
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, બંગાળના ઉપસાગરમાં ચક્રવાત જોવા મળશે. જેના કારણે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા વર્તાઇ રહી છે. આ સાથે તેમણે 22મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.
પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. નવેમ્બરના અંતની સાથે ડિસેમ્બરની શરૂઆતમાં પણ માવઠાની આગાહી કરતા હવામાન નિષ્ણાતે જણાવ્યુ છે કે, પાંચમી તારીખ પછી પણ હવામાનમાં પલટો આવશે અને મુંબઇ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં ભારે વરસાદ અંગે જણાવતા તેમણે કહ્યુ કે, સુરત, આહવા, ડાંગમાં વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - હવામાન આગાહી - હવામાન આગાહી વરસાદની - આજે વરસાદની આગાહી - આજની વરસાદની આગાહી - વરસાદની આગાહી લાઈવ - વરસાદની આગાહી ગુજરાતમાં - અંબાલાલ પટેલ ની આગાહી 2023 - વરસાદ ની આગાહી ક્યારે છે - weather gujarat - bbc weather gujarat - satellite weather gujarat - live weather gujarat - windy weather gujarat live - weather tomorrow near vadodara rajkot ahmedabad gujarat - weather forecast tomorrow - gujarat rain forecast - weather forecast india - weather forecast 10 days