
Indian Share Market All Time High : શેરબજારે આજે એટલે કે 15મી જાન્યુઆરીના ઓલ ટાઈમ હાઈ સ્તરે ટચ કર્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 73,402 અને નિફ્ટી 22,115ને સ્પર્શ્યો હતો. બાદમાં તે થોડો નીચે આવ્યો હતો અને સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 73,327 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 202 પોઈન્ટના ઉછાળા સાથે 22,097 પર બંધ રહ્યો હતો.
આઈટી અને PSU બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. વિપ્રોના શેરમાં આજે 6%થી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. કંપનીના શેરમાં આ વધારો ત્રિમાસિક પરિણામો બાદ આવ્યો છે. તે જ સમયે, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેકના શેર પણ ઉછળ્યા હતા. તો બીજી તરફ IRFC એટલે કે ઈન્ડિયન રેલ્વે ફાઈન્નાન્સ કોર્પોરેશનના શેરએ એક જ દિવસમાં 17 ટકા કરતા વધારેનું રિટર્ન આપ્યું હતું.
સેન્સેક્સ |
તારીખ | લેવલ |
---|---|---|
ઓલટાઈમ હાઈ (અત્યારે) | 15-01-2024 | 73,402 |
ઓલટાઈમ હાઈ (પહેલા) | 12-01-2024 | 72,720 |
ક્લોઝિંગ હાઈ (અત્યારે) | 15-01-2024 | 73,327 |
ક્લોઝિંગ હાઈ (પહેલા) | 12-01-2024 | 72568 |
નિફ્ટી |
તારીખ | લેવલ |
---|---|---|
ઓલટાઈમ હાઈ (અત્યારે) | 15-01-2024 | 22,115 |
ઓલટાઈમ હાઈ (પહેલા) | 12-01-2024 | 21,928 |
ક્લોઝિંગ હાઈ (અત્યારે) | 15-01-2024 | 22,097 |
ક્લોઝિંગ હાઈ (પહેલા) | 12-01-2024 | 21,894 |
આ પહેલા શુક્રવાર એટલે કે 12મી જાન્યુઆરીએ પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બનાવ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 72,720 અને નિફ્ટી 21,928ના સ્તરે પહોંચી ગયા હતા. બાદમાં તે થોડો નીચે આવ્યો અને સેન્સેક્સ 847 પોઈન્ટ વધીને 72,568 પર બંધ થયો. નિફ્ટી પણ 247 પોઈન્ટ વધીને 21,894ની સપાટીએ બંધ રહ્યો હતો. આઈટી અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ગ્લોબલ સેન્ટીમેન્ટ પ્રમાણે માર્કેટ હજૂ પણ અપ જાય તેવી આશંકા છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Indian Share Market All Time High - Sensex And nifty All time high - Share bajar news update