
Arvind Kejriwal Arrested By ED Updates : દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ ઈડીની ટીમ ગુરુવારે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાકની પૂછપરછ પછી ઇડીએ કેજરીવાલની ધરપકડ કરી છે. ગુરુવારે સીએમ કેજરીવાલ દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેમને ધરપકડમાંથી રાહત આપવામાં આવે. જોકે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ ઝટકા પછી આમ આદમી પાર્ટીને બીજો ફટકો પડ્યો છે. આ દરમિયાન કેજરીવાલની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જ્યાં હાઇકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે. ધરપકડના સમાચાર પછી મોટી સંખ્યામાં આપના કાર્યકરો કેજરીવાલની ઘર બહાર પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે. આ મામલે પંજાબના સીએમ ભગવંત માનએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભાજપની રાજકીય ટીમ (ઇડી) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી. કારણ કે માત્ર આપ જ ભાજપને રોકી શકે છે.વિચારને ક્યારેય દબાવી શકાય નહીં.
EDની ટીમ પહોંચતાંની સાથે જ કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ટીમે આ કેસની તાકીદે લિસ્ટિંગની માગ કરી છે. આ પહેલાં બપોરે 2.30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડમાંથી રાહત આપવાનો ઈનકાર કરી દીધો હતો. EDએ 17 માર્ચે કેજરીવાલને 9મું સમન્સ મોકલ્યું હતું. જોકે તે એકવાર પણ પૂછપરછ માટે ગયા ન હતા. કેજરીવાલ 19 માર્ચે સમન્સ સામે હાઈકોર્ટ પહોંચ્યા હતા. તેમની અરજી પર 20 માર્ચે સુનાવણી થઈ હતી. EDને વારંવાર સમન્સ મોકલવા બદલ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.
આ મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ડરેલો તાનાશાહ એક મૃત લોકશાહી બનાવવા માંગે છે. મીડિયા સહિત તમામ સંસ્થાઓ પર કબજો કરવો, પાર્ટીઓને તોડવી, કંપનીઓ પાસેથી હપ્તા વસૂલી, મુખ્ય વિપક્ષી પાર્ટીનું એકાઉન્ટ ફ્રીઝ કરવું પણ અસુરી શક્તિ માટે ઓછું હતું, તો હવે ચૂંટાયેલા મુખ્યમંત્રીઓની ધરપકડ પણ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન્ડિયા તેનો મુંહતોડ જવાબ આપશે.
AAP નેતા આતિશીએ કહ્યું કે અમને સમાચાર મળ્યા છે કે ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. અમે હંમેશા કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. તેઓ દિલ્હીના સીએમ જ રહેશે. અમે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. અમારા વકીલો સુપ્રીમ કોર્ટ પહોંચી રહ્યા છે. અમે આજે રાત્રે સુપ્રીમ કોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરીશું.
દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે કહ્યું કે બધા જાણે છે કે મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું નથી. અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેથી તેઓને દબાવવા માંગે છે. જો અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવશે તો પણ તે રાજીનામું આપશે નહીં.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Arvind Kejriwal Arrested By ED Updates - Delhi Politics News In Gujarati - Latest politics news - AAP Suprimo Arvind Kejriwal Arrested Supreme Wordict for liquor policy And excise policy