
Ambalal Patel Forecast Latest News : રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ બાદ હવે ફરી એકવાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે. 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણભારતમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 2થી 4 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જેથી 2થી 16 ડિસેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 8 ડિસેમ્બર સુધી આ ચક્રવાતનું જોર રહેશે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પૂર્વીય વિસ્તારમાં જશે. જેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરુ થશે. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બર મહીનાની શરુઆતથી ઠંડીનું જોર વધવાનું શરુ થશે.
રાજ્યના હવામાન ખાતા મુજબ ગુજરાત પરથી વરસાદી સિસ્ટમના વાદળ હતી ગયા છે. ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. સાથે જ હવામાન વિભાગે આજથી ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાશે. ડિસેમ્બરના પ્રારંભથી થિજાવતી ઠંડી પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. કચ્છનું નલિયા ગઇકાલે સૌથી ઠંડુંગાર રહ્યું. નલિયામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે ખેડૂતોને મોટા રાહતના સમાચાર આપ્યા છે. આજથી માવઠાની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં વરસાદી સિસ્ટમને પગલે તાપમાનનો પારો ગગડયો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે. પરંતુ હવે માવઠા પડવાની કોઈ સંભાવના રચાઈ રહી નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - હવામાન આગાહી - હવામાન આગાહી ઠંડીની - આજે વરસાદની આગાહી - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2023 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat rain forecast - weather forecast india - weather forecast 10 days - lowest temperature of gujarat - Cold wave in gujarat Weather