
Smartphone Tips: ચોમાસામાં સ્માર્ટફોનને આ રીતે રાખો સુરક્ષિત, ગેજેટને વરસાદના પાણીથી બચાવવા આટલું કરો..
Smartphone protection tips in Monsoon: વરસાદમાં વધારે પલળવાથી શરદી - તાવ સહિતની સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી શરીરની કાળજી લેવી જરૂરી છે. અલબત્ત આજના સમયમાં શરીર સાથે મોંઘા સ્માર્ટફોન (Smartphone protection in Monsoon)ને પણ વરસાદમાં ભીના થતા બચાવવા જરૂરી બની ગયા છે.
ગુજરાતમાં ચોમાસુ (Monsoon) શરૂ થઈ ચૂક્યું છે. ઘણા જિલ્લામાં મેઘમહેર (Rain) થઈ ચૂકી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની સવારી ગમે ત્યારે આવી શકે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળતી વખતે છત્રી અને રેઇનકોટ (Raincoat) ભૂલી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદમાં વધારે પલળવાથી શરદી - તાવ સહિતની સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી શરીરની કાળજી લેવી જરૂરી છે. અલબત્ત આજના સમયમાં શરીર સાથે મોંઘા સ્માર્ટફોન (Smartphone protection in Monsoon)ને પણ વરસાદમાં ભીના થતા બચાવવા જરૂરી બની ગયા છે.
ચોમાસા દરમિયાન ભીની આંગળીઓથી ટચસ્ક્રીન સ્માર્ટફોનને ઓપરેટ કરવા મુશ્કેલ બને છે. થોડી પણ ચૂક થાય તો પાણીના સંપર્કમાં આવેલા સ્માર્ટફોનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ શકે છે અથવા સ્માર્ટફોન ફરી ચાલુ જ ન થાય તેવું પણ બની શકે. આવી સ્થિતિમાં ખર્ચમાં વધારો થઈ શકે છે. જેથી અહીં સ્માર્ટફોનને પાણીથી થતા ડેમેજથી કઈ રીતે બચાવવો તે અંગે કેટલીક ટિપ્સ (Tips for protect your smartphone from water) આપવામાં આવી છે.
ચોમાસામાં શરીરને પાણીથી બચાવવા રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ થાય છે. તેવી જ રીતે સ્માર્ટફોનને પણ વોટરપ્રૂફ કવરથી રક્ષણ આપવું જરૂરી છે. આવા કવર દેખાવમાં સારા ન હોય પણ સ્માર્ટફોનને હેમખેમ રાખી શકે છે.
સ્માર્ટફોન વધુ પ્રમાણમાં પાણીના સંપર્કમાં આવે તો ફરી ક્યારેય તેનો ઉપયોગ જ ન થઈ શકે તેવી સમસ્યા સર્જાય છે. ડેટા પણ રિકવર થઈ શકે નહીં. જેથી તમે ઘરની બહાર હોવ તે દરમિયાન એકાએક વરસાદ શરૂ થઈ જાય અને તમારી પાસે સ્માર્ટફોનને ઢાંકવા કોઈ વ્યવસ્થા ન હોય તેવા કિસ્સામાં સ્માર્ટફોનને તત્કાલ સ્વિચ ઓફ કરી દેવો અને બેટરી કાઢી લેવી હિતાવહ છે.
વોટરપ્રૂફ કવર ન હોય ત્યારે વરસાદના પાણીથી મોબાઈલને સુરક્ષિત રાખવા માટે પોલીબેગ કે કોથળીનો ઉપયોગ કરી શકાય છે. તમે પ્લાસ્ટિકની કોથળી ચડાવી સ્માર્ટફોનને વ્યવસ્થિત પેક કરી શકો છો. પરિણામે સ્માર્ટફોન પાણીથી બચી જશે.
ફોનની કિંમત વધુ હોવાની સાથે તેની અંદર રહેલો ડેટા ઘણી વખત બહુમૂલ્ય હોય છે. પાણીના કારણે ડેડ થયેલા સ્માર્ટફોનમાંથી ડેટા પરત ન પણ મળે. જેથી ડેટાના બેકઅપ માટે અગાઉથી જ આયોજન કરો. તમે તમારા ગૂગલ અને આઇક્લાઉડ આઇડીનો ઉપયોગ કરીને તમારા ફોટોઝ અને કોન્ટેકનું બેકઅપ પહેલેથી જ મેળવી શકો છો. તમે તમારી જરૂરી ફાઇલોને સાચવવા માટે ડ્રોપબોક્સ જેવી ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરી શકો છો.
વસ્તુઓને ભીની થતી અટકાવવા સિલિકા જેલ ઉપયોગી છે. જેથી પેકેટ અથવા નવી પાણીની બોટલની અંદર આવતા સિલિકાના પાઉચને ફેંકી દેશો નહીં. તેને ખૂબ જ અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ઝિપલોક અથવા તેના જેવું પાઉચ ખરીદ્યા બાદ તમે તે સિલિકા સેશેટને તેની અંદર મૂકી શકો છો અને તેને તમારા વોલેટમાં રાખી શકો છો. મોબાઈલને ઝિપલોકમાં રાખવાથી તે પાણીથી બચી જશે અને આ સાથે જ સિલિકા જેલ તેને ભેજથી બચાવશે. ઝિપલોક બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે.