
Delhi Mumbai Pollution News : દિલ્હી અને મુંબઇમાં રહેતા ૬૦ ટકા લોકો બંને શહેરમાં વાયુ પ્રદૂષણને લીધે ખરાબ થતી પરિસ્થિતીને પગલે કોઈ અન્ય જગ્યા કે શહેરમાં જવાના વિકલ્પો પર વિચારણા કરી રહ્યા છે. આ ખુલાસો તાજેતરના એક અભ્યાસમાં થયો છે. જેમાં તેવું પણ સ્વિકારાયું છે કે, ૯૦ ટકા લોકોએ પ્રદૂષણથી ખાંસી અને શ્વાસ સંબંધિત સમસ્યા છે. સાથે જ ૩૫ ટકા લોકોએ પ્રદૂષણને કારણે કસરત અને મોર્નિંગ વોકની પ્રવૃતિ બંધ કરી છે. જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે.
આરોગ્ય સેવા આપનાર પ્રિસ્ટિન કેયરે દિલ્હી, મુંબઇ અને આસપાસના વિસ્તારના ચાર હજાર લોકો પર કરાયેલ સર્વેના આધાર પર આ તારણ રજૂ કર્યું છે. સ્ગડીમાં સામેલ ૧૦માંથી ૯ લોકોએ એર કવોલિટી ઇન્ડેક્સ (એકયુઆરઇ)માં ઘટાડને પગલે સ્વીકાર કર્યો કે, વાયુ પ્રદૂષણને લીધે સતત ખાસી, શ્વાસ લેવામાં તકલીફ ગળામાં ખરાશ અને આંખમાંથી પાણી નીકળવું કે ખંજવાળ આવવાની સમસ્યા સર્જાઇ રહી છે. આ સર્વે અનુસાર, દિલ્હી અને મુંબઇમાં ૧૦ પૈકી ૫ રહેવાસીએ ખરાબ હવાની ગુણવાતા અને પ્રદૂષણને કારણે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા પર વિચાર કરી રહ્યા હોવાની વાત કહી છે.
આ સર્વે પ્રમાણે હવાની ગુણવતામાં ઘટાડો, ખાસ કરીને શિયાળાની મોસમને લીધે લોકોની તબિયત પર ખરાબ અસર પડી રહી છે. સર્વેક્ષણના રિપોર્ટ પ્રમાણે ૪૦ ટકા લલકોએ શિયાળાની મોસમમાં પોતાના પ્રિયજનોમાં અસ્થમા કે બ્રોકાઇટિસ જેવી પહેલાથી ઉપસ્થિત શ્વાસોશ્વાસ સંબંધતિ બીમારીમાં વૃદ્ધિ થવાની વાત કહી છે. આ સ્ટડી રિપોર્ટ પ્રમાણે, દિલ્હી અને મુંબઇમાં ૧૦ માંથી ૪ લોકોને પ્રતિ વર્ષ કે કેટલાક વર્ષોમાં વાયુ પ્રદૂષણથી સંબંધતિ આરોગ્ય સમસ્યાઓ માટે સારવારની જરૂરિયાત છે.
સર્વેક્ષણમાં સામેલ લોકોને, જ્યારે વાયુ પ્રદૂષણની નકારાત્મક અસર ઓછી કરવા પર પુછવામાં આવ્યુ તો ૩૫ ટકા લોકોએ કહ્યુ કે, તેમણે કસરત અને દોડવા જેવી બહારની ગતિવિધિ બંધ કરી દીધી છે, જ્યારે ૩૦ ટકાએ માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે. દિલ્હી અને મુંબઇમાં ફકત ૨૭ ટકા લોકોએ એર પ્યોરીફાયરનો ઉપયોગ કરવાની વાતનો સ્વીકાર કર્યો, જ્યારે આશ્ચર્યજનક રીતે ૪૩ ટકા લોકોએ ખોટી ધારણા છે કે તેના ઉપયોગથી પ્રતિકારક પ્રણાલી નબળી થઇ જાય છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Delhi Mumbai Pollution News - delhi pollution diesel cars - delhi pollution today - delhi pollution level - delhi pollution level today live - how to reduce pollution in delhi - why delhi pollution is high - what is the pollution level of delhi