
Skin Care : ચહેરો ચમકદાર વાઈટ કરવા માટે ચંદન(Sandlwood)નો કરો આ રીતે ઉપયોગ, સ્કિન થશે ગોરી..!
Skin Care : ચંદન (Chandan Powder) જે મન અને શરીરને આનંદ પ્રદાન કરે છે. તે ઠંડુ, રૂક્ષ અને કડવા, મધુર રસયુક્ત હોય છે. તે પચ્યા પછી તીખા રસમાં પરિવર્તન પામે છે. તે હલકું હોય છે અને પિત્ત અને રક્તનાં દોષોને દૂર કરે છે. તે બળતરાને શાંત કરે છે. શ્રેષ્ઠ ચંદન તે છે કે જે ઘસવાથી પીળો રંગ, ટૂકડાં કરવાથી સહેજ લાલાશ પડતો રંગ અને દેખાવમાં શ્વેત વર્ણ હોય અને ગાંઠો ધરાવતું હોય. ચંદનનાં ઘણા પ્રકારનું વર્ણન છે અહીં આપણે શ્વેત ચંદન કે સુખડ ( Sandalwood Powder ) વિશે જાણીશું. ચંદન તે ચામડીનો રંગ ( Skin Glow ) સુધારે છે, ખંજવાળ ઘટાડે છે, રક્ત શુદ્ધિ કરે છે તથા મૂત્રને વધારે છે. આ ઉપરાંત, તે દૂર્ગંધનાશક પણ છે. તે થાક અને અશક્તિને પણ દૂર કરે છે.
૧. ઉલટી આવતી હોય તો આંબળાના રસ સાથે ચંદન આપવાથી તે બંધ થઇ શકે છે.
૨. પિત્તદોષ યુક્ત કે લાંબા સમયથી આવતાં તાવમાં ચંદનનો પ્રયોગ કરવાથી બળતરા અને તરસ શાંત થાય છે. પરસેવો ઉત્પન્ન થઇ તાવ પણ ઓછો કરે છે.
૩. ચામડી પર ગૂમડાં, ખંજવાળ કે એલર્જી થઇ હોય ત્યારે ચંદન, ગુલાબજળ અને કપૂરને મિશ્ર કરી લગાવવાથી ફાયદો થાય છે.
૪. માથામાં દુખાવો થતો હોય ત્યારે તેનો લેપ લગાવવાથી પણ રાહત મળે છે.
૫. ચંદનને ચોખાના ધોવાણમાં સાકર અને મધ સાથે મેળવીને આપવાથી ઝાડામાં લોહી આવતું હોય કે મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો ફાયદો થાય છે.
૬. મસામાંથી લોહી પડતું હોય તો ચંદન અને સૂંઠનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
૭. વધુ માસિક આવતું હોય ત્યારે દૂધ,ઘી, સાકર અને મધ સાથે ચંદનનું ચૂર્ણ લેવાથી ફાયદો થાય છે.
૮. દુર્ગંધયુક્ત શ્વેત પ્રદરમાં ચંદનનો ઉકાળો પીવો.
૯. ચંદનના તેલનો ઉપયોગ ખરજવા પર કરવાથી ફાયદો થઇ શકે છે.
૧૦. હથેળીઓમાં ખૂબ પરસેવો હોય તો ચંદનનું ચૂર્ણ હથેળીમાં લગાવવાથી રાહત મળી શકે છે.
૧૧. ઉનાળામાં ચંદનના શરબતના ઉપયોગથી ઠંડક મળે છે અને પેટની ગરમી શાંત થાય છે.
૧૨. ચંદનના તેલને ચહેરા પર લગાવવાથી શુષ્ક ત્વચામાં ફાયદો મળે છે.
૧૩. શીતપિત્તમાં ચંદન ગળોના રસ સાથે લેવાથી આરામ મળે છે.
૧૪. દુર્ગંધયુક્ત કફમાં ચંદનના તેલના ટીપાને પતાસા પર લગાવીને લેવાથી ફાયદો થઇ શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - chandan powder - sandalwood powder - How To Use Sandalwood Powder ? - Skin Care how to use chandan powder sandalwood powder on face for glow - chandan powder for face - chandan face pack - sandalwood powder in hindi Gujarati - side effects of sandalwood powder on face - sandalwood powder for face