
Indian Share Market Latest Update News : HDFC બેન્કનું રિઝલ્ટ તેમજ ગ્લોબલ ડાઉન સેન્ટીમેન્ટના લીધે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. શેરબજારમાં આજે વર્ષ 2024નો પહેલો અને સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1628.01 પોઈન્ટ અથવા 2.23 ટકા ના ઘટાડા સાથે 71,500 પોઈન્ટ પર બંધ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સનું સૌથી લો લેવલ 71,429.30 પોઈન્ટ રહ્યુ હતું. સેન્સેક્સનો આ 16 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે. તો નિફ્ટી પણ 500 થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 21,600 પોઈન્ટની નીચે આવ્યો છે.
શેરબજારની વેચવાલીમાં આજે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.4.33 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે રોકાણકારોએ આજે રૂ.4 લાખ કરોડથી વધુનું નુકસાન કર્યું છે. બે દિવસમાં રોકાણકારોની મૂડીમાં અંદાજીત રૂ.5.67 લાખ કરોડનો ઘટાડો થયો છે.
HDFC બેંકના શેરમાં 8 ટકાથી વધારેનો ઘટાડો થયો હતો. દેશની મોટી બેંકો કોટક, એક્સિસ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈના શેર્સ પણ ખરાબ રીતે પટકાયા હતા. શેરબજાર ઘણા દિવસોથી તેજી ચાલી રહી છે તેના પર બ્રેક વાગી. ગયા મંગળવારે સેન્સેક્સ પહેલી વખત 73427.59 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ પણ 22,000 પોઈન્ટની સપાટી વટાવી હતી. સતત તેજી બાદ બજારમાં પ્રોફિટ બુકિંગની શક્યતા હતી જે સાચી સાબિત થઈ છે. બેન્કનિફટી પણ 2000 પોઈન્ટ ઘટી હતી.
આજના પ્રોફિટ બુકિંગ બાદ ઘણી મોટી અને સારી કંપનીના શેરમાં મોટો ઘટાડો થયો છે. તેથી જે રોકાણકારો અત્યારે આ કંપનીના શેરની ખરીદી કરશે તો આવનારા સમયમાં ભાવમાં વધારો થતા મોટી કમાણી કરી શકે છે. ખાસ કરીને બ્લુ ચીપ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અને બજેટ પહેલા આ ડીપ રોકાણકારો માટે ખાસ આકર્ષક છે. પરંતુ તમારે આ ડીપમાં સમજી વિચારીને યોગ્ય સ્ટોક સિલેક્ટ કરીને ઈન્વેસ્ટ કરવું પડશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Share Market All Time High - Sensex And nifty Crash - Share bajar news update - Indian Share Market Latest Update News