહતોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને પૂછપરછ દરમિયાન આરોપી તેની પુત્રી સંબંધિત કોઈ માહિતી આપી રહ્યો નથી. ગ્રામજનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની પત્નીએ પણ પુત્રીનું બલિદાન આપીને હત્યાની આશંકા વ્યક્ત કરી છે." - સંજય કુમાર, રીગા એસએચઓ

પોલીસની પૂછપરછમાં આરોપી ઈન્દલ મહતોની પત્નીએ જણાવ્યું કે, "તેમને ત્રણ દીકરીઓ છે". તેને દીકરીઓ પસંદ નહોતી. તે કહેતો હતો કે તે એક દિવસ બધાને મારી નાખશે." ઈન્દલ મહતોની પત્નીએ કહ્યું કે તેની મોટી દિકરીના લગ્ન થઈ ગયા છે. તે એક પુત્રી સાથે તેના મામાના ઘરે ગઈ હતી. અને નાની પુત્રી તેના પિતા સાથે ઘરમાં એકલી હતી. આ દરમિયાન ઈન્દલે તેનુ બલિદાન આપ્યું હોઈ શકે.”

gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati -crime news in gujarati



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

પ્લેબેક સિંગર છોડ્યા બાદ હવે અરજીત સિંહ બનશે ફિલ્મ મેકર, આ સ્ટાર કિડ કરશે ડોબ્યુ

  • 28-01-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જાન્યુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-01-2026
    • Gujju News Channel
  • અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા અનેક સવાલો
    • 28-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જાન્યુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-01-2026
    • Gujju News Channel
  • નમો લક્ષ્મી યોજના: ગુજરાતની દીકરીઓ માટે ખુશખબર! 12 લાખ વિદ્યાર્થીનીઓને મળશે ₹1,250 કરોડની સહાય
    • 27-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 જાન્યુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-01-2026
    • Gujju News Channel
  • ધોરણ-10 ઉમેદવાર માટે પોસ્ટ ઓફિસમાં મોટી ભરતી : ગ્રામીણ ડાક સેવકની 28740 જગ્યા માટે 31 જાન્યુઆરીથી ફોર્મ ભરાશે
    • 26-01-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 24 જાન્યુઆરી 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 23-01-2026
    • Gujju News Channel
  • અમદાવાદની સ્કૂલોમાં ફરી બોમ્બ વિસ્ફોટની ધમકીઓ, સેંટ ઝેવિયર્સ-સંત કબીર સ્કૂલને મળી ધમકી
    • 23-01-2026
    • Gujju News Channel
  • ગુજરાતમાં ક્યાં થશે 77માં પ્રજાસત્તાક દિવસની સત્તાવાર ઉજવણી, આ સ્થળનું નામ થયું જાહેર
    • 22-01-2026
    • Admin

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us