
રશ્મિકા મંદાના - વિજય દેવરાકોંડા ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં લગ્નની સત્તાવાર જાહેરાત કરી શકે, ટૂંક સમયમાં કરશે સગાઈ...
Rashmika Mandana And Vijay Devarakonda Marriage Announcement : 'એનિમલ' એક્ટ્રેસ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે ટૂંક સમયમાં એન્ગેજમેન્ટ કરી લેશે એમ કહેવાય છે. સાઉથના ફિલ્મી વર્તુળોમાં તો એટલી હદ સુધીની ચર્ચા છે કે ફેબ્રુઆરીનાં બીજાં સપ્તાહમાં યુગલની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ છે. બંનેએ આજ સુધી ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી, પરંતુ હવે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, બંને ટૂંક સમયમાં સગાઈની સત્તાવાર જાહેરાત સાથે સંબંધ પર મહોર મારવાના છે. પ્રાઈવેટ કંપનીના રિપોર્ટમાં દાવો કર્યો છે કે રશ્મિકા મંદાના અને વિજય દેવરાકોંડા ફેબ્રુઆરીમાં સગાઈ કરવા જઈ રહ્યા છે, અને ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તેમના સંબંધો વિશે સત્તાવાર માહિતી આપશે. જોકે, ટીમ કે કલાકારો તરફથી આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.
રશ્મિકા અને વિજય દેવરાકોંડા સાઉથના સ્ટાર્સ છે. બંને બ્લોકબસ્ટર ફિલ્મો 'ગીતા-ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યા છે, જેમાં તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મના સેટ પરથી એવા અહેવાલો આવ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે, જોકે બંને કલાકારોએ આ વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી.
દિવાળીના ખાસ અવસર પર વિજય દેવરાકોંડાએ પોતાના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં રશ્મિકાએ પણ હાજરી આપી હતી. જ્યારથી આ તસવીરો સામે આવી છે ત્યારથી તેમના સંબંધોને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. આ સિવાય બંને ઘણી વખત સાથે વેકેશન મનાવતા પણ જોવા મળ્યા છે.
નવેમ્બરમાં, રશ્મિકા એરપોર્ટ પર વિજય દેવરાકોંડા હૂડી પહેરેલી જોવા મળી હતી. વિજયે થોડા સમય પહેલા આ જ હૂડી પહેરી હતી. આ હૂડી વિજય દેવરાકોંડાની બ્રાન્ડ રાઉડીની હતી. રશ્મિકા અત્યારે બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી. રશ્મિકાએ વર્ષ 2022માં ફિલ્મ 'ગુડબાય'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તે OTT પર રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'મિશન મજનૂ'માં પણ જોવા મળી છે. રશ્મિકાની આગામી દિવસોમાં 3 તેલુગુ અને એક હિન્દી ફિલ્મ છે. તે 'પુષ્પા-2: ધ રૂલ,' 'રેઈનબો' અને 'ધ ગર્લફ્રેન્ડ'માં જોવા મળશે. વિજય દેવેરાકોંડા વિશે વાત કરીએ તો, તે સાઉથની ફિલ્મો 'ફેમિલી સ્ટાર' અને 'વીડી-16'નો ભાગ છે. વિજયે ફિલ્મ 'લાઇગર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
હજુ થોડા સમય પહેલાં રશ્મિકાએ પોતે પોતાના પતિ માટે એક વન્ડરફૂલ વાઈફ પુરવાર થશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર એક ચાહકે તેને જણાવ્યું હતું કે પોતે રશ્મિકા જેવી વાઈફ ઈચ્છે છે. તે સમયે રશ્મિકાએ જવાબ આપ્યો હતો કે હું પણ મારા પતિ માટે એક સારી વાઈફ બની રહું તેવી ઈચ્છા છે. રશ્મિકાએ આડકતરી રીતે પહેલીવાર લગ્ન અંગેની વાત છેડી હતી. તેણ એવો સંકેત પણ આપી દીધો હતો કે તેની જિંદગીમાં કોઈ પુરુષ છે અને તે તેની પત્ની બનવા ઈચ્છે છે.
(Home Page- gujju news channel)
Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Rashmika Mandana And Vijay Devarakonda Marriage Announcement - rashmika vijay devarakonda movies - Rashmika Vijay Devarakonda Photos