
Pradhan Mantri Suryoday Yojana 2024 : પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન? Online Apply, Benefit, Official Website
Pradhan Mantri Suryoday Yojana 2024 : ભવિષ્ય હવે ગ્રીન એનર્જી તરફ વળી રહ્યું છે, ત્યારે PM મોદીએ પણ સૌર ઉર્જા પર વધારે ભાર મુક્યું છે. અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ પ્રધાનમંત્રી સુર્યોદય યોજના અંગે જાહેરાત કરી છે. જેના થકી દેશમાં 1 કરોડ ઘરોમાં સોલાર રુફ ટોપ લગાવવામાં આવશે. ત્યારે આ યોજનામાં કેવી રીતે અપ્લાય કરવું તેના વિશે આજે અમે જણાવીશું... અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાંથી પરત ફરતી વેળાએ PM મોદીએ મહત્વની જાહેરાત કરી હતી. PM મોદીએ એક નવી યોજનાની જાહેરાત કરી ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ જે અંતર્ગત કેન્દ્ર સરકારે 1 કરોડથી વધુ ઘરો પર રૂફટોપ સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જેનો ઉદ્દેશ્ય લોવર ક્લાસ અને મીડલ લોવર ક્લાસ વર્ગના પરિવારોના વિજળીના બીલમાં ઘટાડો કરવા તેમજ સૌર ઉર્જા ક્ષેત્રમાં દેશ આત્મનિર્ભરતા તરફ પ્રેરાય તે માટેનો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (જુના ટ્વિટર) પર પોસ્ટ કરીને યોજના વિશે સમગ્ર માહિતી પોસ્ટ દ્વારા શેર કરી છે. Suryoday Yojana in Gujarati , benefits, beneficiary, online registration, offline registration, official website - helpline number, list, how to apply, status, registration, eligibility, documents, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર, લાભો, પ્રધાનમંત્રી સુર્યોદય યોજના - તાજા સમાચાર, સ્થિતિ, યાદી, અરજી, નોંધણી, અનુદાનની રકમ, પાત્રતા, દસ્તાવેજો, લાભાર્થીઓ, ઓનલાઈન અરજી કેવી રીતે કરશો ?
PM મોદીએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે, સૂર્યવંશી ભગવાન શ્રીરામના પ્રકાશથી વિશ્વનાં તમામ ભક્તોને હંમેશા ઊર્જા મળે છે. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વ પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો છે કે ભારતવાસીઓના ઘરની છત પર તેમની પોતાની સોલાર રૂફ ટોપ સિસ્ટમ હોય. તેમણે કહ્યું કે અયોધ્યાથી પાછા ફર્યા પછી મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે “પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના” શરૂ કરશે. તેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો તો થશે જ સાથે સાથે ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનાવશે.
Pradhan Mantri Suryoday Yojana 2024 પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો લાભ મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગરીબ પરિવારોને મળશે. અત્યારે મોટા ભાગના આવા ઓછી આવક વાળા લોકોનો સૌથી મોટો આવકનો ભાગ વીજ બીલ ભરવામાં જાય છે. અનેક રાજકીય નેતાઓ બીલ માફિની વાતો કરે છે.પરંતુ સત્તાપક્ષે આ માટે સરળ ઉપાય શોધી કાઢ્યો છે. જે આ યોજના અંતર્ગત પરીપૂર્ણ થશે.
આ યોજનાની જાહેરાત કરતા PM મોદીએ કહ્યું છે કે, અંદાજીત 1 કરોડ કરતા વધારે મકાનો પર રૂફટોપ સોલાર પેનલ લગાવાશે. પરંતુ આ અંગે સરકારે કોઈપણ સત્તાવાર વધારે માહિતી આપી નથી. પરંતુ ટુંક સમયમાં સરકાર આ અંગે તમામ માહિતી પોતાના ઓફિશયલ પોર્ટલ પર મુકશે. જે બાદ તમામ માહિતી જેમ કે Pradhan Mantri Suryoday Yojana 2024 માં કેવી રીતે એપ્લાય કરવું, આ યોજનામાં કોણ અપ્લાય કરી શકે ? ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે તે અંગે તમામ માહિતી ઓફિશ્યલ પોર્ટલ પર ટુંક સમયમાં મુકાશે. આ યોજનાની લેટેસ્ટ અપડેટ માટે અમારી વેબસાઈટની મુલાકાત સતત કરતા રહેજો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Pradhan Mantri Suryoday Yojana 2024, Suryoday Yojana in Gujarati , benefits, beneficiary, online registration, offline registration, official website - helpline number, list, how to apply, status, registration, eligibility, documents, સત્તાવાર વેબસાઈટ, હેલ્પલાઈન નંબર, લાભો, પ્રધાનમંત્રી સુર્યોદય યોજના - તાજા સમાચાર, સ્થિતિ, યાદી, અરજી, નોંધણી, અનુદાનની રકમ, પાત્રતા, દસ્તાવેજો, લાભાર્થીઓ, ઓનલાઈન અરજી