Indian Stock Market Rise : મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં તોફાની તેજી છે. ચોતરફ ખરીદીના કારણે ૨૯ નવેમ્બરે બજારમાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. ૩૩૩.૧૩ લાખ કરોડ (લગભગ ૪ ટ્રિલિયન ડોલર)ને વટાવી ગયું છે. આ દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કરતાં વધુ છે. ( BSE Market Cap Is Higher Than Indian GDP ) BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા ૫,૧૬૮ છે, જેમાંથી આજે ૩,૭૩૦ શેરમાં ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. કુલ ટ્રેડેડ શેર્સમાંથી ૨૦૦૦ શેરમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ સિવાય ૧૬૦૦ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમાંથી ૨૮૮ શેરોએ ૫૨ સપ્તાહની ઊંચી સપાટી બનાવી છે. તેમજ ૨૭૩ શેરમાં અપર સર્કિટ લાગી છે. જયારે ૧૬૨ શેરમાં લોઅર સર્કિટ છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. ૩૩૩ લાખ કરોડને વટાવી ગયું છે, જયારે વર્ષ ૨૩માં દેશની કુલ GDP રૂ. ૨૭૩.૦૭ લાખ કરોડ હતી. બજેટમાં 2024 માટે જીડીપી રૂ.૩૦૧.૭૫ લાખ કરોડ હોવાનો અંદાજ છે.
ભારતનું GDP હજુ ચાર ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલર સુધી નથી પહોંચ્યુ, તે અગાઉ ભારતીય શેરમાર્કેટની વેલ્યૂ ૪ ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. એટલે કે ભારતના જીડીપી કરતા પણ શેરબજાર આગળ નીકળી ગયું છે. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂ આજે પહેલી વખત ૪ ટ્રિલિયન ડોલર એટલે કે ૩૩૩ લાખ કરોડ રૂપિયા કરતા વધી ગઈ હતી. આગામી દિવસોમાં ભારત અમેરિકા, ચીન અને જાપાનને પણ માર્કેટ કેપિટલમાં ચેલેન્જ આપી શકે છે.
ભારતીય શેરબજાર હવે માર્કેટ કેપિટલની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમે છે. ટોચના ચાર સ્થાન પર અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં નિફટી ઈન્ડેક્સ ૧૦ ટકા કરતા વધારે વધ્યો છે. એટલે કે વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ભારતની માર્કેટ કેપિટલમાં ૫૧ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાં પણ સ્મોલ અને મિડકેપ કંપનીઓએ આઉટપરફોર્મન્સ કરવામાં આગેવાની લીધી છે. આ ઉપરાંત શેરમાર્કેટમાં તાજેતરમાં ઢગલાબંધ આઈપીઓ આવ્યા છે જેમાં મૂડીરોકાણના કારણે આખા માર્કેટની વેલ્યૂ વધતી જાય છે. મે ૨૦૨૧માં ભારત ત્રણ ટ્રિલિયન ડોલરની ક્લબમાં આવી ગયું હતું. ત્યાર બાદ વધુ એક ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરવામાં અઢી વર્ષ લાગ્યા છે.
શેરમાર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવ વધે તથા નવા લિસ્ટિંગ થાય ત્યારે માર્કેટ કેપ વધતી હોય છે. ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે આગામી મહિનાઓમાં ફેડ દ્વારા વધુ એક વખત રેટ કાપ આવશે તેવા સંકેત આપ્યા ત્યાર પછી નિફટીમાં તેજી છે. સપ્ટેમ્બર મહિનામાં ટોચ બનાવ્યા પછી આજે પહેલી વખત આ ઈન્ડેક્સ ૨૦,૦૦૦ની સપાટીને પાર કરી ગયો હતો.
ભારતીય બજારમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી, પરંતુ આ મહિનામાં તેમણે ફરીથી ખરીદી શરૂ કરી છે. નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્વારા ૨૯૦૧ કરોડ રૂપિયાનું નેટ બાઈંગ થયું છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં FIIએ એક લાખ કરોડ રૂપિયાના ભારતીય શેરોની નેટ ખરીદી કરી છે જયારે ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર (DII) દ્વારા ૧૭૭.૫ લાખ કરોડ રોકવામાં આવ્યા છે. મોર્ગન સ્ટેન્લીના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકારોને સૌથી મોટી ચિંતા ભારતીય શેરના વેલ્યૂએશનની છે. ભારતની ફંડામેન્ટલ સ્ટોરી મજબૂત છે પરંતુ ડોમેસ્ટિક ઈનફલો ક્યાં સુધી ચાલશે તેનો સવાલ છે. અત્યારે સ્થાનિક રોકાણકારો શેર સતત ખરીદતા જાય છે જેના કારણે માર્કેટ થોડું મોંઘું થઈ ગયું છે.
ભારતીય શેરમાર્કેટની સ્પર્ધા હવે જાપાન સાથે છે. વર્ષ ૨૦૨૭માં ભારત નોમિનલ જીડીપીની બાબતમાં જાપાન કરતા આગળ નીકળી જશે તેમ માનવામાં આવે છે. ઈકોનોમીની સાઈઝ જોવામાં આવે તો અમેરિકા અને ચીન આ બે દેશ જ ભારત કરતા આગળ રહેશે. હાલમાં ભારતીય અર્થતંત્રનું કદ ૩.૪ ટ્રિલિયન ડોલર છે જે વર્ષ ૨૦૪૭માં ૨૯ ટ્રિલિયન ડોલર અને ૨૦૫૨માં ૪૫ ટ્રિલિયન ડોલર થાય તેવી શક્યતા છે. સીએલએસએના અંદાજ મુજબ ભારત મોટા પાયે સુધારા ચાલુ રાખે તો ૩૦ વર્ષ પછી ભારતીય ઈકોનોમીની સાઈઝ અમેરિકન ઈકોનોમી કરતા પણ મોટી હશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Which Mutual Fund Gives Best Return - Short Term And Long Term Mutual Fund Investment Tips - Best Mutual Fund which gives you guaranty Return - BSE Market Cap Is Higher Than Indian GDP - Indian Stock Market NSE BSE Rise - Nifty Cross 20,000 - Bank Nifty Cross 44,000 And Sensex Nearly 67,000