
હનુમાનદાદાનો થયો પુનર્જન્મ! નેપાળમાં 70 સેમી લાંબી પૂંછડીવાળું બાળક મળતા લોકોમાં કુતુહલ...
પાડોશી દેશ નેપાળમાં એક બાળકનો જન્મ પૂંછડી સાથે થયો હતો. આ પૂંછડીના કારણે લોકો તેને હનુમાનદાદાનો પુનર્જન્મ કહી રહ્યા છે. દેશાંત અધિકારી નામના આ 16 વર્ષના કિશોરની પૂંછડીથી લોકોમાં ચર્ચા જાગી છે.
પૂંછડી 70 સેમી લાંબી છે
દેશાંત તેની 70 સેમી લાંબી પૂંછડીને કારણે ખૂબ જ પ્રખ્યાત થયો છે. આ પૂંછડી તેની પીઠના નીચેના ભાગમાં છે અને સતત વધી રહી છે. ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, નેપાળનો રહેવાસી દિશાંત અધિકારી સામાન્ય માણસ જેવા જ દેખાય છે, પરંતુ તેની પીઠના નીચેના ભાગમાંથી નીકળતી પૂંછડી તેને બધાથી અલગ બનાવે છે.
નીચલા હાડકાની પૂંછડી
દિશાંતની આ પૂંછડી જોઈ સામાન્ય લોકો જ નહીં પરંતુ ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ પૂંછડી કરોડરજ્જુના સૌથી નીચલા હાડકાના કોક્સિક્સ(coccyx)માંથી ઉદ્દભવી છે, જન્મના લગભગ 5 દિવસ પછી દિશાંતના માતા-પિતાએ આ પુંછડી જોઈ હતી.
મિરરના રિપોર્ટ અનુસાર, દિશાંતે એક યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું છે કે તેના જન્મ પછી જ્યારે તેને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેના માતા-પિતાને આ પૂંછડી વિશે જાણ થઈ હતી. તેણે આ અંગે ઘણા ડોકટરોને બતાવ્યુ, પરંતુ કોઈ સમજી શક્યું નહીં કે આ પૂંછડી જેવા વાળ કેવી રીતે ઉગ્યા.
પુજારીઓએ હનુમાનનો અવતાર કહ્યો
આ પછી તેણે સંતો અને પૂજારીઓને બતાવવાનું શરૂ કર્યું. તો પૂંછડી જોઈને તેઓ દિશાંતને ભગવાન હનુમાનનો અવતાર હોવાનું કહ્યું. અને પૂંછડીને ક્યારેય ન કાપવી અને તેને વધારવાની સલાહ આપી.અગાઉ, દિશાંત તેની 70 સેમી પૂંછડીથી શરમ અનુભવતો હતો, પરંતુ હવે તે જરાય શરમાતો નથી. અને હવે તેના વીડિયો યુટ્યુબ પર ખૂબ જોવા મળે છે.