
Motivational Speaker Sandeep Maheshwari In Depression : સંદીપ મહેશ્વરી એક મોટિવેશનલ સ્પીકર છે. YouTube પર લાખો લોકો તેમનો વીડિયો જોઇને અને સાંભળીને પ્રેરણા મેળવતા હોય છે. સાંદીપ માહેશ્વરીને સાંભળીને ઘણા લોકો દુ:ખની ઘડીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવે છે. જીવનમાં સંઘર્ષ સાથે પણ આગળ વધતા હોય છે. જો કે કપરા સમયમાં લોકોને આગળ વધવાની પ્રેરણા આપનાર સંદીપ માહેશ્વરીના જીવનનો પણ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. અદભૂત વક્તા અને Motivational Speaker એવા Sandeep Maheshwari સાથે જોડાયેલી એક ખરાબ ખબર સામે આવી છે. મોટિવેશન સ્પીકર સંદીપ માહેશ્વરી છેલ્લા ત્રણ વર્ષથી Depressionમાં છે. આ વાતનો ખુલાસો સંદીપ માહેશ્વરીએ પોતે જ YouTube પર પોસ્ટ કરીને કર્યો છે. તેમણે ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે દવાનો સહારો લેવો પડી રહ્યો છે.
સંદીપ માહેશ્વરી એક મોટિવેશનલ સ્પીકર છે. YouTube પર લાખો લોકો તેમનો વીડિયો જોઇને અને સાંભળીને પ્રેરણા મેળવતા હોય છે. સાંદીપ માહેશ્વરીને સાંભળીને ઘણા લોકો દુ:ખની ઘડીમાં જીવનમાં આગળ વધવાની પ્રેરણા મેળવે છે. જીવનમાં સંઘર્ષ સાથે પણ આગળ વધતા હોય છે. જો કે કપરા સમયમાં લોકોને આગળ વધવાની પ્રેરણા આપનાર સંદીપ માહેશ્વરીના જીવનનો પણ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. સંદીપ માહેશ્વરીએ પોતે જ ડિપ્રેશનમાં હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.
સંદીપ માહેશ્વરીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી છે. જેમાં લખ્યુ છે કે, ‘તમારી સાથે એક વાત શેર કરવા માગુ છુ.ઘણા બધા લોકો એવુ વિચારે છે કે હું મહાન માણસ છુ, કે જે ક્યારેય ડિમોટીવેટ થતો નતી કે ડિપ્રેશ પણ થતો નથી. આ વાત સાચી નથી; કોવિડ દરમિયાન 2020ના અંતથી હું ડિપ્રેશન સામે લડત આપી રહ્યો છું.ડોક્ટરના જણાવ્યા અનુસાર દવા પણ લઇ રહ્યો છું. તમને વિચાર આવતો હશે તે હું તમારી સાથે આ વાત કેમ શેર કરી રહ્યો છું, કેમ કે હું ખરેખર અનુભવુ છુ કે તમારે આ સત્ય જાણવુ જોઇએ.(કોઇ ફરક નથી પડતો કે તે કેટલી ખરાબ/દુખ આપનારી વાત છે)’
આ વાત દર્શાવે છે કે ડિપ્રેશન એ વ્યક્તિની સામાજિક-આર્થિક સારી-નરસી સ્થિતિને પાર કરીને કોઈપણને અસર કરી શકે છે. સંદીપ માહેશ્વરીનું આ પગલું હિંમતભર્યું અને ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવવામાં મદદરુપ રહેશે. આ લેખમાં અમે તમને ડિપ્રેશનના લક્ષણો જણાવીશું.
ડિપ્રેશન એ એક સામાન્ય માનસિક સ્વાસ્થ્યની સમસ્યા છે. જેમાં વ્યક્તિ લાંબા ગાળા સુધી ઉદાસ રહે છે. ડિપ્રેશન પીડિત વ્યક્તિમાં કુદરતી રીતે ખુશ રહેવાની અને જીવનનો આનંદ માણવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ડિપ્રેશન વિવિધ શારીરિક, માનસિક અને ભાવનાત્મક લક્ષણો સાથે સામે આવે છે. ઉદાસ મૂડ, નિરાશા અને બેચેનીની લાગણી, રોજિંદા પ્રવૃત્તિઓમાં રસ ગુમાવવો, થાક, ઊંઘ અને ભૂખમાં ફેરફાર, યાદશક્તિ અને એકાગ્રતામાં મુશ્કેલીનો સામનો કરવો તેના લક્ષણ છે. આ લક્ષણોના કારણે વ્યક્તિનું કામ, અભ્યાસ અને સામાજિક જીવન પ્રભાવિત થઈ શકે છે. પર્યાપ્ત સારવાર અને સહાયથી ડિપ્રેશનને દૂર કરી શકાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, તે લાંબા સમય સુધી ટકી શકે છે અને વ્યક્તિ માટે વધુ પીડાદાયક બની શકે છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Motivational Speaker Sandeep Maheshwari In Depression - who is sandeep maheshwari - how sandeep maheshwari earns - how to attend sandeep maheshwari session - how to contact sandeep maheshwari - what is sandeep maheshwari business - sandeep maheshwari net worth - sandeep maheshwari quotes - sandeep maheshwari wife - sandeep maheshwari age - student sandeep maheshwari quotes - sandeep maheshwari images - sandeep maheshwari business name