ICC Cricket World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે ૪૦ લાખ ડોલર (લગભગ ૩૩.૩૩ કરોડ રૂપિયા) મળ્યા છે. રનર અપ ટીમ ઈન્ડિયાને પણ સારી એવી ઈનામી રકમ મળી હતી. ભારતને રનર્સ અપ તરીકે ૨૦ લાખ ડૉલર (આશરે ૧૬.૬૫ કરોડ રૂપિયા)ની રકમ મળી છે. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં મેચ રમવા માટે પૈસા પણ મળ્યા હતા. આઇસીસીએ ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે કુલ ૧૦ મિલિયન ડોલર (આશરે રૂ. ૮૩.૨૯ કરોડ)ની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે તમામ ૧૦ ટીમોમાં અલગ અલગ રીતે વહેંચવાની હતી.
આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને ૪ મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને ૨ મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને ૮ લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે ૩૩.૩૧ લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી.
• વિશ્વ કપ વિજેતા : આશરે રૂ. ૩૩.૩૩ કરોડ (ઓસ્ટ્રેલિયા)
• વર્લ્ડ કપ રનર અપ : રૂ. ૧૬.૬૫ કરોડ (ભારત)
• સેમીફાઈનલ : રૂ ૬.૬૬ કરોડ (દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ)
• ગ્રુપ સ્ટેજમાં દરેક જીતઃ રૂ. ૩૩.૩૧ લાખ
ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવા માટે ૨ મિલિયન ડોલર મળ્યા છે. લીગ તબક્કામાં પણ ટીમ ઈન્ડિયાએ તમામ ૧૦ મેચ જીતી હતી, જેના કારણે તેને ચાર લાખ ડોલર (લગભગ ૩.૩૩ કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ ૨૪ લાખ ડોલર (લગભગ ૨૦ કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India match live - World Cup 2023 - India vs Australia Final Match Highlight - ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ - ભારત મેચ - ઑસ્ટ્રેલિયા વિ ભારત રિઝલ્ટ - કેટલી ઈનામ રકમ મળી - ભારત ઓસ્ટ્રેલિયા મેચ - ભારત પાકિસ્તાનની મેચ - india australia cricket match - india australia live cricket - australia vs india