
Bilkis Bano Case : બિલકિસ બાનો કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે સુનાવણી દરમિયાન કહ્યું, ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે. બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયકગણી છે. SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે.
મહત્વનું છે કે, ઓગષ્ટ 2022માં ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ બિલકિસ બાનો ગેંગરેપ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના 11 ગુનેગારોને સજામાંથી મુક્તી આપવામાં આવી હતી. અને તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે. આ દોષિતોને 2008માં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી, જેને બોમ્બે હાઈકોર્ટે પણ મંજૂરી આપી હતી. આજીવન કેદની સજા પામેલા દોષિતે 14 વર્ષ જેલમાં કાઢવા પડે છે. તે પછી, ગુનાની પ્રકૃતિ, જેલમાં તેનું વર્તન અને અન્ય બાબતોને ધ્યાનમાં લેતા, સજામાં ઘટાડો અથવા મુક્તિ પર વિચાર કરી શકાય છે. બિલકિસ બાનો ગેંગ રેપના દોષિતે 15 વર્ષ જેલમાં વિતાવ્યા છે. જે બાદ ગુનેગારોએ સજામાં રાહત આપવા વિનંતી કરી હતી. જેના પર ગુજરાત સરકારે તેની માફી નીતિ હેઠળ આ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કર્યા હતા.
3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલકીસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલકીસ 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. બિલકીસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ હુમલામાં તેના પરિવારના 17માંથી 7 સભ્યો માર્યા ગયા હતા. 6 લોકો ગુમ થયા હતા, જે ક્યારેય મળ્યા નહોતા. આ હુમલામાં માત્ર બિલકીસ, એક પુરુષ અને ત્રણ વર્ષનો બાળક બચી ગયા હતા. તે સમયે બિલકીસ 21 વર્ષની હતી અને ગર્ભવતી હતી. રમખાણો દરમિયાન તેમના પરિવારના છ સભ્યો તેમના જીવ સાથે ભાગવામાં સફળ થયા હતા. સામૂહિક બળાત્કારના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2008માં સીબીઆઈની વિશેષ અદાલતે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.
(Home Page- gujju news channel)
Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Supreme Court verdict on Bilkis Bano Case - બિલકિસ બાનો કેસ અપડેટ