
► એક દિવસમાં ૨૪ રૂપિયાનો વધારો છેલ્લા ૨૦ દિવસમાં આ ત્રીજો વધારો
► સરકારે છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮૪ રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો કર્યો છે
► પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત ૨૩૩.૮૯ રૂપિયા પર પહોંચી
ઇસ્લામાબાદ, તા.૧૬: પાકિસ્તાન સરકારે બુધવારે આની જાહેરાત કરી હતી. છેલ્લા ૨૦ દિવસમાં પાકિસ્તાનમાં આ ત્રીજો વધારો છે. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે નવી કિંમતો ૧૫ જૂનની મધરાતથી લાગુ થઈ ગઈ છે.
ઈસ્લામાબાદ. પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલની કિંમત ૨૩૩.૮૯ રૂપિયા પર પહોંચી ગઈ છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં એક દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર ૨૪ રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, ડીઝલની કિંમતમાં ૧૬.૩૧ રૂપિયાનો વધારો કર્યા પછી, તે ૨૬૩.૩૧ રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. પાકિસ્તાન સરકારે બુધવારે આની જાહેરાત કરી હતી. છેલ્લા ૨૦ દિવસમાં પાકિસ્તાનમાં આ ત્રીજો વધારો છે. ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે નવી કિંમતો ૧૫ જૂનની મધરાતથી લાગુ થઈ ગઈ છે.
દરમિયાન, કેરોસીનનો નવો ભાવ રૂ. ૨૯.૪૯ વધીને રૂ. ૨૧૧.૪૩ થશે. ૨૯.૧૬ રૂપિયાના વધારા બાદ લાઇટ ડીઝલની કિંમત ૨૦૭.૪૭ રૂપિયા થશે. નાણામંત્રી ઈસ્માઈલે કહ્યું કે સરકાર પાસે આંતરરાષ્ટ્રીય કિંમતોની અસર પાકિસ્તાનના ગ્રાહકો સુધી પહોંચાડવા સિવાય કોઈ વિકલ્પ નથી.
પાકિસ્તાન સરકારે છેલ્લા ૨૦ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૮૪ રૂપિયા પ્રતિ લીટરથી વધુનો વધારો કર્યો છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધુ એક વધારાના કારણો સમજાવતા મંત્રીએ કહ્યું કે પેટ્રોલની આંતરરાષ્ટ્રીય કિંમત ૧૨૦ ડોલર પ્રતિ લીટર છે.
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘આપણા દેશને હજુ પણ પેટ્રોલમાં રૂ. ૨૪.૦૩, ડીઝલમાં રૂ. ૫૯.૧૬, કેરોસીનમાં રૂ.૨૯.૪૯ અને લાઇટ ડીઝલમાં રૂ. ૨૯.૧૬નું નુકસાન થઈ રહ્યું છે.' તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલ સબસિડી પર ૧૨૦ અબજ રૂપિયા ખર્ચી રહી છે. મંત્રીએ કહ્યું,હું ૩૦ વર્ષથી દેશની હાલત જોઈ રહ્યો છું, પરંતુ મોંઘવારીની બાબતમાં આવી સ્થિતિ કયારેય જોઈ નથી.
ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં ખાદ્ય ચીજોની કિંમતો સતત વધી રહી છે. દરમિયાન, પાકિસ્તાને હવે તેના નાગરિકોને ચાનો ઉપયોગ ઓછો કરવા વિનંતી કરી છે. પાકિસ્તાનના આયોજન અને વિકાસ મંત્રી અહેસાન ઈકબાલે ત્યાંના લોકોને ઓછામાં ઓછી ચા પીવા માટે કહ્યું છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં દાળ, ખાંડ, શાકભાજી અને ફળોના ભાવ આસમાને છે. જેના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની રહી છે.
પાકિસ્તાનના મંત્રી અહેસાન ઈકબાલના કહેવા પ્રમાણે અમારે બહારથી ચા આયાત કરવી પડે છે. જો પાકિસ્તાનના લોકો ચાનો વપરાશ ઓછો કરે તો સરકારના આયાત ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. અત્યારે આપણે લોન લઈને બહારથી ચા આયાત કરીએ છીએ. ચાના વપરાશમાં ઘટાડાને કારણે અમારો આયાત ખર્ચ ઘટશે, જેનાથી આર્થિક માળખા પર દબાણ ઘટશે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાન સરકારે તાજેતરમાં તેના આયાત ખર્ચને ઘટાડવા માટે ૪૧ વસ્તુઓની આયાત પર બે મહિના માટે પ્રતિબંધ મૂકયો હતો. જો કે, આ આયાત પ્રતિબંધથી તિજોરીમાં વધુ વધારો થયો નથી. આના કારણે પાકિસ્તાનને તેના આયાત બિલમાં ઘટાડો કરવામાં લગભગ ઼૬૦૦ મિલિયનનો ફાયદો થયો છે.