Salangpur Temple: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે એકસાથે 5000 ભક્તો કરશે ભોજનપ્રસાદ ગ્રહણ
►આચાર્ય રાકેશ પ્રસાદજીના હસ્તે ખાત મુહૂર્ત કરાયું
►ભક્તોને રાત્રી રોકાણમાં અગવડતા નહી પડે
►4 વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 100 કરોડના ખર્ચે યાંત્રિક ભવન બનશે. જેમાં આચાર્ય રાકેશ પ્રસાદજીના હસ્તે ખાત મુહૂર્ત કરાયું છે. તેમાં મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યાં છે. યાંત્રિક ભવન બન્યા બાદ ભક્તોને રાત્રી રોકાણમાં અગવડતા પડશે નહી.
આચાર્ય રાકેશ પ્રસાદજીના હસ્તે ખાત મુહૂર્ત કરાયું
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા હરિભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે અને દિવસેને દિવસે અહીં હરિભક્તોની સંખ્યામાં સતત વધારો થતો હોય છે. જેમાં હાલની રહેવા તેમજ ભોજનાલયને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે 40 કરોડના ખર્ચે આધુનિક તથા એક સાથે 5000 લોકો ભોજન લઈ શકે તેવું રાજમહેલ જેવું ભોજનાલયનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રાત્રી રોકાણ માટે પણ કોઈ ભક્તોને તકલીફ ન પડે તેના માટે યાંત્રિક ભવનનું આજે ખાત મુહૂર્ત કરાયું.
4 વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાંત્રિક ભવન ખાતમુહૂર્ત આજે આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજીના હસ્તે કરવામાં આવ્યું છે. તેમાં 100 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક હાઈટેક યાંત્રિક ભવનમાં વી.વી.આઈ.પી, વી.આઈ.પી. સહિતના રૂમ તેમજ હોલ બનાવવામાં આવશે. જેમાં કુલ 4 વિંગમાં એક હજાર રૂમનું નિર્માણ કરાશે. ત્યારે હાલમાં મંદિર વિભાગ દ્વારા જે ઉતારાની વ્યવસ્થા છે. તેની સામે હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. તેમાં ભક્તોને રાત્રી રોકાણમાં ખૂબ અગવડતા પડતી હોય જેને લઈ આગામી દિવસોમાં નિર્માણ પામનાર હાઈટેક યાંત્રિક ભવન કે જેમાં 1000 જેટલા રૂમોનું નિર્માણ થશે ત્યારે અહીં આવનાર કોઈપણ હરિભક્તોને હવે રાત્રી રોકાણમાં અગવડતા નહિ પડે અને રાતી રોકાણ કરી સવારની મંગળા આરતીનો પણ લાભ લઈ શકશે.
gujju news channel - news in gujarati - gujarati news - gujju news - the gujju news - intersting facts in gujarati - Spiritual Things in gujarati