GSRTC ST Bus Online Ticket : ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. આજે એસટીની નવી 40 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે. સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટથી ચૂકવણીની શરૂઆત કરાઈ છે. વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ટીકીટ સેવાનો આજે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવામાં આવ્યો છે. હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે રોકડાની ઝંઝટ નહીં રહે. UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયો છે. હવે બસમાં બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને અથવા QR Code Scan કરીને ટિકિટ લઈ શકશે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે.
રાજ્યમાં એસટી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધ્યું છે. રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર એસટી ડેપોમાં ૪૦ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણીનો પ્રારંભ છે. છેલ્લા કેટલાક સમયથી એસજી બસને ડિજીટલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે આખરે એસટીમાં ડિજીટલ પેમેન્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે જેથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-૬ રેડી બિલ્ટ મિડિ ૨x૨ બસમાં ૩૩ આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે રૂ.૨૭ લાખ છે. આ લોકાર્પણ પ્રસંગે વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, ગુજરાત એસ ટી નિગમના એમ ડી ગાંધી સહિત એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - બસ સ્ટૉપ - બસ સ્ટેશન - બસ સ્ટેન્ડ - ગુજરાત એસટી બસ સમયપત્રક - એસટી બસ નો ટાઈમ - બસની ટિકિટ ઓનલાઈન - upi transaction - GSRTC ticket booking - bus ticket booking online -GSRTC St Bus Ticket Through UPI Payment Change Money Not Required