
Bajaj Auto BuyBack : બજાજ ઑટો લિમિટેડ (Bajaj Auto Limited)ના બોર્ડે 8 જાન્યુઆરીએ રૂ.10,000ના દરે રૂ.4,000 કરોડ રૂપિયાના શેર બાયબેક કરવાની મંજૂરી આપી છે. આ છેલ્લા બંધ ભાવથી 43 ટકાના પ્રીમિયમ ઉપર છે. કંપની ટેન્ડર રૂટ દ્વારા 40 લાખ શેર (Share repurchase)ખરીદશે, જે બજાજ ઑટોના બાકી શેરના 1.41 ટકાનું પ્રતિનિધિત્વ કરશે. કંપનીના પ્રમોટર્સ પણ બાયબેકમાં ભાગ લેશે. હાલમાં, પ્રમોટરો કંપનીમાં 54.94 હિસ્સો ધરાવે છે. મહત્વનું છે કે બજાજ ઓટો કંપની ટુ અને થ્રી-વ્હીલર બનાવનાર અગ્રણી કંપની ટુ અને થ્રી-વ્હીલર બનાવનારી અગ્રણી કંપનીઓમાંથી એક છે. ત્યારે કંપની તરફથી બાયબેક લોકોનો ભરોસો આ કંપની પર વધારે મજબૂત થયો છે.
ગયા અઠવાડિયે બજાજ ઑટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યું હતું કે આ વખતે બાયબેક ઘણું મોટું હશે. બાયબેક (Bajaj Auto Buyback) પોસ્ટલ બેલેટ દ્વારા ખાસ રીઝોલ્યુશન દ્વારા શેરધારકોની મંજૂરીને આધીન છે. રેકૉર્ડ તારીખો અને અન્ય વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. આટલા વર્ષોમાં બજાજ ઑટોનો આ બીજો શેર બાયબેક છે. જુલાઈ 2022માં ઑટો કંપનીએ ધારકો પાસેથી રૂા. 4,600 પ્રતિ યુનિટના ભાવે રૂા. 2,500 કરોડના શેર ખરીદ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે, બજાજ ઑટો રૂ.20,000 કરોડના કેશ સંતુલન સાથે નાણાકીય વર્ષ 2024નો અંત કરશે, તેમણે કહ્યું કે, કંપનીનું વર્ષ 2023 ઉત્તમ રહ્યું છે. 9 જાન્યુઆરીના રોજ બજાજ ઑટોનો શેર રૂ.6,985.10 પર બંધ થયો હતો, જે અગાઉના ભાવ કરતાં લગભગ સમાન હતો, નિફ્ટી-50ના બેન્ચમાર્ક કરતાં શેર લગભગ નોર્મલ હતો, અને ઓલટાઈમ હાઈ કરતા એક ટકા ઘટ્યો હતો. બાયબેકની જાહેરાત થઈ ત્યારથી શેરમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. પાછલા વર્ષમાં તે 93 ટકાથી વધુ વધ્યો છે, જે ટાટા મોટર્સ પછી ઇન્ડેક્સમાં બીજા નંબર પર શ્રેષ્ઠ પરફોર્મર બન્યો છે.
ભારત ૨૦૨૪થી કાઠું કાઢી ૨૦૩૨ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની સદીના અંતે નંબર વન ઇકૉનૉમી હશે. આ અહેવાલ અનુસાર ભારતનો વિકાસ દર ૨૦૨૪થી ૨૦૨૮ સુધીનાં વર્ષોમાં સરેરાશ સાડા છ ટકાનો રહેશે. આવા સાતત્યપૂર્ણ વિકાસના કારણે આપણે ૨૦૨૭માં ચોથા ક્રમે રહેલા જર્મનીને પાછળ રાખી દઈશું તો ૨૦૩૨ સુધીમાં જાપાનનું વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું સ્થાન આપણે લઈ લઈશું.
આમ ફટાફટ વિશ્વ રૅન્કિંગમાં આપણી ઇકૉનૉમી એક-એક રૅન્ક આગળ વધી સદીના અંતે નંબર વન પર પહોંચે એ માટે કેટલાંક મહત્ત્વનાં પરિબળો ખાસ ધ્યાનમાં લેવાં જેવાં છે. ભારતમાં યુવા વસ્તીનું સૌથી વધુ પ્રમાણ, આશા અને સ્વપ્નોને સાકાર કરવા સદા તત્પર ગણી શકાય એવો ભારતનો મહેનત-કશ મોટો મધ્યમ વર્ગ અને ગતિશીલ ઉદ્યોગસાહસિક ક્ષેત્રને આવાં મુખ્ય પરિબળો ગણાવી શકાય છે. સાથે જ મહત્તવનું છે કે ભારતમાં એક સ્થિર સરકાર હોવાથી વૈશ્વિક લેવલે લોકોનો ભરોસો ભારત પર વધ્યો છે.
(Home Page- gujju news channel)
Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - penny Stock - Bajaj Auto share price - Bajaj Auto Company Board Meeting - Latest Bussiness And Share Market News In Gujarati - Bajaj Auto Board Approves Rs.4000 Crore Share Buyback At Rs.10000 Per Share - Bajaj Auto BuyBack Price - Bajaj Auto BuyBack Date - Share repurchase