
Warren Buffett Tips For Long Time Investment : વોરેન બફેટ એક દિગ્ગજ રોકાણકાર છે. શેરબજારમાં પૈસાની કમાણી કરવા અને નુકસાનથી બચવા માટે રોકાણકારોને સલાહ આપતા રહે છે. વોરેન બફેટે ઈક્વિટી માર્કેટમાં બહોળા અનુભવના આધાર પર રોકાણકારોમે મંદીથી બચવા માટે અનેક મંત્ર આપ્યા છે. જો તમે પણ આ 5 રોકાણની સલાહ માની લેશો તો ક્યારેય પણ નુકસાન નહીં થાય.
વોરેન બફેટ જણાવે છે કે, રોકાણકારોએ લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. ટૂંકા ગાળા માટે રોકાણ ના કરવું જોઈએ. શેરબજાર સમય સાથે આગળ વધે છે, લાંબા ગાળાના રોકાણકારને વધુ ફાયદો થાય છે.
વોરેન બફેટ અનુસાર જે રોકાણકાર શેરબજારની અસ્થિરતા પર વધુ પ્રતિક્રિયા આપે છે, તેમને નુકસાન થાય છે. શેરબજારમાં ઉથલ પાથલ થતા રોકાણકાર ઉતાવળમાં નિર્ણય લે છે, આ પ્રકારે ના કરવું જોઈએ. માર્કેટ વોલેટિલિટીથી ડરવું નહીં, શાંત રહીને લાંબા ગાળાના ટાર્ગેટ પર ધ્યાન આપો.
મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓમાં રોકાણ કરવાથી ક્યારેય પણ પૈસા ડૂબતા નથી. આ કારણોસર મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું. જે કંપનીઓની બેલેન્સ શીટ સારી હોય, સ્થિર આવક તે કંપની મજબૂત ફંડામેન્ટલ ધરાવે છે, તેવું કહી શકાય.
વોરેન બફેટ અનુસાર તમામ મૂડીનું એક જ જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ. અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી જોખમ ઓછું રહે છે. એક જ એસેટ ક્લાસમાં રિટર્નની ગેરંટી મળતી નથી અને જોખમ પણ વધી જાય છે.
નોંધ : શેર કે મ્યુચ્યુલફન્ડમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - Which Mutual Fund Gives Best Return - Short Term And Long Term Mutual Fund Investment Tips - Best Mutual Fund which gives you guaranty Return - Warren Buffett Tips For Long Time Investment - Bigbull - warren buffett books - warren buffett share price - warren buffett of india - who is warren buffett - warren buffett net worth in rupees - warren buffett portfolio -