Hanuman Jayanti 2024 Date: હનુમાન જયંતી કંઈ તારીખ છે ? પૂજા મુહૂર્ત અને સંકટને દૂર કરતા વિશેષ ઉપાય વિશે જાણો
Hanuman Jayanti 2024 Date : દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે માતા અંજલી માતાએ હનુમાનજીને જન્મ આપ્યો હતો. હનુમાનજીના જન્મદિવસને જયંતિના બદલે જન્મોત્સવ તરીકે ઓળખાવવો યોગ્ય રહેશે, કારણ કે બજરંગબલી અજર-અમર છે. તે આ કળયુગમાં પણ શાશ્વત શાક્ષાત છે. જ્યારે જયંતિનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે જે હવે આ દુનિયામાં હયાત નથી. હનુમાનજી એવા ભગવાન છે કે જેને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો તેઓ દરેક સંકટમાં ભક્તોની રક્ષા કરે છે, તેથી તેમને સંકટ મોચન કહેવામાં આવે છે. આ વર્ષે હનુમાન જન્મજયંતિ 2024 ક્યારે છે ? જેનો જવાબ નીચે આપેલ છે. - 2024 hanuman jayanti date - when is hanuman jayanti
પંચાંગ અનુસાર, ચૈત્ર પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03.25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05.18 વાગ્યે સમાપ્ત થશે.
હનુમાનજી પૂજાનો સમય (સવારે) - સવારે 09.03 - બપોરે 01.58
પૂજાનો સમય (રાત્રિ) - 08.14 PM - 09.35 PM
શાસ્ત્રોમાં વર્ણન છે કે રાજા દશરથે પૂર્ણાહુતિ પછી ઋષિ શૃંગીના યજ્ઞમાં અગ્નિદેવને મળેલી ખીરને ત્રણેય રાણીઓમાં વહેંચી હતી. એટલામાં એક ગરુડ ત્યાં પહોંચ્યું અને તેની ચાંચમાં પ્રસાદ ખીરનો કટોરો ભરીને ઉડી ગયો. આ ભાગ અંજની માતાના ખોળામાં પડ્યો હતો જે કિષ્કિંધા પર્વત પર ભગવાન શિવની પૂજા કરી રહી હતી. માતા અંજની પાસેથી આ પ્રસાદ ગ્રહણ કર્યો, એવું માનવામાં આવે છે કે તેના પરિણામે દેવી અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. બજરંગબલીને વાયુ પત્ર પણ કહેવામાં આવે છે.
→ હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને કેવડા અથવા આંકડાના ફૂલ અથવા તેની માળા ચઢાવો. જેનાથી તેઓ ઝડપથી ખુશ થઈ જાય છે. નોકરીમાં આવતા અવરોધો દૂર થાય.
→ જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો હનુમાન જયંતિના દિવસે ઘીની અદર સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવો.
→ વ્યાપાર વધારવા માટે, હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગની લંગોટી ચઢાવો.
→ હનુમાન જયંતિ પર હનુમાનદાદાના મંદિરની છત પર લાલ ધજા લગાવવી શુભ હોય છે, તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
→ આર્થિક સમૃદ્ધિ માટે, હનુમાન જયંતિના દિવસે, એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલા તેને હનુમાનજીને અર્પણ કરો અને પછી તેને તમારી તિજોરીમાં રાખો.
હનુમાન જયંતીના દિવસ ખુબ જ મહત્વ ધરાવે છે. આ સિવાય મંગળવાર અને શનિવાર હનુમાનદાદાના વાર કહેવાય છે. આ દિવસે તમે આ વિધિ કરશો તો તમારા ઘરમાંથી તમામ નેગેટિવિટી દુર થશે સાથે જે કોઈ નડતરરૂપ બાધા હશે તે પણ દુર થશે.
વિધિ - સૌપ્રથમ તમારે મંદીરમાં હનુમાન દાદાની એવી પ્રતિમા લેવાની છે (જે નીચે આપેલી છે.) જેમાં રામદરબારના દર્શન થતા હોય. આ તસ્વીરને લાલ કાપડ પર થોડા ઘઉં કે ચોખા મુકીને પધરાવાની રહેશે. ત્યારબાદ ઘીનો અખંડ દિવો કરવાનો રહેશે. અને પ્રસાદીમાં કોઈપણ એક ફળ રાખવું. ત્યાર બાદ પુજા-આરતી કરવી અને હવે સુંદરકાંડનો પાઠ શરૂ કરવો. સુંદરકાંડનો પાઠ કરવા માટે તમારે ઓછામાં ઓછા ડોઢથી 2 કલાકનો સમય લાગી શકે છે. પરંતુ આ દરમિયાન તમારે પોતાના સ્થાન પરથી ઊભું થવાનું નથી. હનુમાન દાદાનું ધ્યાન ધરીને જે કોઈની પીડા દુર કરવાની છે તેમની પ્રાર્થના કરવાની છે. સુંદરકાંડ પૂર્ણ થયે પ્રસાદીરૂપનું ફળ ઘરના તમામ સભ્યોએ ખાવું.
મંગળવાર કે શનીવારથી આ વ્રત વહેલી સવારે અથવા દિવસ આથમે તે પહેલા શરૂ કરવું અને ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ચાલુ રાખવું. હનુમાનદાદા પર અતુટ વિશ્વાસ અને શ્રધ્ધા રાખશો તો એક અઠવાડિયા પહેલા જ તમને પરિણામ ચોક્કસ દેખાશે. સુંદરકાંડ એક ઊર્જાનો સ્ત્રોત છે. જે તમે પુજા શરૂ કરશો ત્યારે મહેસુસ કરશો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Hanuman Jayanti 2024 Date - હનુમાન જન્મજયંતિ 2024 ક્યારે ઉજવાશે - હનુમાન ચાલીસા વાંચન - હનુમાન દાદા વિશે માહિતી - હનુમાન ચાલીસા ગુજરાતી માં - હનુમાન જયંતી 2024 - હનુમાન સુવિચાર - સુંદરકાંડ PDF - જાણો હનુમાન જયંતિની સાચી તારીખ - Hanuman Jayanti - હનુમાન જયંતિ ક્યારે છે - હનુમાન જયંતી કેટલી તારીખે છે - hanuman jayanti kab hai - hanuman jayanti 2024 wishes - hanuman jayanti wishes in hindi - hanuman jayanti 2024 tithi - 2024 hanuman jayanti date - when is hanuman jayanti