
નવી દિલ્હી: વિશ્વમાં bitcoin બીટકોઈન સહિતની crypto currency ક્રિપ્ટોકરન્સીના સતત વધતા જતા વ્યાપ વચ્ચે india ભારત હવે આગામી વર્ષના પ્રારંભમાં દેશની પૃથ્વી સતાવાર- સરકારી digital currency ડીજીટલ કરન્સી launch લોન્ચ કરશે. આ વર્ષના બજેટમાં નાણામંત્રી શ્રીમતી (nirmala sitaraman)નિર્મલા સીતારામને એક તરફ ક્રિપ્ટોકરન્સી સહિતની ખાનગી ડીજીટલ કરન્સી પર પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાની જાહેરાત કરી હતી.
હાલમાં તા.1 જુલાઈથી ક્રિપ્ટો કરન્સીની કમાણી પર 30% ટેક્ષ તથા વર્ષના રૂા.10,000થી વધુના વ્યવહારોમાં 1% ટીડીએસ પણ અમલી બનાવી દેવાયો છે. તે વચ્ચે હવે રીઝર્વ બેન્ક, ડીજીટલ કરન્સીની બ્લુ પ્રિન્ટ પર કામ કરી રહી છે. રિઝર્વ બેન્કના એકઝીકયુટીવ ડીરેકટર અજયકુમાર ચૌધરીએ ઉદ્યોગ સંગઠનના ફિનટેક સંમેલનને સંબોધન કરતા રીઝર્વ બેન્ક જથ્થાબંધ અને રીટેલ બન્ને ક્ષેત્ર માટે તબકકાવાર ડીજીટલ કરન્સી લોન્ચ કરશે જે દેશની સતાવાર ડીઝીટલ કરન્સી હશે અને તે ઈ-વોલેટ મારફત ઉપલબ્ધ થશે.
ભારત સરકાર જો કે આ ડીજીટલ કરન્સીને માટે કોઈ અલગ બ્રાન્ડ નિશ્ર્ચિત કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. અગાઉ દેશ ‘લક્ષ્મી’ નામની ડિજીટલ કરન્સી લોન્ચ કરનાર હોવાનું જાહેર થયું હતું.
પરંતુ તે ક્રિપ્ટોકરન્સીથી કઈ રીતે અલગ હશે તે આગામી સમયમાં ખ્યાલ આવશે. આ ડીજીટલ કરન્સી હાલની ફિઝીકલ કરન્સી રૂપિયાની જેમ જ રીઝર્વ બેન્ક તથા કેન્દ્ર સરકાર દ્વારા ગેરેન્ટેડ હશે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી સહિતની ડીજીટલ કરન્સીના અંદાજે 10 કરોડથી વધુ રોકાણકારો છે અને હવે દેશી-વિદેશી પ્લેટફોર્મ પર તેનો કારોબાર થાય છે પણ આ ક્રિપ્ટોકરન્સીના કોઈ પ્રમોટર કે ગેરેન્ટી નહી હોવાથી તે ખૂબ જ જોખમી કરન્સી છે અને તેમાં કરન્સી ડૂબી જાય કે તેના ભાવમાં વધઘટ થાય તો કોઈ વળતર મળતું નથી.