India vs England World Cup 2023 : રોહિત શર્માના 87 અને સૂર્યકુમાર યાદવના 49 રન પછી મોહમ્મદ શમી (4 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં ઇંગ્લેન્ડ સામે 100 રને વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે સેમિ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત બનાવી લીધું છે. વર્લ્ડ કપ 2023માં ભારતે સતત છઠ્ઠો વિજય મેળવી 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન બનાવ્યું છે. બીજી તરફ ઇંગ્લેન્ડના વર્લ્ડ કપની સફરમાંથી બહાર થઈ ચૂકી છે.
લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી 229 રનનો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમના રોહિત શર્માએ 101 બોલમાં 87 રન બનાવ્યા જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રનની ઇનિંગ રમી. વિરાટ કોહલી વિશ્વકપના ઈતિહાસમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો છે. વિરાટ કોહલી 9 બોલનો સામનો કર્યો પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહીં. શ્રેયસ અય્યર પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો.
બાદમાં 230 રનના ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ઈંગ્લેન્ડના ખેલાડીઓનીં શરૂઆત ધીમી રહી હતી. ભારતીય બોલિંગ સામે ઇંગ્લિશ બેટર્સ પાણીમાં બેસેલા જોવા મળ્યા હતા. બાદમાં 100 રન સુધી પહોંચતાની સાથે જ ઈંગ્લેન્ડની ટીમને મોઢે ફીણ આવી ગયા હતા અને ઈંગ્લેન્ડની ટીમ 129 ઓલઆઉટ થઈ છે. ભારતીય ટીમના બોલરોએ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું જેમાં મોહમ્મદ શામીએ 4 વિકેટ લીધી હતી. ખાસ વાત એ છે કે તેમણે 2 ઓવર મેડન પણ કાઢી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ તથા એક વિકેટ રવિન્દ્ર જાડેજાએ લીધી હતી.
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - India match live - today Match Score India match Date Time And Result - who win today match - World Cup 2023 - India vs England Match Highlight