
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ફાટી નીકળ્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન કેનેડાના સરે સ્થિત ગુરુદ્વારામાં ભારત વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, આ ર્હોડિંગ સરેમાં ગુરુદ્વારા નાનક દેવની બહાર લગાવવામાં આવ્યું છે. તેમાં પીએમ મોદી, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માના નામ અને ફોટોગ્રાફ્સ પણ સામેલ છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કેનેડામાં કોઈ ભારતીયના નામના વોન્ટેડ પોસ્ટર લગાવવામાં આવ્યા હોય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને તેમાં હસ્તક્ષેપ કરી રહી નથી. તેમણે કહ્યું કે આ ર્હોડિંગ્સ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અને અલગતાવાદી જૂથ શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા લગાવવામાં આવ્યા છે. આ તે ગુરુદ્વારા છે જ્યાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી સંઘર્ષને વેગ મળ્યો હતો.ભારતીય દૂતાવાસની ઇમારત પર પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. અગાઉ ઓગસ્ટ ૨૦૨૩ માં, કેનેડાના વેનકુવરમાં ભારતીય દૂતાવાસની ઇમારત પર ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલ જનરલના ફોટાવાળા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. આ પોસ્ટર પર વોન્ટેડ લખેલું હતું. પોસ્ટરમાં કેનેડામાં માર્યા ગયેલા લ્જ્થ્ ચીફ હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો પણ ઉલ્લેખ છે.ભારત વિરોધી ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસે નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.
૧૮ જૂને કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંહ ગુરુદ્વારા સાહિબના ર્પાકિંગમાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ભારત સરકારે નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો.કેનેડાના પીએમ ટ્રુડોએ આમાં ભારતીય એજન્ટોની સંડોવણી વિશે જણાવ્યું હતું. જોકે, ભારતે આ તમામ આરોપોને નકારી કાઢયા હતા અને તેમને વાહિયાત અને પ્રેરિત ગણાવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - india canada news - khalistani Nizzar murder case canada - india canada conflict news - modi jaishankar wanted poster news