
Valsad Lok Sabha Seat 2024 : વલસાડ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ બેઠક જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. વલસાડ ગુજરાતમાં લોકસભા મતવિસ્તાર એ એક રાજકીય પાવરહાઉસ છે જે ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતું છે. 2019ની સામાન્ય સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપ ઉમેદવાર ડૉ. કેસી પટેલ એ 3,53,797 મતોના વિજય માર્જિન સાથે, 7,71,980 મતો મેળવીને 2019ની સામાન્ય ચૂંટણી જીતી. ડૉ. કેસી પટેલ એ કોંગ્રેસ ના જીતુભાઈ હરીભાઈ ચૌધરી ને હરાવ્યા, જેમને 4,18,183 મત મળ્યા. વલસાડ વૈવિધ્યસભર વસ્તીવિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર છે. આ મતવિસ્તારમાં વર્ષ 2019 માં 75.21% મતદાન થયું હતું. હવે 2024 લોકસભા ચૂંટણી(Lok Sabha Election 2024) માં, મતદારો તેમના મતની શક્તિ બતાવવા માટે વધુ ઉત્સાહી છે. 2024 ઉમેદવારોની યાદીમાં વલસાડ લોકસભા મતવિસ્તારમાં, ભારતીય જનતા પાર્ટી માંથી ધવલ પટેલ (Dhaval Patel - BJP ) અને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ માંથી અનંતભાઈ પટેલ (Anant Patel - Congress INC) અગ્રણી ઉમેદવારો છે. વલસાડ લોકસભા ચૂંટણીઓ વિશે લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે આ પેજ જોતા રહો. | Lok Sabha Election 2024 - Valsad Lok Sabha Seat Valsad Constitution History Member Of Parlament Result - વલસાડ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - વલસાડ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Valsad MP Election - Valsad Loksabha Election Result - Anant Patel VS. Dhaval Patel Valsad Lok Sabha Election
વર્ષ ૧૯૪૭માં ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ વિશ્વમાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં પ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ ૧૯૫૧માં થઈ હતી, તે સમયે વલસાડ જિલ્લો તેમજ ગુજરાતનું અસ્તિત્વ ન હતું. હાલના વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ સુરત જિલ્લામાં થતો હતો અને સુરતનો સમાવેશ બોમ્બે રાજ્યમાં થતો હતો ત્યારે સુરત લોકસભા બેઠકમાં બે સામાન્ય બેઠક હતી. આગામી તા. ૭ મે ૨૦૨૪ના રોજ વલસાડ જિલ્લામાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આઝાદીના ૭૭ વર્ષ દરમિયાન અત્યાર સુધીની ૧૭ લોકસભા સામાન્ય ચૂંટણીના લેખા જોખા અને વલસાડ લોકસભા બેઠક સાથે જોડાયેલી રસપ્રદ માહિતી વલસાડ બેઠકના ભૂતકાળને જાણવા માટે મતદારોમાં ઉત્સુકતા જગાવે તેવી છે. આ બેઠક પર ભાજપ દ્વારા આ વખતે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરીએ તો, વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ વલસાડ લોકસભા મતવિસ્તારમાં કુકણા સમાજની વસતી 4,06,366 છે, જ્યારે ઢોડિયા સમાજની વસતી 3,29,234 છે. આ સિવાય જિલ્લામાં વારલી સમાજની વસતી 2,36,782 અને હળપતિ 79,500 છે. વલસાડ લોકસભા મતવિસ્તારમાં 8,53,031 પુરુષ, 8,17,823 મહિલા અને 14 અન્ય સહિત કુલ 16,70,868 મતદાર છે.
અત્યાર સુધીમાં કુલ ૧૭ વાર લોકસભા સામાન્ય ચૂંટણી થઈ ચૂકી છે જેમાં વલસાડ બેઠકની વાત કરીએ તો લોકસભાની વલસાડ બેઠક પર સૌથી વધુ વિક્રમી મતદાન ૨૦૧૯માં ૧૭મી લોકસભાની સામાન્ય ચૂટણીમાં ૭૫.૪૮ ટકા જેટલું થયું હતું. જયારે સૌથી ઓછુ મતદાન ૧૯૯૧માં ૧૦મી લોકસભાની સામાન્ય ચૂંટણી વખતે માત્ર ૩૫.૨૩ ટકા મતદાન થયું હતું અને હવે આગામી તા. ૭ મે ના રોજ ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ૭૭ વર્ષના આ સમયગાળામાં પ્રથમ લોકસભા ઈલેકશનમાં ૮૬૧૩૩૬ મતદારોએ મતદાન કર્યુ હતું. ત્યારે આગામી ૧૮મી લોકસભાની ચૂંટણીમાં ૧૮૪૮૨૧૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ગાળામાં સૌથી વધુ મતદારો ૧૮મી લોકસભા ચૂંટણીમાં નોંધાયા છે. દેશ આઝાદ થયા બાદ થયેલી પ્રથમ લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીની ચૂંટણીમાં વલસાડ બેઠકનો દબદબો અને અસ્તિત્વ દરેક લોકસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે.
વર્ષ |
ઉમેદવારનું નામ |
વોટ |
વોટ રેટ |
---|---|---|---|
2019 |
ડૉ.કે.સી.પટેલ - ભાજપ |
7,71,980 મત |
61.00% vote share |
જીતુભાઈ ચૌધરી - કોંગ્રેસ |
4,18,183 મત |
33.00% vote share |
|
2014 |
ડૉ.કે.સી.પટેલ - ભાજપ |
6,17,772 મત |
56.00% vote share |
કિશનભાઈ પટેલ - કોંગ્રેસ |
4,09,768 મત |
37.00% vote share |
|
2009 |
કિશનભાઈ પટેલ - કોંગ્રેસ |
|
46.00% vote share |
ડૉ. ડી.સી.પટેલ - ભાજપ |
|
27.82% vote share |
ભાજપે વલસાડમાં આ વખતે યુવા નેતા ધવલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જ્યારે કોંગ્રેસે અનંત પટેલને લોકસભાના જંગના મેદાનમાં ઉતાર્યા છે.
Q1. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન કંઈ તારીખે થશે ?
Ans - 7 - May - 2024
Q2. લોકસભા ચૂંટણીનું પરિણામ કંઈ તારીખે આવશે ?
Ans - 4 - June - 2024
Q3.લોકસભાની કુલ બેઠકો કેટલી છે ?
Ans - 543
Q4. ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી છે ?
Ans - 26
→ વલસાડ લોકસભા ચૂંટણીઓ વિશે લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે આ પેજ જોતા રહો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Lok Sabha Election 2024 - Valsad Lok Sabha Seat Valsad Constitution History Member Of Parlament Result - વલસાડ લોકસભા બેઠકની વિશેષતા - લોકસભા ચૂંટણી 2024 - વલસાડ લોકસભા બેઠક પરિણામ રિઝલ્ટ અને ઈતિહાસ - Valsad MP Election - Valsad Loksabha Election Result - Valsad news - where is Valsad located - વલસાડ જિલ્લાના સમાચાર - વલસાડ ના તાજા સમાચાર - વલસાડ જીલ્લો - વલસાડ ના લાઇવ સમાચાર - વલસાડ જિલ્લાના લાઇવ સમાચાર - વલસાડ ન્યૂઝ - લોકસભા ચૂંટણી 2024 તારીખ - લોકસભાની કુલ બેઠકો કેટલી છે - ગુજરાત લોકસભાની બેઠકોની યાદી - લોકસભાના 26 સભ્યો ના નામ - ગુજરાત લોકસભાની બેઠકો - loksabha election date 2024 - Valsad Lok Sabha constituency - Valsad mp list - Valsad mla list - Valsad mp name - Valsad lok sabha number - Valsad mla - Valsad lok sabha result - Anant Patel VS. Dhaval Patel Valsad Lok Sabha Election