
PM Modi Lakshadweep Visit Photos : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પ્રવાસની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. લક્ષદ્વીપમાં PM મોદી સમુદ્રમાં ડુબકી લગાવતા હોવાની તસવીર પણ સામે આવી છે. શેયર કરેલી ફોટોમાં બે લાઈફગાર્ડ પીએમ મોદીને સ્નોર્કલિંગ માટે મદદ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિય હેંડલ પર તસ્વીરો પોસ્ટ કરીને કહ્યુ કે, આજે સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુંં કે, "હાલમાં મને લક્ષદ્વીપના લોકો સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. હું હજુ પણ દ્વીપોના મનમોહક કુદરતી સૌંદર્ય અને ત્યાંના લોકોના અવિશ્વસનીય આતિથ્યથી મંત્રમુગ્ધ થઈ ગયો છું. પ્રાકૃતિક સૌંદર્ય સિવાય લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી મુકે છે. જે લોકો પોતાના સાહસને જગાવવા માંગે છે. તેમના માટે લક્ષદ્વીપ પોતાના લિસ્ટમાં સામેલ હોવું જોઈએ. મારા પ્રવાસ દરમિયાન, મેં સ્નોર્ક્લિંગનો પ્રયાસ કર્યો, જે એક રોમાંચક અનુભવ હતો..! દરિયાઈ તટની સફેદ રેતી અને સવારની શાંત અને શુદ્ધ હવા સાથે પ્રકૃતિનો આનંદ માણ્યો હતો!"
બીજી તસવીરમાં પીએમ મોદી કાળા પાયજામા પહેરીને બીચ પર ફરતા જોવા મળે છે. તેણે X પર લખ્યું છે કે બીચ પર વહેલી સવારે ચાલવું એ આનંદની ક્ષણો હતી.
પીએમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તેઓ બીચ પર ખુરશી પર બેઠા છે. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને ત્યાંના એકાંતની પ્રશંસા કરી હતી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Instagram Hot Video Viral - ગુજરાતી સમાચાર - PM Modi Lakshadweep Visit Photos - PM Modi Snorkelling in Lakshadweep sea photos and video viral - Lakshadeep Nature
For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list.
— Narendra Modi (@narendramodi) January 4, 2024
During my stay, I also tried snorkelling - what an exhilarating experience it was! pic.twitter.com/rikUTGlFN7