• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • અંબાલાલ પટેલની મોટી આગાહી : ભરશિયાળે ગુજરાતમાં ફરી કરા સાથે કમોસમી વરસાદ પડશે, તો વર્ષ 2024ના વાતાવરણ અંગે પણ આપી માહિતી...

અંબાલાલ પટેલની મોટી આગાહી : ભરશિયાળે ગુજરાતમાં ફરી કરા સાથે કમોસમી વરસાદ પડશે, તો વર્ષ 2024ના વાતાવરણ અંગે પણ આપી માહિતી...

02:40 PM December 16, 2023 admin Share on WhatsApp



Ambalal Patel Agahi : રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પડી રહી છે. પરંતુ આ વર્ષે હજી જોઇએ તેવી ઠંડી પડી નથી. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે. તેમણે નવા વર્ષની શરૂઆતથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનું અનુમાન ( Forecast )  કર્યુ છે.

► 23 ડિસેમ્બરે કરા સાથે પડી શકે વરસાદ

અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યુ કે, 18 ડિસેમ્બર પછી દેશના ઉત્તરિય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે. એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે. વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે. કારણ કે, ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું જોવા મળશે. ધીમે-ધીમે હવામાનમાં ફેરફાર રહેશે. 16થી 18 ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અરબ સાગરનો ભેજ અને વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે. 23 ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે. મજબુત સિસ્ટમ આવશે. જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમ પલટો લાવશે. 23 ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે.

► જાન્યુઆરીથી ફેબ્રઆરી માસમાં કેવું રહેશે વાતાવારણ ?

હવામાનના નિષ્ણાત અને આગાહીકારે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. તેમણે ફેબ્રુઆરી મહિના અંગે વાત કરતા જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.તેમણે ફેબ્રુઆરી મહિના અંગે વાત કરતા જણાવ્યુ છે કે, પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ફાગણ માસમાં ઠંડી પાડવાની શક્યતા રહેશે. કચ્છ, નલિયા, ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે.

► એપ્રિલ મહિનામાં ભારે પવન સાથે સાયક્લોન આવી શકે

અંબાલાલ પટેલે એપ્રિલ માસ માટે જણાવ્યુ કે, આ મહિનામાં પવન ફૂંકાવવાની શક્યતા રહેશે. વર્ષ 2024 સાયકલોનનું વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયકલોન જોવા મળશે. 1મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં આખા અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતો માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, બરફ વર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય શિયાળુ પાકમાં ઘઉંનો પાક મુખ્ય વરિયાળી અને એરંડા પણ અસર થાય. જો વધુ હિમવર્ષા થાય તો કપાસમાં પાકમાં ખા ખરી આવી જાય. દિવેલાના પાકમાં વરસાદ થી અસર થાય પણ વધ ઘટના કારણે તેના પાન પર અસર થાય તેવા શક્યતા છે.


 gujjunewschannel.inhttps://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે વરસાદની આગાહી - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2023 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat rain forecast - weather forecast india - weather forecast 10 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather - Ambalal Patel Agahi Forecast



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો શાનદાર વિજય, તમામ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભગવો લહેરાયો

  • 28-04-2026
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 એપ્રિલ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-04-2026
    • Gujju News Channel
  • Gujarat Election 2026 Voting Update : ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: 15 મહાનગરપાલિકામાં લોકશાહીનો ઉત્સવ સંપન્ન
    • 26-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 27 એપ્રિલ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 26-04-2026
    • Gujju News Channel
  • કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આજે મતદાન, ગરમીનો પારો 44 ડિગ્રીને થશે પાર
    • 26-04-2026
    • Gujju News Channel
  • પંજાબે T20 ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, 264 રન બનાવવા છતાં પણ 6 વિકેટથી હારી દિલ્હી
    • 25-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 26 એપ્રિલ 2026 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 25-04-2026
    • Gujju News Channel
  • AAPમાંં મોટું ભગાંંણ! નીતિન નબીનની હાજરીમાં 7 સાંસદ સહિત રાઘવ ચઢ્ઢાની ભાજપમાં એન્ટ્રી
    • 24-04-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 25 એપ્રિલ 2026 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 24-04-2026
    • Gujju News Channel
  • તડકાથી લોકો ત્રાહીમામ ! રાજ્યમાં 7 દિવસ માટે યલો એલર્ટ જાહેર, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળજો
    • 23-04-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us