
દીપિકા નિકળી બેવફા..! રણવીર સિંહ સિવાય પણ અન્ય પુરુષોમાં લેતી હતી રસ, લગ્ન પૂર્વે આટલા લોકો સાથે હતા અફેર..!
Deepika Padukon Love Affair Reveal : (Deepika Padukon) દીપિકા પાદુકોણ અને (Ranveer Sinh)રણવીર સિંહ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને ચાહકોના ફેવરિટ કપલ્સમાંથી એક છે. એકબીજા પર ખુલ્લેઆમ પ્રેમ વરસાવવાની બોન્ડિંગ, કેમિસ્ટ્રી અને સ્ટાઈલ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં, સેલિબ્રિટી કપલે કરણ જોહરના પ્રખ્યાત રિયાલિટી શો ‘Koffee With Karan Season 8’ માં પણ ભાગ લીધો હતો. લગ્ન બાદ બંને પહેલીવાર આવા શોમાં સાથે આવ્યા હતા, જ્યાં બંનેએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલીને વાત કરી હતી. પરંતુ, હવે કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાંથી રણવીર-દીપિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે કપલના ચાહકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દીપિકા કંઈક એવું કહેતી જોવા મળી રહી છે, જેના કારણે ચાહકોમાં તે ઓપન (Open Relationship)રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલી રહી છે. વીડિયો પર કોમેન્ટ કરતા ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે રણવીર અને દીપિકા પાદુકોણ (Open Marriage)ઑપન મેરિજમાં છે. જો કે આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ એવો દાવો કરતા જોવા મળ્યા હતા કે દીપિકા-રણવીર ઓપન મેરેજમાં છે.
હવે, ‘કોફી વિથ કરણ 8’ના દીપિકા-રણવીરના તાજેતરના વીડિયોમાં, દીપિકા ખુલ્લેઆમ સ્વીકારતી જોવા મળે છે કે તે લગ્ન પહેલા રણવીર સાથે ઓપન રિલેશનશિપમાં હતી. દીપિકા કહે છે- ‘ત્યારે હું થોડો સમય સિંગલ રહેવા માંગતી હતી. કારણ કે, મેં ખૂબ જ મુશ્કેલ સંબંધો જોયા હતા. તે એવો સમય હતો જ્યારે હું કોઈ કમિટમેન્ટ કરવા માંગતી ન હતી. હું માત્ર મજા કરવા માંગતી હતી. આ દરમિયાન રણવીર મારા જીવનમાં આવ્યો. પરંતુ, જ્યાં સુધી રણવીર મને પ્રપોઝ ન કરે ત્યાં સુધી મેં કમિટ ન કર્યું. આ પહેલા અમારી વચ્ચે કોઈ કમિટમેન્ટ ન હતી, તેથી હું અન્ય લોકોને પણ મળતી હતી. પરંતુ, હું જે લોકોને મળી છું તેમાંથી, મને કોઈ રસપ્રદ ન લાગ્યું. હું બીજાને મળતી હતી, પરંતુ મારા મગજમાં હંમેશા એ વાત રહેતી કે હું રણવીર સાથે છું, મારે તેની પાસે પાછા જવું છે. હું તેની પાસે પાછી જવાની હતી.
દીપિકાના આ જવાબ પછી કરણે દીપિકાને એવા લોકો વિશે પૂછ્યું કે જેમને તે રણવીર સાથે રહેતી વખતે પણ મળતી હતી. તેના જવાબમાં દીપિકાએ કહ્યું કે તેને હવે તે લોકો યાદ નથી. આ પછી રણવીર દીપિકાથી ઘણો નારાજ જોવા મળ્યો હતો. તે દીપિકાને કહે છે – હમણાં જ તું કહેતી હતી કે મારી સાથે રહેતી વખતે પણ તું બીજા લોકોને જોતી હતી અને હવે તને યાદ નથી આવતા. તે આગળ કહે છે- પણ, મને તે સારી રીતે યાદ છે. રણવીરની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.
રણવીર સિંહની સાથે લગ્ન પહેલા દીપિકાના ઘણા લોકો સાથે અફેર્સ રહી ચુક્યા છે. જેમણે સમાચારમાં ચર્ચા પણ જગાવી હતી.
1) નિહાર પંડ્યા અને દીપિકા પાદુકોણની પહેલી મુલાકાત વર્ષ 2005માં મુંબઈની એક એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. તે સમયે બંને મોડલિંગ કરતા હતા. અચાનક બનેલી મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંને વચ્ચે સંબંધ બંધાઈ ગયો હતો. બંને ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દીપિકા પાદુકોણ અને નિહાર પંડ્યા પણ લિવ ઇનમાં રહેતા હતા. બોલીવુડમાં પ્રસિદ્ધિ મેળવ્યા બાદ દીપિકાનું નિહાર પંડ્યા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.
2) ઉપેન પટેલ - દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલ તેમના મોડલિંગ દિવસોથી એકબીજાને ઓળખતા હતા. આ દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનો નિર્ણય લીધો હતો. દીપિકા પાદુકોણ અને ઉપેન પટેલે ક્યારેય તેમના સંબંધો વિશે કોઈની સાથે વાત કરી ન હતી અને ન તો તેઓ તેને કોઈ ગંભીર બાબત માનતા હતા. આવી સ્થિતિમાં બંનેનું ટૂંક સમયમાં બ્રેકઅપ થઈ ગયું હતું.
3) મુઝમ્મિલ ઈબ્રાહિમ - દીપિકા પાદુકોણ મોડલિંગ દરમિયાન મુઝમ્મિલ ઈબ્રાહિમને મળી હતી. બંને થોડા સમય માટે એકબીજાને ડેટ કરતા હતા. જોકે, દીપિકા પાદુકોણના મુઝમ્મિલ ઈબ્રાહિમ સાથેના સંબંધો લાંબો સમય ટકી શક્યા નહીં. એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણ ઈચ્છતી હતી કે, મુઝમ્મિલ ઈબ્રાહિમ એક્ટર બનીને લોકપ્રિયતા મેળવે, પરંતુ તેની કારકિર્દી સારી ચાલી રહી ન હતી. આવી સ્થિતિમાં બંનેએ થોડા સમય બાદ એકબીજા સાથે બ્રેકઅપ કરી લીધું હતું.
5) યુવરાજ સિંહ - યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણની પ્રથમ મુલાકાત T20 વર્લ્ડ કપ બાદ થઈ હતી. તેઓએ તરત જ મિત્રતા કરી અને સારા મિત્રો બની ગયા હતા. યુવરાજ સિંહ અને દીપિકા પાદુકોણ ઘણીવાર ડેટ પર જતા હતા. એકવાર દીપિકા પાદુકોણે યુવરાજ સિંહ માટે એક મોટી પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. તે ઘણીવાર યુવરાજ સિંહની મેચ જોવા જતી હતી. એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણે પોતાના સ્વભાવના કારણે યુવરાજ સિંહ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો હતો.
5) સિદ્ધાર્થ માલ્યા - બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. બંનેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે, દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાર્થ માલ્યાનું વર્તન ખરાબ થઈ રહ્યું હતું. સિદ્ધાર્થની અનેક હરકતોથી દીપિકાને તકલીફ થવા લાગી હતી. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણે પોતે સિદ્ધાર્થને છોડવાનો નિર્ણય લીધો હતો.
6) રણબીર કપૂર - બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે, દીપિકા પાદુકોણ એક્ટર રણબીર કપૂરના પ્રેમમાં પાગલ હતી. દીપિકાએ પ્રેમમાં પોતાના શરીર પર રણબીર કપૂરના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. જોકે, તેમનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને કેટરિના કૈફના કારણે દિલ ફેક પ્રેમી રણબીર કપૂરે દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બ્રેકઅપ બાદ દીપિકા પાદુકોણ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ સિવાય દીપિકાના કથિત રીતે મહેન્દ્રસિંહ ધોની સાથે પણ સંબંધો હોવાની ચર્ચા પણ છવાઈ હતી. જોકે દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા બાદ અન્ય કોઈ સાથેના સંબંધો સામે આવ્યા નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - deepika padukone hot - Entertainment news - koffee with karan season 8 - ranveer deepika news