છેલ્લા ઘણા સમયથી પાણીના ભાવે મળતી ગરીબોની કસ્તુરી મોંઘી થઈ છે. રાજકોટ શહેરમાં ડુંગળીનાં ભાવ પ્રતિકીલો રૂ. 60-70 પર પહોંચ્યા હતા. માત્ર એક સપ્તાહમાં રૂ. 35ની કિલો વેંચાતી ડુંગળી હવે રૂ. 70 એટલે કે ડબલ ભાવે વેંચાઈ રહી છે. ડુંગળીનાં ભાવમાં વધારો થતાં ખેડૂતોને થોડી રાહત મળી છે. પણ ગરીબ-મધ્યમ વર્ગની ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. જોકે મિશ્ર વાતાવરણનાં કારણે પાકને નુકસાન જતા આગામી સમયમાં પણ ભાવ વધારો આગળ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ડુંગળી વેચતા એક વેપારીએ જણાવ્યું હતું કે, હાલ ડુંગળીનાં ભાવમાં ખાસ્સો વધારો થયો છે. ગઈકાલે રિટેઇલમાં રૂ.70 અને હોલસેલમાં રૂ. 50-55નાં ભાવ બોલાયા હતા. આજે હરાજી સમયે શુ ભાવ હશે તે કહેવું મુશ્કેલ છે. ચાલુ વર્ષે વેપારીઓએ સ્ટોક વધુ કરેલો ન હતો. તેમજ વરસાદને કારણે માલને નુકસાન થયું હતું. એટલું જ નહીં નાસિકનાં માલની આવક પણ પૂરતા પ્રમાણમાં થતી નથી. જેને લઈને આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
અન્ય એક વેપારીનાં જણાવ્યા મુજબ ગરીબોની કસ્તુરી ડુંગળી ફરી લોકોને રડાવી રહી છે. હાલ મિશ્ર વાતાવરણ વચ્ચે ઉનાળા જેવો આકરો તાપ થતા પાકને નુકસાન થયું છે. તે સાથે નવો જથ્થો હજુ બજારમાં આવ્યો નથી. જેને લઇને પણ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે તેમ છે. અને સારી ગુણવત્તાની ડુંગળીનાં ભાવો રૂ. 100ની સપાટી આસપાસ પહોંચે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખરીફ ડુંગળી આવે છે. ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે ડુંગળીના પાકને મોટું નુક્શાન થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ડુંગળીના ભાવ - ડુંગળી ના બજાર ભાવ આજના - ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીના ભાવ - ડુંગળી ના બીજ નો ભાવ 2023 - સવાલ. ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ? - જવાબ. બીજુ સ્થાન ધરાવે છે.