
Bigg Boss 17 : અંકિતા લોંખડે અને વિક્કી જૈનના લગ્ન તુટી જશે? અભિનેત્રીએ પતિને કહ્યું 'ફાલતું', 'હથોડો મારીને' ઉતાર્યો ગુસ્સો...!
Ankita Lokhande-Vicky jain Fight In Big Boss 17 Video Viral : તાજેતરમાં સલમાન ખાનનો શો 'Big Boss 17' ઈશા માલવીયા-સમર્થ જુરેલ, અભિષેક કુમાર, વિક્કી જૈન અને અંકિતા લોખંડેના કારણે ચર્ચામાં છે. આ બંને કપલ એકબીજા સાથે ખૂબ લડી રહ્યા છે. અંકિતા અને વિક્કી વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે આગામી વીકેન્ડ કા વાર એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, અંકિતા તેના પતિ વિક્કી જૈનને ફાલતુ કહી રહી છે અને મુનાવર ફારુકીનો પક્ષ લેતી જોવા મળી રહી છે. જેના કારણે બંને વચ્ચે લડાઈ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા 'બિગ બોસ'ના પ્રોમોમાં જોવા મળે છે કે, સલમાન ખાનએ એક ટાસ્ક આપે છે કે, મુનાવર ફારુકી અને વિક્કી જૈન વચ્ચે કોણ ફાલતું છે? આના પર અંકિતા કહે છે, 'વિકી મારા પતિ છે પરંતુ લાગે છે કે તે બીજાની બાબતોમાં દખલ કરે છે અને નકામા મુદ્દાઓ પર અવાજ ઉઠાવે છે. જ્યારે મુનવ્વર વધુ બોલતો નથી.
આગળ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટાસ્ક પૂરો થયા પછી વિકી જૈન અને અંકિતા લોખંડે વચ્ચે જોરદાર દલીલ થઈ રહી છે. વિક્કી કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે મને આમાં પસંદ કરશે, અમારો સંબંધ છે પરંતુ, મને લાગે છે કે તમે આ વિશે ભૂલી ગયા છો. પણ હું ભૂલ્યો નથી.’ આના પર અંકિતા કહે છે, ‘શું તને લાગે છે કે મેં મુનવ્વરને તારાથી ઉપર મૂક્યો છે?’ આ સવાલના જવાબમાં વિક્કી કહે છે, ‘તે આવું કરી બતાવ્યું છે.’ આ પછી અભિનેત્રીનો રંગ બદલાઈ ગયો હતો. હવે એક વાત સ્પષ્ટ છે કે તેમના સંબંધો દિવસેને દિવસે બગડી રહ્યા છે. શોમાં છૂટાછેડાની વાતો પણ સામે આવી છે. હવે જોવાનું એ રહે છે કે શો ખતમ થયા પછી તેમનો સંબંધ ટકી રહે છે કે નહીં!
તમને જણાવી દઈએ કે 'બિગ બોસ 17'નું આવનાર અઠવાડિયું ફેમિલી વીક બનવાનું છે. આમાં તે ફેમિલી શોનો ભાગ બનતી જોવા મળશે. તેમનો પ્રોમો પણ સામે આવ્યો છે, જેમાં એક ઝલક જોઈ શકાય છે. આમાં વિકી જૈનની માતાએ તેના પુત્ર માટે એક સંદેશ શેર કર્યો છે અને કહ્યું છે કે, વિકી 40 વર્ષમાં ક્યારેય તેનાથી દૂર નથી રહ્યો. આવી સ્થિતિમાં, જ્યારે તે તેને મળે છે, ત્યારે તે તેને ગળે લગાવશે અને જવા દેશે નહીં. હવે તે તેની માતાને સ્ક્રીન પર જોઈને ખૂબ જ ભાવુક થઈ જાય છે. તેની આંખમાં આંસુ આવી જાય છે. આ પછી અભિનેત્રી તેને પકડીને ગળે લગાવતી જોવા મળે છે. હવે, પ્રોમો બહાર આવ્યા પછી, દરેક ફેમિલી વીકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(Home Page- gujju news channel)
Home Page- Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Ankita Lokhande-Vicky jain Fight In Big Boss 17 Video Viral - ankita lokhande husband Real Life - Big Boss 17 Show Winer
Hoga jazbaaton par vaar jab lagenge contestants par faltu ka vaar. 👊
— ColorsTV (@ColorsTV) January 7, 2024
Dekhiye #BiggBoss17, Mon-Fri 10PM & Sat-Sun 9:30PM sirf #Colors aur @JioCinema par. #BB17 #BiggBoss@BeingSalmanKhan pic.twitter.com/Zp19h8Mcbk