
Loksabha Election 2024 : ભાજપે ચૂંટણીના મંડાણ કરી દીધા છે. ગુજરાત સહિત દેશભરમાં NDAએ પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ત્યારે ચૂંટણી પંચ આગામી કેટલાક દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આ માટે ભાજપ સહિત અન્ય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે પણ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. ચૂંટણી શેડ્યૂલ ભલે જાહેર ન થયું હોય, પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓપિનિયન પોલ ચોક્કસપણે બહાર આવી રહ્યા છે. આ દરમિયાન, એક મિડીયા ગ્રૂપે દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો વર્તમાનમાં ચૂંટણી થાય તો કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને કેટલી બેઠકો મળી શકે છે. શું NDA ગઠબંધન ૪૦૦નો આંકડો પાર કરી શકશે? કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા એલાયન્સને કેટલી બેઠકો મળી રહી છે? સર્વે વિશે મહત્વની બાબતો જાણો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતૃત્વમાં NDA ગઠબંધન માટે ૪૦૦ સીટોથી વધુનો ટાર્ગેટ નક્કી કર્યો છે. જેમાં એકલા ભાજપ માટે ૩૭૦ બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. હવે, એક મિડીયા ગ્રૂપના ઓપિનિયન પોલ મુજબ, જો દેશમાં લોકસભાની ચૂંટણી યોજાય તો NDA ગઠબંધનને ૪૦૦થી થોડી ઓછી સીટો મળતી જણાય છે. લોકસભાની કુલ ૫૪૩ બેઠકોમાંથી NDAને ૩૭૮ બેઠકો મળવાની વાત કહેવામાં આવી રહી છે. જયારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા એલાયન્સને ૯૮ બેઠકો મળી શકે છે. આમાં ખાસ વાત એ છે કે મમતા બેનર્જીની પાર્ટી TMCનો સમાવેશ થતો નથી.
હાલ ચૂંટણી થાય તો NDAને ૩૭૦ સીટો મળેઃ સર્વે
રાજય NDA INDIA
ગુજરાત ૨૬ ૦
મધ્ય પ્રદેશ ૨૯ ૦
રાજસ્થાન ૨૫ ૦
હરિયાણા ૧૦ ૦
દિલ્હી ૭ ૦
ઉત્તરાખંડ ૫ ૦
ઉત્તર પ્રદેશ ૭૮ ૨
બિહાર ૩૫ ૫
છત્તીસગઢ ૧૦ ૧
હિમાચલ ૪ ૦
કર્ણાટક ૨૪ ૪
પંજાબ ૩ ૩
ત્રિપુરા ૨ ૦
ગોવા ૨ ૦
કુલ 370 15
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Loksabha Election 2024 - NDA vs INDIA Seat Result - Loksabha Elelction 2024 Will NDP get 400 Seat India elections held now what happened