
2024ની સૌથી મોંઘી ફિલ્મ..! સાલાર, ડંકી અને એનિમલ કરતા પણ વધારે છે બજેટ; RRR અને બાહુબલીનો તોડી શકે છે રેકોર્ડ..
India Most Expensive Film Kalki 2898 AD: પાછળના 2023ના વર્ષની શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર અનેક મોટા બજેટની ફિલ્મો રિલિઝ થઈ, જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરવામાં કોઈ કસર ન છોડી અને સાથે જ અનેક રેકોર્ડ તોડ્યા. એવામાં હવે નવા વર્ષ 2024ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આ વર્ષે પણ સિનેમાઘરોમાં ઘણી મોટા બજેટની ફિલ્મો રિલિઝ થવાની છે. જેને લઈને ફેન્સ પણ ઘણા આતુર છે. આ વર્ષે રિલિજ થનારી કેટલીક મેગા બજેટની ભારતીય ફિલ્મ મોટા પાયે રિલીઝ થવા જઈ રહી છે, જે પાછળના વર્ષની સૌથી મોટી રિલીઝ થયેલી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે. આ ફિલ્મોમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મનો પણ સમાવેશ થાય છે, જેના વિશે ટ્રેડ નિષ્ણાંતોનું અનુમાન છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનેક મોટા રેકોર્ડ બનાવી શકે છે, આ ફિલ્મ નાગ અશ્વિન રેડ્ડી (Nag Ashwin Reddy) ના નિર્દેશનમાં બની છે. જેનું નામ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 AD) છે.
રિપોર્ટસ અનુસાર, 'કલ્કી 2898 એડી' ( Kalki 2898 AD )નું બજેટ સ્કેલ અન્ય ફિલ્મો જેવી કેે બ્રહ્માસ્ત્ર જેનું બજેટ 400 કરોડ અને બાહુબલી જેનું 250 કરોડ છે. આવી ફિલ્મો કરતા પણ વધારે છે. કેટલાક સુત્રોના જણાવ્યા અનુસાર કલ્કિ 2898 એડી અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ બની રહેશે. જે બોક્સ ઓફિસ પર RRR અને બાહુબલીનો રેકોર્ડ તોડી શકે છે. આ ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રભાસ (Prabhas), દીપિકા પાદુકોણ (Deepika Padukone), કમલ હસન (Kamal Haasan) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) જેવા દિગ્ગજ કલાકારો કામ કરી રહ્યા છે. આ ફિલ્મ વિશે હજુ કોઈ માહિતી ઓફિશિયલ રીતે બહાર આવી નથી. પરંતુ આ ફિલ્મ ભારતીય ફિલ્મજગતને નવા લેવલ પર લઈ જવાનું કાર્ય ચોક્કસ કરી શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Dunki And Salar Movie Collection Till Now - Entertainment news - - Box Office Report - India Most Expensive Film Kalki 2898 AD - (Prabhas), દીપિકા પાદુકોણ (Deepika Padukone), કમલ હસન (Kamal Haasan) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)