• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Rain News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, ઉત્તર-મધ્ય ગુજરાતમાં આતુરતાથી રાહ…

Rain News: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, ઉત્તર-મધ્ય ગુજરાતમાં આતુરતાથી રાહ…

04:57 PM June 19, 2022 admin Share on WhatsApp



► 21 અને 22 જૂનના રોજ દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ

► આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી

► જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે: અંબાલાલ

ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. સુરતમાં આજે વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી છે. આજ રોજ સમગ્ર સુરતમાં છુટોછવાયો વરસાદ વરસ્યો.

અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો

બીજી બાજુ અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો. જેમાં જાફરાબાદના વાડી વિસ્તારમાં પણ આજે વરસાદ વરસ્યો. અમરેલીના બાબરકોટ, વઢેરા, કડિયાળી અને નાગેશ્રીમાં પણ આજે વરસાદ વરસ્યો. એ સિવાય હેમાળ અને ટીમ્બી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ વરસ્યો. આ સિવાય અમરેલીના વિવિધ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો. જેમાં સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધારી-ગીર પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો. ધારીના વીરપુર, જીરા, મુંજાણીયા અને ઈંગોરાળામાં વરસાદ ખાબક્યો.

ભાવનગરના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી માહોલ

એ સિવાય ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઇ ગયો. ભાવનગરના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી પણ વધારે રાહત મળી.

વાપીની આસપાસના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો

બીજી બાજુ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વાપી અને તેની આસપાસના વિસ્તારમાં પણ આજે વરસાદ ખાબક્યો. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. જૂનાગઢ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં વિસાવદરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો. ખેડૂતોએ પણ વાવણી કરી હોવાથી વરસાદના કારણે હાશકારો અનુભવ્યો.  વિસાવદરમાં આજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો.

રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઇ સુધીમાં વાવણીલાયક વરસાદ વરસશે

ગુજરાતમાં જ્યારે ખરેખર ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે. એવાં સમયે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વધારે મહત્વ ધરાવતી હોય છે. ત્યારે અંબાલાલની આગાહી અનુસાર, રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઇ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.

જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે                                  

બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે.



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 17 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 16-09-2025
  • Gujju News Channel
  • ભારતીય ટીમની જર્સી પર હવે જોવા મળશે Apollo Tyres નો લોગો, BCCI સાથે ડીલ ફાઈનલ
    • 16-09-2025
    • Gujju News Channel
  • જામનગરમાં આવેલા અનંત અંબાણીના વંતારાને સુપ્રીમ કોર્ટથી મળી ક્લીન ચીટ, જાણો શું છે આખો મામલો?
    • 15-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 16 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 15-09-2025
    • Gujju News Channel
  • વૈજ્ઞાનિકોએ બનાવ્યો વિશ્વનો પહેલો ‘હાડકાનો ગુંદર’, મિનિટોમાં તૂટેલા હાડકાં જોડશે - Know About Bone Glue
    • 13-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-09-2025
    • Gujju News Channel
  • CP Radhakrishnan Oath : સીપી રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા
    • 12-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-09-2025
    • Gujju News Channel
  • અંબાલાલ પટેલની આગાહી: આસોમાં છવાશે અષાઢી માહોલ, છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં હળવા વરસાદની વકી
    • 11-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 12 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 11-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us